સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુ, ૨ લોકો ઈજાગ્રસ્ત

Share this story

રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે ૪ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી. જેમાં હાઈવે પરથી પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા તો અન્ય ૨ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે.

આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તો મોટી સંખ્યામાં રાહદારીઓના ટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ ધ્રાંગધ્રા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ૭ યુવકોમાંથી ૪ના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુના સમાચારથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વિગતો મુજબ ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક કાર પલટી મારી ગયા બાદ ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઇ હતી. વિગતો મુજબ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ ૪ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-