મુંબઈમાં શોભાયાત્રા પર પથ્થમારો થયા બાદ ૧૩ લોકોની ધરપકડ

Share this story

મુંબઈના મીરા રોડ પર શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ પોલીસ કડકાઈથી વર્તી રહી છે. પોલીસે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા યુઝર્સને કડક ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે હવે શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું છે. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝિંગ શરૂ કર્યું હતું. મહત્ત્વનું છે કે, સોમવારે અયોધ્યામાં રામ મંદિર કાર્યક્રમ પહેલા અને પછી મીરા રોડ પર હિંસા ફાટી નીકળી હતી. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં ૧૫ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.

મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસે એક નોટ જારી કરીને તમામ સોશિયલ મીડિયાના ગ્રૂપ એડમિનને ધ્યાનમાં રાખવા કહ્યું છે કે સમાજમાં શાંતિ જાળવવા માટે, તેઓ મીરા રોડમાં બનેલી ઘટના સાથે સંબંધિત કોઈપણ અર્થહીન માહિતી ફોરવર્ડ ન કરે. સોશિયલ મીડિયા પર જોક્સ કે વીડિયો ફોરવર્ડ ન કરો. જો પોલીસના આ આદેશનો ભંગ થશે તો પોલીસ ગ્રુપ એડમિન સામે કડક કાર્યવાહી કરશે. પોલીસે પરિસ્થિતિ તરત જ કાબૂમાં લઈ ે ૧૩ જણની ધરપકડ કરી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં કોઈપણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેને કડક સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરીને અન્ય આરોપીઓની ઓળખ શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-