તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે મચાવી તબાહી, ૧૨ લોકોના મોત

Share this story

ચક્રવાત મિચોંગને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે આજે ચેન્નઈમાં શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ શહેરમાં ૮૦% વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ગઈકાલે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ચેન્નઈમાં પૂર આવ્યા બાદ ચક્રવાત મિંચોંગ નબળું પડ્યું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

તામિલનાડુમાં ભારે નુકસાન કર્યા બાદ મિચૌંગ વાવાઝોડાએ આંધ્ર પ્રદેશને પણ ઘમરોળ્યું હતું. આંધ્ર પ્રદેશના સમુદ્રી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેને કારણે અનેક વૃક્ષો, મકાનો નાશ પામ્યા હતા. જ્યારે મિચૌંગ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૧૨ લોકો માર્યા ગયા છે. બંગાળની ખાડીમાંથી શરૂ થયેલા વાવાઝોડાએ અગાઉ તામિલનાડુમાં પણ ભારે અસર પહોંચાડી હતી.

વાવાઝોડાની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થઈ હતી. આંધ્રપ્રદેશના સીએમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મિચોંગને કારણે ૧૯૪ ગામડાઓ અને બે શહેરોના લગભગ ૪૦ લાખ લોકો પ્રભાવિત થયા છે. ૨૫ ગામોમાં પૂર આવ્યું હતું. તમિલનાડુમાં વાવાઝોડાને કારણે રાજ્યમાં ૨ દિવસમાં ૩ મહિના જેટલો વરસાદ થયો છે. ચેન્નઈ શહેર પાણીમાં ડૂબી ગયું હતું, જેના કારણે ૧૭ લોકોના મૃત્યુ થયા છે. સીએમ એમકે સ્ટાલિને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ૫૦૬૦ કરોડ રૂપિયાની રાહતની માંગ કરી છે.

આ પણ વાંચો :-