Home Blog Page 836

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો ૧૧ ડિગ્રી

0

ગુજરાતની ઠંડીમાં આંશિક રાહત મળી છે. જેમાં રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો ૧૧ ડિગ્રી થયો છે. તેમજ નલિયા નહિ આ વખતે મહુવા શહેરનું તાપમાન સૌથી ઓછુ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે નવસારીમાં ૮ ડિગ્રી સાથે ઠંડું શહેર રહેવા પામ્યું હતું. રાજ્યમાં ૬ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં મહુવામાં ૧૦ ડિગ્રી તાપમાન છે. તેમજ ગાંધીનગર, ડિસા, નલિયા અને રાજકોટમાં ૧૧ ડિગ્રી સાથે અમરેલી, દિવ અને સુરેન્દ્રનગરમાં ૧૨ ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ઘણાં શહેરોમાં તાપમાન ઘટ્યું છે.

રાજ્યના ૧૫ શહેરોમાં તાપમાન ૧૫ ડિગ્રી નીચે નોંધાયું છે. ૧૦.૫ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, હાલ શિયાળાની ૭૦ ટકા સીઝન પૂર્ણ થઈ ગઈ છે.  શિયાળાની સીઝન દરમ્યાન બે થી ત્રણ રાઉન્ડ સારા હતા. આ વર્ષે અલનીનોને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહેવા પામી હતી. તેમજ વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ૨૮ ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે. અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે. ત્યારે આ વર્ષે ૨૦૨૩-૨૪ માં શિયાળો ૧૫ ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.  માર્ચ મહિનાથી તાપમાન વધતું હોય છે. તેમ ૧૫ ફેબ્રુઆરીથી તાપમાનનો પારો વધવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

મુંબઈમાં શોભાયાત્રા પર પથ્થમારો થયા બાદ ૧૩ લોકોની ધરપકડ

0

મુંબઈના મીરા રોડ પર શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ પોલીસ કડકાઈથી વર્તી રહી છે. પોલીસે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા યુઝર્સને કડક ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે હવે શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું છે. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝિંગ શરૂ કર્યું હતું. મહત્ત્વનું છે કે, સોમવારે અયોધ્યામાં રામ મંદિર કાર્યક્રમ પહેલા અને પછી મીરા રોડ પર હિંસા ફાટી નીકળી હતી. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં ૧૫ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.

મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસે એક નોટ જારી કરીને તમામ સોશિયલ મીડિયાના ગ્રૂપ એડમિનને ધ્યાનમાં રાખવા કહ્યું છે કે સમાજમાં શાંતિ જાળવવા માટે, તેઓ મીરા રોડમાં બનેલી ઘટના સાથે સંબંધિત કોઈપણ અર્થહીન માહિતી ફોરવર્ડ ન કરે. સોશિયલ મીડિયા પર જોક્સ કે વીડિયો ફોરવર્ડ ન કરો. જો પોલીસના આ આદેશનો ભંગ થશે તો પોલીસ ગ્રુપ એડમિન સામે કડક કાર્યવાહી કરશે. પોલીસે પરિસ્થિતિ તરત જ કાબૂમાં લઈ ે ૧૩ જણની ધરપકડ કરી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં કોઈપણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેને કડક સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરીને અન્ય આરોપીઓની ઓળખ શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

૨૪ જાન્યુઆરી, ૨૦૨૪/ બુધવારના આજના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃષભઃ

મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય.પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ

માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

‌સિંહઃ

તમામ ક્ષેત્રે આનંદ, ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ

મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.  આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ ‌

શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણી શીલતાંનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃ‌શ્ચિકઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ

માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજી‍ંગ, કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ

આદ્યાત્મિકતા વધે.સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ

ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

રામલીલાના હનુમાન પાત્ર ભજવતા અભિનેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ

0

હરિયાણાના ભિવાનીમાંથી એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રામલીલાના મંચ દરમિયાન હનુમાનનું પાત્ર ભજવી રહેલા હરીશ મહેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. કેટલાક સમય સુધી લોકો આ અકસ્માતને સમજી પણ શક્યા ન હતા. ત્યારબાદ તેને તરત જ ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. શહેરના જવાહર ચોક ખાતે એક સામાજિક સંસ્થા દ્વારા રામના રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હનુમાનજીની પૂજા કરી રહેલા હરીશ મહેતાએ રામજીના ચરણોમાં નમતાની સાથે જ પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

અયોધ્યામાં રામલલાના અભિષેકના દિવસે શહેરમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હનુમાનનું પાત્ર ભજવી રહેલા કલાકારને અચાનક હાર્ટ એટેક આવ્યો અને રામનું પાત્ર ભજવી રહેલા કલાકારના પગમાં જ કલાકારનું મૃત્યુ થયું. આ દરમિયાન ત્યાં હાજર લોકો સમજી ગયા કે, હનુમાનનું પાત્ર ભજવતા હરીશ મહેતા અભિનય કરી રહ્યા છે, તેથી તેઓ અભિનય સમજીને તાળીઓ પાડતા રહ્યા.
લાંબા સમય સુધી શ્રોતાઓ માનતા હતા કે હનુમાન હજુ પણ પૂજા કરી રહ્યા છે. પરંતુ જ્યારે સ્ટેજ પર હાજર લોકોએ તેને ઊંચકવાનો પ્રયાસ કર્યો તો તે ઉઠ્યો નહીં. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના પરિવારજનોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મૃતક હરીશ વીજળી વિભાગમાંથી જેઈ પદ પરથી નિવૃત્ત થયો હતો. તે છેલ્લા ૨૫ વર્ષથી હનુમાનનું પાત્ર ભજવી રહ્યો હતો. કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે સ્ટેજિંગ દરમિયાન તેઓ રામજીના ચરણોમાં નમ્યા પરંતુ ઉભા થઈ શક્યા નહીં. તેને આંચલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ ત્યાં સુધીમાં તેણે જીવ ગુમાવ્યો હતો.

પંજાબ, હરિયાણા અને હિમાચલમાં EDના દરોડા, ૧૮થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે સવારે પંજાબ, હરિયાણા અને હિમાચલના કેટલાક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ખોટા રિફંડ લેવાના કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના ભાગ રૂપે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડીની ટીમો ચંદીગઢ, મોહાલી અને પંચકુલા અને હિમાચલ પ્રદેશમાં પણ દરોડા પાડી રહી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ઈડીની ટીમે ૧૮ વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.  આ દરોડા હુડામાં કથિત રૂ. ૭૦ કરોડના નકલી રિફંડ કૌભાંડ સંબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે. હુડા હવે ‘હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી’ તરીકે ઓળખાય છે. હુડાના ઓછામાં ઓછા છ અધિકારીઓ ઈડીના રડાર પર છે.

બીજી તરફ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિભાગ સાથે સંબંધિત ભ્રષ્ટાચારનો મામલો પણ હિમાચલ સાથે જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલના સોલન અને બદ્દી સ્થળોએ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘણા સરકારી અધિકારીઓ અને કેટલાક નિવૃત્ત અધિકારીઓ સહિત ખાનગી આરોપીઓના લોકેશન પર EDની કાર્યવાહી ચાલુ છે. કરોડો રૂપિયાના ખોટા રીતે રિફંડ લેવાની આ ઘટના છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસમાં હરિયાણાની ઘણી રિયલ એસ્ટેટ સંબંધિત કંપનીઓ અને અધિકારીઓ રડાર પર છે.

આ પણ વાંચો :-

આસામમાં ભારત જોડો ન્યાય યાત્રામાં પોલીસ અને કાર્યકરો સાથે ઘર્ષણ

0

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામ પહોંચી છે. આ યાત્રામાં આજે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું કારણ કે પોલીસે કોંગ્રેસના લગભગ ૫૦૦૦ કાર્યકરોને ગુવાહાટી શહેરમાં જવા માટે અટકાવ્યા હતા. તેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યું હતું, કોંગ્રેસીઓના હોબાળા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યાના સમાચાર પણ મળી રહ્યા છે. પોલીસ કાર્યવાહીમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો ઘાયલ પણ થયા છે.

આસામ પોલીસનું કહેવું છે કે જો ન્યાય યાત્રા શહેરમાં જશે તો ટ્રાફિક વ્યવસ્થાને અસર થશે. પ્રશાસને રેલીને નેશનલ હાઈવે પર જવાનો નિર્દેશ આપ્યો છે. જે શહેરની ફરતે રિંગ રોડ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સરમા પર યાત્રામાં અવરોધ કરવાના આરોપ લગાવી રહી છે. સરમાએ કોંગ્રેસને ઘણા જિલ્લાઓમાં ન જવા પણ સૂચન કર્યું છે.

આસામ સરકારે કહ્યું હતું કે, કોંગ્રેસે ગુવાહાટીના મુખ્ય માર્ગ પર જવાને બદલે નેશનલ હાઈવે તરફ જવું જોઈએ. કોંગ્રેસના કાર્યકરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ લેવાનું કહેવામાં આવ્યું હતું, જે ગુવાહાટીના રિંગ રોડ જેવું છે. કૂચમાં ભાગ લેનારા કોંગ્રેસના લોકોએ કહ્યું કે વહીવટીતંત્રે વાહિયાત કારણોસર ગુવાહાટીમાં પ્રવેશવાની મંજૂરી આપી નથી. આ રીતે મંગળવારે ફરી એકવાર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યાત્રાને લઈને ઘર્ષણ સર્જાયું હતું. અગાઉ સોમવારે પણ જ્યારે સંઘર્ષ શરૂ થયો હતો. કોંગ્રેસનું કહેવું છે કે, હિમંતા બિસ્વા સરમાની સરકાર રાહુલ ગાંધીની મુલાકાતથી ડરી ગઈ છે અને તેમને રોકવા માંગે છે. આસામમાં અમારી એન્ટ્રી થઈ ત્યારથી દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી સતત અમારા કાફલા પર હુમલા કરી રહ્યા છે. આ માટે ગુંડાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-

ચીનમાં મોડી રાત્રે ૭.૨ની તીવ્રતાના ભૂકંપની આંચકા

0

ચીનમાં સોમવારે મોડી રાત્રે કિર્ગિસ્તાન અને શિનજિયાંગ વચ્ચેના સરહદી વિસ્તારમાં ૭.૦૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦૨ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ વિસ્તારમાં ૮૦ કિલોમીટરની ઊંડાઈએ હતું.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું, “ચીનના દક્ષિણ ઝિંજિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર રહ્યું હતું. ભૂકંપની તીવ્રતા ૭.૦૨ રહી હતી. લેટીટ્યૂડ ૪૦.૯૬ અને લંબાઇ ૭૮.૩૦, ઊંડાઇ ૮૦ કિમી રહી હતી.”

ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે મંગળવાર સવારે ચીનના પશ્ચિમી શિનજિયાંગ વિસ્તારમાં એક અંતરિયાળ ભાગમાં ૭.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક સમય અનુસાર રાત્રે બે વાગ્યા પછી અક્સૂ પ્રાન્તમાં વુશૂ કાઉન્ટીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ પછી કેટલીક વખત ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ માપવામાં આવી હતી.

આ પણ વાંચો :-

મિઝોરમમાં સૈનિકોને એરલિફ્ટ કરવા આવેલું મ્યાનમારનું વિમાન ક્રેશ

0

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં લેંગપુઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. મિઝોરમની રાજધાની આઈઝોલ નજીક લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન મ્યાનમારથી સૈનિકોને એરલિફ્ટ કરવા માટે આવ્યું હતું.

મ્યાનમારના બળવાખોરોના હુમલામાં બચી ગયેલા સૈનિકોને લેવા માટે આવેલું વિમાન લેંગપુઈ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી જઈને ખાડમાં પડી ગયું હતું, જેના કારણે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય ૧૨ને સામાન્ય ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં બળવાખોરો અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. બળવાખોરો ભારે પડ્યા ત્યારે લગભગ ૧૦૦ સૈનિકો ત્યાંથી ભારતીય સરહદ પરના મિઝોરમના લ્વાંગતલાઈ જિલ્લામાં આવી ગયા હતા. આ વિમાન તે સૈનિકોને પરત લેવા માટે આવ્યું હતું.

શરુઆતી રિપોર્ટ્સમાં જણાવવામા આવ્યું છે કે મ્યાનમાનરમાં સેના અને વિદ્રોહિયો વચ્ચે લડાઈ ચાલી રહી છે, જેના કારણે સૈનિક ભાગીને મિઝોરમના લાંગ્ટલાઈ જિલ્લામાં દાખલ થઈ ગયા. આ સૈનિકોને લેવા માટે વિમાન ભારતમાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

૨૩ જાન્યુઆરી, ૨૦૨૪/ આજ મંગળવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધંધામાં પ્રગતિના યોગ રહશે , જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

‌મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું ‌િમશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

‌સિંહઃ

સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહાકર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતા આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ

મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે.

રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકે પાંચ લોકોને ભોગ લીધો

0

ગુજરાતના રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકથી પાંચ લોકોના મૃત્યુ થયા છે. જેમાં રીબડાના કારખાનામાં યુવાન, જસદણનાં ખડવાવડીમાં આધેડ, નવાગામમાં મુળ બંગાળના યુવકનું અને રણુજાનગર કવાર્ટરમાં એક મહિલા અને અવધના ઢાળીયા પાસે આધેડનો સમાવેશ થાય છે. રાજકોટનાં રણુજાનગરમાં રહેતા દયાબેન હકાભાઈ સોરાણી નામના મહિલા ગઈકાલે લાપાસરી ગામે મનોજભાઈની વાડીએ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. તેમના પરિવારે જણાવ્યું હતું કે, દયાબેનને બે મહિનાથી તાવ આવતો હતો તેમની સિવિલની દવા ચાલુ હતી તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેમને હાર્ટએટેક આવ્યાની શક્યતા છે.

બીજા બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે નવાગામમાં રહેતો છોટાન જતાભાઈ ડોલાવ મુળ બંગાળી યુવક મોડીરાત્રે ત્રણેક વાગ્યે બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. રાજકોટના કાલાવડ રોડ ઉપર અવધના ઢાળીયા પાસે આવેલ પરિશ્રમ કો.ઓપ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા ભુપત બ્રહ્મજાદવ રાજપૂતને રાત્રે સૂતા બાદ આજે વહેલી સવારે તેના પરિજનોએ ઉઠાડતા તેઓ જાગ્યા ન હતા જેથી તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને હાર્ટ એટેકથી મૃત જાહેર કર્યા હતા.

જસદણના ખડવાવડીમાં રહેતા ખોડા બિજલભાઈ મેર નામનો આધેડ વાડીએ કામ કરતાં કરતાં અચાનક બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ લઈ જવાતાં ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. તેમને સંતાનમાં બે દીકરા ચાર દીકરી છે. પોતે એક ભાઈ બે બહેનમાં નાના હતાં. ઉપરોકત ચારેય વ્યક્તિનાં હાર્ટએટેકથી મોત નિપજતાં અરેરાટી મચી ગઈ છે. રીબડા હાઈવે પર આવેલા કારખાનામાં મજુરી કરતા મુળ બિહારના ધનંજયકુમાર અવતારામ યાદવ નામના યુવકનું છાતીમાં દુઃખાવો ઉપડતાં તેમનું મોત નિપજ્યું હતું. પોતે ત્રણ ભાઈ અને એક બહેનમાં નાનો હતો અને તેમજ સંતાનમાં બે દીકરા એક દીકરી છે. પોતે દોઢ મહિનાથી અહિં કામ કરવા આવ્યો હતો.

આ પણ વાંચો :-