Home Blog Page 878

તેલંગાણામાં રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બનશે

0

કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે અને આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સીએમ સહિત કુલ ૧૨ મંત્રીઓએ શપથ લીધા છે. તેલંગાણાના સીએમ તરીકે રેવંત રેડ્ડીએ શપથ લીધા છે. આ સાથે જ તેલંગાણામાં આજથી રેવંત રેડ્ડીની સરકાર બની ગઈ છે.

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી લીધા બાદ હવે સરકાર બનાવવાની તૈયારી છે. ત્યારે તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPMની જીત થઈ છે. ભાજપ હાઈકમાને હજુ સુધી ત્રણ રાજ્યો માટે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, પરંતુ કોંગ્રેસ હાઈકમાને તેલંગાણાનું નેતૃત્વ રેવંત રેડ્ડીને સોંપી દીધું છે. રેવંત રેડ્ડી આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

આ શપથ ગ્રહણ સમારોહમાં લાખો લોકોએ હાજરી આપે હતી. રેવંત રેડ્ડીએ આ કાર્યક્રમ માટે સામાન્ય લોકોને પણ આમંત્રણ આપ્યું હતું. રેવંત રેડ્ડી સહિત કુલ ૧૨ મંત્રીઓએ શપથ લીધા છે. મલ્લુ ભટ્ટી વિક્રમાર્કને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે જ્યારે ગદ્દમ પ્રસાદ કુમારને સ્પીકર બનાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુ, ૨ લોકો ઈજાગ્રસ્ત

0

રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે ૪ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી. જેમાં હાઈવે પરથી પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા તો અન્ય ૨ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે.

આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તો મોટી સંખ્યામાં રાહદારીઓના ટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ ધ્રાંગધ્રા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ૭ યુવકોમાંથી ૪ના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુના સમાચારથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વિગતો મુજબ ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક કાર પલટી મારી ગયા બાદ ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઇ હતી. વિગતો મુજબ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ ૪ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ITના દરોડામાં એટલી રોકડ મળી કે નોટો ગણતાં-ગણતાં મશીન ખોટકાઈ ગયું!

0

ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. કામગીરી કરતા એજન્સીએ કંપની સાથે સંકળાયેલા પરિસરમાંથી મોટી રકમની રોકડ રિકવર કરી છે. ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ઑપરેશન ચાલુ છે. ગઈકાલ સુધી ૫૦ કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ પર કરચોરીની આશંકા છે, જેના પછી આવકવેરા વિભાગના અધિકારીઓએ તેનાથી સંબંધિત ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગની છ ટીમો આ જગ્યાઓની તપાસમાં વ્યસ્ત છે. આઈટી ટીમની સાથે સીઆઈએસએફના જવાનો પણ સામેલ છે.

બુધવારે જ આવકવેરા વિભાગની ટીમે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડ્યા હતા. ઈન્કમટેક્સે રાંચી, લોહરદગા અને ઓડિશામાં કોંગ્રેસના સાંસદના પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. ધીરજ સાહુ ઝારખંડના અગ્રણી બિઝનેસ અને રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ કોંગ્રેસમાંથી બે વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. તેમનું પૈતૃક નિવાસ લોહરદગામાં છે, જ્યારે તેમના પરિવાર પાસે રાંચીના રેડિયમ રોડમાં બંગલો છે. ઈન્કમટેક્સની ટીમોએ ગઈકાલે આ બંને જગ્યાએ સર્ચ કર્યું છે.

આ પણ વાંચો :-

ભાજપની સંસદીય દળની બેઠકમાં PM મોદીનું તાળીઓના ગડગડાટથી કર્યું સ્વાગત

0

 રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે મુખ્યમંત્રી પદની રેસ દિવસેને દિવસે તેજ થઈ ગઈ છે. આ દરમિયાન સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ CM પદની રેસમાં સૌથી આગળ છે. અશ્વિની વૈષ્ણવ ૨ મોટા મંત્રાલયોના કેન્દ્રીય મંત્રી છે. એવું માનવામાં આવે છે કે, રાજસ્થાનમાં ભાજપ OBCને CM બનાવી શકે છે અને આ ચહેરો અશ્વિની વૈષ્ણવ હોઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક પણ દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં પાર્ટી દ્વારા PM મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. CMના નામને લઈને પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી નથી, પરંતુ પહેલાથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાર્ટી કોઈ નવા ચહેરાને CMની ખુરશી પર નિયુક્ત કરી શકે છે. હવે આ રેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવનું નામ સામે આવી રહ્યું છે. કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે અશ્વિન વૈષ્ણવે તેમના કામથી ટોચના નેતૃત્વને પ્રભાવિત કર્યા છે.

આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની ભવ્ય જીત બદલ પાર્ટીના સાંસદોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સાંસદોએ ભાજપના સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે પહોંચ્યા તો સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન સાંસદોએ ‘મોદીજી સ્વાગત છે’ના નારા પણ લગાવ્યા હતા.

આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે પહોંચ્યા તો સાંસદોએ તાળીઓના ગડગડાટ બેઠક દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તાળીઓના ગડગડાટ વચ્ચે વડા પ્રધાનને હાર પહેરાવીને આવકાર્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને ઘણા કેન્દ્રીય પ્રધાનો અને પાર્ટીના સાંસદો હાજર હતા.

આ પણ વાંચો :-

દેશદ્રોહી જાહેર થયેલા યુક્રેનના પૂર્વ સાંસદની રશિયામાં ગોળી મારી કરાઈ હત્યા

0

રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે ફેબ્રુઆરીથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનથી ભાગીને રશિયા પહોંચેલા યુક્રેનના પૂર્વ સાંસદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. યુક્રેન દ્વારા દેશદ્રોહી જાહેર કરાયેલા યુક્રેનના પૂર્વ સાંસદ ઇલિયા ક્યવાની મોસ્કોના દક્ષિણ પશ્ચિમમાં આવેલા ઓડિન્ટસોવો પ્રદેશના એક પાર્કમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

આ ઘટના બાદ યુક્રેનિયન આર્મીના ગુપ્તચર એકમે ચેતવણી આપી હતી કે યુક્રેનના અન્ય દેશદ્રોહીઓ’નો પણ આવો જ  હાલ થશે. યુક્રેનિયન સંસદના પૂર્વ સાંસદ ૪૬ વર્ષીય ઇલિયા ક્યવાનો મૃતદેહ ગઈકાલે મોસ્કો નજીકના એક ગામમાંથી તેના માથામાં ગોળી વાગેલા ઘા સાથે મળી આવ્યો હતો.

યુક્રેન અને પુતિનને ટેકો આપનારા અન્ય દેશદ્રોહીઓ સાથે પણ આવું જ થશે. રશિયન અધિકારીઓનું કહેવું છે કે તેઓએ આ હત્યાના કેસની તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદને શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ ફેબ્રુઆરીમાં મોસ્કોના હુમલા પહેલા જ ઇલિયા ક્યવા યુક્રેનની સંસદના સભ્ય હતા અને યુદ્ધ શરુ થયાના એક મહિના પહેલા તે રશિયા ભાગી ગયા હતા.

આ પણ વાંચો :-

લાસ વેગાસની યુનિવર્સિટી ઓફ નેવાડામાં ગોળીબારમાં ૩ લોકોના મોત

0

અમેરિકામાં વધુ એક વાર ગોળીબારની ઘટના બની છે. લાસ વેગાસ પાસે આવેલી નેવાડા યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર શકમંદ પણ માર્યો ગયો છે. લાસ વેગાસ મેટ્રો પોલીસે જણાવ્યું કે આ હુમલો સ્થાનિક સમય અનુસાર લગભગ ૧૧:૪૫ વાગ્યે થયો હતો.

ગેમ્બલિંગ હબ અને પ્રવાસીઓથી ભરપૂર લાસ વેગાસથી થોડે દૂર સ્થિત યુનિવર્સિટી ઓફ નેવાડામાં ગોળીબારની ઘટના બની હતી છે. આ ઘટના અંગે, લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ઘટના પર હાજર અમારા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને એક ઈજાગ્રસ્તને સ્થાનિક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં શૂટરનું પણ મોત થયું છે.

ગોળીબાર થતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પોતાનો જીવ બચાવવા માટે યુનિવર્સિટીમાં તેમના રૂમમાં બંધ થઈ ગયા હતા. પરંતુ પોલીસે હુમલાખોર વિશે વધુ કોઈ માહિતી શેર કરી ન હતી અને કહ્યું હતું કે હુમલાના સંભવિત હેતુ વિશે કોઈ માહિતી નથી. શંકાસ્પદનું મૃત્યુ કેવી રીતે થયું એ અંગે પણ જાણકારી મળી નથી અને પોલીસે મૃતકોની ઓળખ પણ જાહેર કરી નથી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે અમે લાસ વેગાસની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આ અઠવાડિયાની શરૂઆતમાં, અમેરિકાએ એક જ વર્ષમાં સામૂહિક ગોળીબારની ઘટનાઓનો પોતાનો રેકોર્ડ તોડ્યો હતો.

આ પણ વાંચો :-

જુનિયર આર્ટિસ્ટના આત્મહત્યા કેસમાં ‘પુષ્પા’ ફિલ્મના અભિનેતાની ધરપકડ

0

હૈદરાબાદથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. પંજગુટ્ટા પોલીસે અભિનેતા જગદીશ પ્રતાપ બંદરીની ધરપકડ કરી છે. બ્લોકબસ્ટર પેન-ઇન્ડિયા એક્શન ડ્રામા પુષ્પા ધ રાઇઝમાં અલ્લુ અર્જુનના મિત્ર કેશવની ભૂમિકા ભજવીને જગદીશ પ્રસિદ્ધ થયા હતા. પુષ્પા ફેમ એક્ટર જગદીશ પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે.

જગદીશ પ્રતાપ એક જુનિયર આર્ટિસ્ટ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. આ જુનિયર આર્ટિસ્ટે ૨૯ નવેમ્બરે આત્મહત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ મહિલાના મોત માટે જગદીશને જવાબદાર ગણાવ્યો હતો. ફરિયાદ અને તપાસના આધારે ગઈકાલે પુષ્પા ફેમ અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. મૃતક પણ એક કલાકાર હતી અને તેણે કેટલીક શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

જગદીશે મૃતક મહિલાની વીડિયો ક્લિપ બનાવી હતી જ્યારે તે ૨૭ નવેમ્બરના રોજ અન્ય પુરુષ સાથે હતી. જગદીશે કથિત રીતે મહિલાને બ્લેકમેઈલ કરી અને તેની અંગત તસવીરો ઈન્ટરનેટ પર પોસ્ટ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાએ પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મહિલાના મોત બાદ જગદીશ ફરાર હતો અને આખરે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે તેને રિમાન્ડ પર મોકલી દીધો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :-

૦૭ ડિસેમ્બર, ૨૦૨૩/ પ્રેમસંબંધોમાં તકલીફ, જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ, ગુરુવાર આ રાશિના જાતકો પડશે સહકારની જરૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ

વાહન સુખ, મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય.  માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ

આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ

જેમ-જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રી વર્ગ સાથે પ્રેમ ભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીનઃ

અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

• મોરબી દુર્ઘટનામાં ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવતો SITનો રિપોર્ટ

• ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપ મેચ જોવા અમિત શાહ અમદાવાદ આવે યેવી સંભાવના

અયોધ્યામાં રામ મંદિર માટે ૭ ધ્વજ થાંભલાઓનું નિર્માણ અમદાવાદમાં ચાલી રહ્યું છે.

0

અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હવે આ અયોધ્યાના રામ મંદિરને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ માહિતી છે શ્રીરામ મંદિરમાં લગાવવામાં આવતા સાત ધ્વજદંડ સંબંધિત.

ધ્વજદંડનું આપણા ગર્વીલા ગુજરાત સાથે ગાઢ કનેક્શન છે, કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે એનું નિર્માણ ગુજરાતમાં જ કરવામાં આવી રહ્યું છે. વાત કરીએ આ ધ્વજદંડા વજન વિશે તો મુખ્ય ધ્વજદંડ સહિત સાત ધ્વજદંડનું વજન આશરે ૫૫૦૦ કિલોની આસપાસ છે. સંપૂર્ણપણે પિતળમાંથી બનાવવામાં આવતા આ ધ્વજસ્તંભની લંબાઈ ૪૪ ફૂટ અને પહોળાઈ ૯.૫ ઈંચ જેટલી છે.

તેનું માળખું તૈયાર છે અને હવે તેના ઉપરના ભાગનું બાંધકામ બાકી છે. એક્ઝિક્યુટીંગ એજન્સીના એક અધિકારીના આ રસ્તે ચાલીને રેમ્પાર્ટ સિવાય મંદિરની સંપૂર્ણ મુલાકાત લઈ શકાય છે. તે જ સમયે, મંદિરના ફ્લોર પર માર્બલ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. ૬૦ ટકા માર્બલ ફ્લોર પર લગાવી દીધો છે. આ ઉપરાંત મંદિરના નૃત્ય મંડપની સાથે રંગ મંડપના શિખર પણ તૈયાર છે. સ્તંભને મંદિરના ગર્ભગૃહથી લઈને શિખર સુધી લગાવવામાં આવશે અને એનું નિર્માણ શાસ્ત્રીય રીત પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પણ ૮૦૦ મીટર લંબાઈનો રિંગ રોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રોડ પર ચાલીને શ્રદ્ધાળુઓ મંદિરનો આખો ચક્કર લગાવી શકે છે.

આ પણ વાંચો :-

જમ્મૂ-કાશ્મીર રિઝર્વેશન સંશોધન બિલ પર સદનમાં અમિત શાહે કહ્યું PoK અમારું છે…

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીર રિઝર્વેશન સંશોધન બિલ ૨૦૨૩ અને જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બિલ ૨૦૨૩ પર કહ્યું કે હું અહીં જે બિલ લઈને આવ્યો છું તે એ લોકોને ન્યાય અપાવવા માટે અને તેમને અધિકાર અપાવવા માટે છે કે જેમની સાથે અન્યાય થયો છે, જેમનું અપમાન થયું છે અને જેમની ઉપેક્ષા કરવામાં આવી છે.

જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો જન્મ થયો હતો. જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર આજે ભારતનો ભાગ હોત. અમારો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યો, જે એક મોટી ભૂલ છે. સમગ્ર કાશ્મીર કબ્જે કર્યા વગર જ સીઝ ફાયરની જાહેરાત કરી દીધી. જે ભારત માટે આજે પણ માથાનો દુખાવો સાબિત થઇ રહ્યું છે.

શાહે કહ્યું કે, કેટલાક લોકોએ કહ્યું કે માત્ર નામ બદલવામાં આવી રહ્યું છે. હું એ તમામને કહેવા માંગુ છું કે જો આપણી અંદર થોડી પણ સહાનુભૂતિ છે તો આપણે જોવું પડશે કે નામની સાથે તેમનું સમ્માન પણ જોડાયેલું છે.  અમે સીમાંકનની ભલામણના આધારે ત્રણ બેઠકો માટેની વ્યવસ્થા કરી છે. જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં ૨ સીટ કાશ્મીરથી વિસ્થાપિત લોકો માટે અને એક સીટ PoKથી વિસ્થાપિત લોકો માટે છે. અમિત શાહ અનુસાર વિધાનસભામાં ૯ સીટ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવી છે. શાહે કહ્યું કે POK માટે ૨૪ સીટો આરક્ષિત કરવામાં આવી છે કારણકે PoK અમારું છે. બંને બિલને દરેક એ કાશ્મિરી યાદ રાખશે જે પીડિત છે. વિસ્થાપિતોને આરક્ષણ આપવાથી તેમનો અવાજ જમ્મૂ-કાશ્મીરની વિધાનસભામાં ગૂંજશે.

આ પણ વાંચો :-