નર્મદ યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓ માટે આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં ૫૦-૫૦ ગુણ ફરજિયાત

Share this story

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ ને લઇ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના નિયમો અનુસાર, જેમાં આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં ૫૦-૫૦ ગુણ ફરજીયાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની શિક્ષણનીતિ મુજબ આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન ની પરીક્ષા ના સરવાળાના આધારે વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરવામાં આવતા હતા.પરંતુ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ હવેથી જે તે વિધાર્થીએ પરીક્ષામાં વધુમાં વધુ ગુણ લાવવા જરૂરી છે. જો આ ગુણ લાવવામાં વિદ્યાર્થી નિષ્ફળ નીવડશે તો આવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી અનઉત્તીર્ણ જાહેર કરવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીમાં શૈક્ષણિક ક્ષેત્ર ૨૦૨૩-૨૪ માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ પ્રથમ સત્રથી જ તેની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેમાં 50% આંતરિક મૂલ્યાંકન અને 50% બાહ્ય મૂલ્યાંકન ફરજિયાત કરવામાં આવ્યું છે. હવેથી આંતરિક મૂલ્યાંકન ની અંદર વધુમાં વધુ ગુણ લાવવા જરૂરી છે. તેવી જ રીતે બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં પણ તેટલા જ ગુણ લાવવા જરૂરી છે. અત્યાર સુધી બાહ્ય મૂલ્યાંકન અને આંતરિક મૂલ્યાંકનના સરવાળાના આધારે જે તે વિદ્યાર્થી જે તે વિષયમાં ઉત્તીર્ણ થતો હોય તો તેને ઉત્તીર્ણ કરવામાં આવતો હતો.પરંતુ હવેથી આંતરિક મૂલ્યાંકનમાં જે તે વિષયમાં પણ વધુમાં વધુ ગુણ લાવવા જરૂરી છે.

વિદ્યાર્થી નિષ્ફળ નીવડશે તો આંતરિક મૂલ્યાંકનમાં પણ વિધાર્થીને નાપાસ જાહેર કરવામાં આવશે. આવા પાસ કરાયેલા વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવાની રહેશે. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીએ ફરીથી યુનિવર્સિટીની પરીક્ષાનું ફોર્મ પણ ભરવાનું રહેશે.. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ની અમલવારી થતા હવે વિદ્યાર્થીઓએ તમામ વિષયોના આંતરિક મૂલ્યાંકનમાં ફરજિયાતપણે પાસ થવું પડશે. વિદ્યાર્થીઓએ જે તે કોલેજમાં આંતરિક મૂલ્યાંકન ની અંદર જરૂરી પર્ફોમન્સ આપવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિની અમલવારી શરૂ કરવાની સાથે આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનમાં નિયમો કડક બનાવ્યા છે.જે હવેથી વિદ્યાર્થીઓએ અનુસરવાનું રહેશે.

આ પણ વાંચો :-