Home Blog Page 879

હોન્ડુરાસમાંભયાનક માર્ગ અકસ્માતમાં ૧૨ લોકોના મોત, ૨૪ ઈજાગ્રસ્ત

0

આફ્રિકન દેશ હોન્ડુરાસમાં સર્જાયેલી એક બસ દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે અને બીજા બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ દુર્ઘટના મંગળવારે પાંચ ડિસેમ્બરે સર્જાઈ હતી. બસ હાઈવે પરથી પસાર થઈ રહી અને તે વખતે અચાનક જ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પુલ પર ટકરાઈ હતી અને નદીમાં ખાબકી હતી. બસમાં ૬૦ લોકો સવાર હતા અને આ પૈકી ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે બીજા ૨૪ જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સાથે હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી હતી.

તેગુસિગાલ્પાથી લગભગ ૪૧ કિલોમીટર દૂર ખાડામાં ખાબકી હતી. જે પહેલા પુલ સાથે અથડાઈને ક્રેશ થઈ ગઈ હતી. હોન્ડુરાસની ફોરેન્સિક સેવાઓ દ્વારા સત્તાવાર રીતે ૧૦ મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, ફાયર બ્રિગેડ લેફ્ટનન્ટ ક્રિસ્ટિયન સેવિલાએ મંગળવારે સાંજે રોઇટર્સને જણાવ્યું હતું.

હોન્ડુરાસના નેશનલ ડિરેક્ટોરેટ ઑફ રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશનના પ્રવક્તા અને એટર્ની જનરલ ઑફિસના પ્રવક્તાએ મંગળવારે સાંજે પુષ્ટિ કરી કે અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ઝિઓમારા કાસ્ટ્રોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. કાસ્ટ્રોએ લખ્યું- આ એક દુર્ઘટના છે, પીડિતોના અંતિમ સંસ્કારનો ખર્ચ સરકાર ઉઠાવશે.

આ પણ વાંચો :-

સુખદેવ સિંહની હત્યાના બાદ આજે રાજસ્થાન બંધનું એલાન, પોલીસ તૈનાત

0

રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને બદમાશોએ તેમના ઘરમાં ગઈ કાલે ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યા બાદ હવે રાજ્યમાં તણાવ વધી ગયો છે. જયપુર સહિત વિવિધ સ્થળોએ લોકો ભેગા થઈ રહ્યા છે, આ સાથે જ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને રાજસ્થાનના અન્ય સમુદાયોએ બુધવારે એટલે કે આજે રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે.

રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ ચર્ચા કરવાના બહાને તેના ઘરે આવ્યા હતા. આ ઘટનામાં સુખદેવ સિંહ ગોગામેડીનું મૃત્યુ થયું હતું અને તેમનો એક અંગરક્ષક ઘાયલ થયો હતો. હત્યારાઓની સાથે રહેલા એક આરોપીને પણ ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું. બદમાશોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી લીધી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. અમે હરિયાણાના ડીજી પાસેથી પણ મદદ માંગી છે.

જયપુરમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરવા માટે ‘બંધ’નું એલાન કરવામાં આવ્યું છે. અગાઉ જયપુરમાં રાજપૂત કરણી સેનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મેટ્રો માસ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા અને માનસરોવરમાં રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

સુરતમાં લૂટના ઇરાદે આવેલા પાંચની ધરપકડ

0

સુરત પોલીસના હાથે ઝડપાયેલા આ એ જ પાંચ લૂંટારુઓ છે જેઓ માત્ર ૭ દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશથી લૂંટના ઈરાદે સુરત શહેરમાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચને તેઓના લૂંટના પ્લાન અંગેનો સુરાગ મળ્યો હતો અને તેઓ લૂંટ કરે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી લીધી હતી. આ ટોળકીની ધરપકડ અંગે સુરત શહેર પોલીસના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે પકડાયેલા પાંચેય લોકો સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરા બાગ સર્કલ પાસે લૂંટ કરવાના હતા.

મર્ડર, લૂંટ, ધાડ તેમજ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગના ૫ ઇસમોને સુરત પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ આરોપીઓ આંગડિયા પેઢીના વાહનને રોકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય આરોપી પાસેથી લોડેડ પિસ્તોલ, મરચાની ભૂકી, છરા તેમજ એક ચોરીની મોટર સાયકલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત ૫ આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. તેમાં સનત ઉર્ફે પિન્ટુ જૈન, આશુ યાદવ, સચિન કુશવાહ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ અને શુભમ ગુપ્તાનો સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સનત ઉર્ફે પીન્ટુ જૈન સામે અગાઉ ૧૫ ગુનાઓ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે. જેમાં બાઇક ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશુ યાદવ સામે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં લુટ વીથ હત્યાનો ગુનો અને ઉત્તર પ્રદેશના અકબરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. તો જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અને સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે અને અગાઉ જીતુ ભાજપના નેતા ભરત મોના પર ફાયરિંગ કરવાના કેસમાં પણ વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે.

લૂંટની ઘટના માટે તેઓ લોડેડ પિસ્તોલ, છરા તેમજ મરચાની ભૂકી પોતાની સાથે રાખતા હતા.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨ પિસ્તોલ, ૪ કાર્ટીઝ, ૨ છરા, ૫ મોબાઇલ, ૧ મોટરસાયકલ, ૫૦ ગ્રામ મરચાની ભૂકી અને ૧ બેગ સહિત કુલ ૧,૪૭,૫૩૦ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપીઓની એમઓ એવી હતી કે તેઓ લૂંટનું કાવતરું રચીને પહેલા મોટરસાયકલ ચોરી કરતા હતા અને ત્યારબાદ મોટરસાયકલ પર ઘટના સ્થળની રેકી કરતા હતા અને આરોપી મોટા ભાગે આંગણીયા પેઢીને ટાર્ગેટ કરતા હતા અને પોતાનો હેતુ જો પાર ન પડે અને આંગણીયા પેઢીના કર્મચારી પ્રતિકાર કરે તો પિસ્તોલ વડે ફાયરિંગ કરી કર્મચારીનું મોત નિપજાવતા હતા.

આ પણ વાંચો :-

વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ભાજપના ૧૦ સાંસદોએ ધર્યા રાજીનામાં, જાણો કેમ?

0

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપે બુધવારે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જીતેલા સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બુધવારે આવા ૧૦ સાંસદોએ તેમના રાજીનામાં સુપરત કર્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે જંગી જીત મેળવી છે. આ ચૂંટણીમાં જીતેલા સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. એટલે કે હવે આ નેતાઓ વિધાનસભાના સભ્ય જ રહેશે. ભાજપના આ નિર્ણયને મોટી રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

આ સાંસદોમાં મધ્યપ્રદેશમાંથી નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ, રાકેશ સિંહ, રીતિ પાઠક, ઉદય પ્રતાપ સિંહ તો છત્તીસગઢમાંથી ગોમતી સાંઈ, અરુણ સાવનો સમાવેશ કરવામાં આવે છે. બીજી તરફ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જીતેલા રાજ્યવર્ધન રાઠોડ અને કિરોડી લાલ મીણાના રાજીનામું આપી શકે છે. તેમજ બાબા બાલકનાથ અને દિયા કુમારી પણ રાજીનામું આપવાના હતા પરંતુ તેઓ આવ્યા ન હતા.

રાજીનામું આપનારાઓમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર તોમરનો સમાવેશ થાય છે. આ સાથે જ છત્તીસગઢના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ પણ રાજીનામું આપશે. આ રીતે કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ મંત્રીઓ ઘટશે. આ સિવાય રાજસ્થાનના સાંસદ બાબા બાલકનાથ પણ રાજીનામું આપશે. રાજીનામું આપનારા સાંસદોની સંખ્યા ૧૨ હોવાનું કહેવાય છે.

ભાજપે ત્રણ રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે તેલંગાણામાં આઠ બેઠકો જીતી છે. ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૨૧ સાંસદોને ટિકિટ આપી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સાત-સાત સાંસદોએ ચૂંટણી લડી હતી. તે જ સમયે, છત્તીસગઢમાં ચાર અને તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભામાં ટિકિટ આપવામાં આવી હતી. હવે ભાજપ હાઈકમાન્ડે વિધાનસભા ચૂંટણીમાં જીતેલા સાંસદોને મળ્યા અને સંસદ સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તમામ સભ્યો રાજીનામું આપવા માટે સ્પીકરને મળવા આવ્યા હતા.

આ પણ વાંચો :-

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાના વિરોધ સુરતમાં દેખાવો

0

સુખદેવસિંહની હત્યા થયા બાદ રાજપૂત સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં અલગ અલગ રાજપૂત સંગઠનોમાં સુખદેવસિંહની હત્યાને લઈને ન્યાય માટે ઉગ્ર રજૂઆતો જોવા મળી રહી છે. સુરતમાં જિલ્લા કલેક્ટર ખાતે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સમર્થકો અને હોદ્દેદારો દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આરોપીને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માગ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધોળા દિવસે હુમલાખોરો ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું.

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા છે. ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ છે. તેઓ ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દાઓને લઈને તેમના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા છે. ઝડપથી જે આરોપીઓ છે તેમને સખત સજા કરવામાં આવે, સરકારે પણ હવે આમાં ગંભીરતાપૂર્વક કામ કરવું જોઈએ. જો આરોપીઓને સખત સજા નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ કરીશું. દેશભરના રાજપૂત સમાજમાં આ ઘટનાને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અમારા રાજપૂત સમાજના નેતાને આ પ્રકારની કરપીણ હત્યા ક્યારેય સાખી લેવાશે નહીં.

આ પણ વાંચો :-

લશ્કર-એ-તૈયબાના વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા

0

ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી છે. હંજલા ૨૦૧૬માં પમ્પોરમાં CRPFના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં ૮ જવાનો શહીદ થયા હતા, જ્યારે ૨૨ જવાનો ઘાયલ થયા હતા.

હંઝલા અદનાનને ૨ અને ૩ ડિસેમ્બર દરમિયાન રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીઓથી ઠાર માર્યો. તેને કુલ ચાર ગોળીઓ મારવામાં આવી, જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. અદનાન ૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ટ લશ્કર પ્રમુખ હાફિઝ સઈદનો ખુબ નજીકનો મનાતો હતો. અદનાનને તેના ઘરની બહાર જ ગોળી મારવામાં આવી, જ્યારબાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં તેને મૃત જાહેર કરાયો.

હંજલા અદનાને વર્ષ ૨૦૧૫માં જમ્મુના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું. આ હુમલામાં બીએસએફના ૨ જવાન શહીદ થયા હતા જ્યારે ૧૩ બીએસએફ જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ NIA દ્વારા કરવામાં આવી હતી અને ૬ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બંને હુમલામાં હંજલા અદનાન પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.

આ પણ વાંચો :-

સંસદ ભવન પર હુમલાની પન્નુની ધમકી

0

ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને સંસદ ભવન પર હુમલાની ધમકી આપી છે. પન્નુએ વીડિયો જાહેર કરીને કહ્યું,  હું ૧૩મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ. નોંધનીય છે કે અગાઉ ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ સંસદ ભવન પર હુમલો થયો હતો.

ભારતીય એજન્સીઓએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ રહી. હવે હુમલાના પ્લાનિંગના જવાબમાં તે ૧૩ ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે. વીડિયોમાં પન્નુએ સંસદ ભવન હુમલાના દોષી અફઝલ ગુરુ સાથેનું એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે ‘દિલ્હી બનશે પાકિસ્તાન’ પન્નુનો આ વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.

સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે પન્નુના વીડિયોની સામગ્રી સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે પન્નુને આ સ્ક્રિપ્ટ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના K-૨ ડેસ્ક દ્વારા આપવામાં આવી છે.

અમેરિકન એજન્સીઓએ ભારતીય વ્યક્તિની ધરપકડ કરીને તેના પર પન્નુની હત્યાનું કાવતરુ રચવાનો આરોપ લગાવ્યો હતો. એમોરિકન એજન્સીએ જણાવ્યું હતું કે તેમણે આ હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.અમેરિકન એજન્સીઓએ દાવો કર્યો હતો કે પકડાયેલ આરોપી ભારતીય એજન્સીઓના નિર્દેશ પર કામ કરતો હતો. જોકે, ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. આ ઉપરાંત તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે મચાવી તબાહી, ૧૨ લોકોના મોત

0

ચક્રવાત મિચોંગને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે આજે ચેન્નઈમાં શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ શહેરમાં ૮૦% વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ગઈકાલે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ચેન્નઈમાં પૂર આવ્યા બાદ ચક્રવાત મિંચોંગ નબળું પડ્યું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

તામિલનાડુમાં ભારે નુકસાન કર્યા બાદ મિચૌંગ વાવાઝોડાએ આંધ્ર પ્રદેશને પણ ઘમરોળ્યું હતું. આંધ્ર પ્રદેશના સમુદ્રી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેને કારણે અનેક વૃક્ષો, મકાનો નાશ પામ્યા હતા. જ્યારે મિચૌંગ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૧૨ લોકો માર્યા ગયા છે. બંગાળની ખાડીમાંથી શરૂ થયેલા વાવાઝોડાએ અગાઉ તામિલનાડુમાં પણ ભારે અસર પહોંચાડી હતી.

વાવાઝોડાની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થઈ હતી. આંધ્રપ્રદેશના સીએમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મિચોંગને કારણે ૧૯૪ ગામડાઓ અને બે શહેરોના લગભગ ૪૦ લાખ લોકો પ્રભાવિત થયા છે. ૨૫ ગામોમાં પૂર આવ્યું હતું. તમિલનાડુમાં વાવાઝોડાને કારણે રાજ્યમાં ૨ દિવસમાં ૩ મહિના જેટલો વરસાદ થયો છે. ચેન્નઈ શહેર પાણીમાં ડૂબી ગયું હતું, જેના કારણે ૧૭ લોકોના મૃત્યુ થયા છે. સીએમ એમકે સ્ટાલિને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ૫૦૬૦ કરોડ રૂપિયાની રાહતની માંગ કરી છે.

આ પણ વાંચો :-

અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં યુવકને હાર્ટ એટેક આવતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

0

અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો. મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને કરાચી તરફ ડાયવર્ટ કરાઈ હતી. એરલાઈન્સ અનુસાર સ્પાઈસ જેટની બોઈંગ-૭૩૭ ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનનું કરાચીના જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૨૭ વર્ષીય ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને તબીબી સહાયની જરૂર હતી. તેમણે કહ્યું કે CAAની મેડિકલ ટીમે પેસેન્જરને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડી હતી, જેમનું સુગર લેવલ ઘટી ગયું હતું અને હૃદયના ધબકારા વધી રહ્યા હતા. મુસાફર સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતના આ જીલ્લામાં મિચોંગની અસર

0

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે તેવી પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કરેલ આગાહી મુજબ મિચોંગ વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેને લઈ અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. ૭ ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેથી મહારાષ્ટ્રને કેટલાક ભાગોમાં તેની અસર વર્તાશે.તેના કારણે અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. દિલ્લી, પંજાબ, હરીયાણા સહીતના ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. આ સાથે ૭ ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે અને અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે ૧૩, ૧૪, ૧૫ ડિસેમ્બરે દેશના ઉત્તર ભાગોમાં કમોસમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે ૧૩ થી ૧૮ ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૯ થી ૨૩ સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ૧૦ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. આ સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-