હોન્ડુરાસમાંભયાનક માર્ગ અકસ્માતમાં ૧૨ લોકોના મોત, ૨૪ ઈજાગ્રસ્ત

Share this story

આફ્રિકન દેશ હોન્ડુરાસમાં સર્જાયેલી એક બસ દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે અને બીજા બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ દુર્ઘટના મંગળવારે પાંચ ડિસેમ્બરે સર્જાઈ હતી. બસ હાઈવે પરથી પસાર થઈ રહી અને તે વખતે અચાનક જ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પુલ પર ટકરાઈ હતી અને નદીમાં ખાબકી હતી. બસમાં ૬૦ લોકો સવાર હતા અને આ પૈકી ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે બીજા ૨૪ જેટલા લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સાથે હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી હતી.

તેગુસિગાલ્પાથી લગભગ ૪૧ કિલોમીટર દૂર ખાડામાં ખાબકી હતી. જે પહેલા પુલ સાથે અથડાઈને ક્રેશ થઈ ગઈ હતી. હોન્ડુરાસની ફોરેન્સિક સેવાઓ દ્વારા સત્તાવાર રીતે ૧૦ મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, ફાયર બ્રિગેડ લેફ્ટનન્ટ ક્રિસ્ટિયન સેવિલાએ મંગળવારે સાંજે રોઇટર્સને જણાવ્યું હતું.

હોન્ડુરાસના નેશનલ ડિરેક્ટોરેટ ઑફ રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશનના પ્રવક્તા અને એટર્ની જનરલ ઑફિસના પ્રવક્તાએ મંગળવારે સાંજે પુષ્ટિ કરી કે અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ઝિઓમારા કાસ્ટ્રોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. કાસ્ટ્રોએ લખ્યું- આ એક દુર્ઘટના છે, પીડિતોના અંતિમ સંસ્કારનો ખર્ચ સરકાર ઉઠાવશે.

આ પણ વાંચો :-