આસામમાં ભારત જોડો ન્યાય યાત્રામાં પોલીસ અને કાર્યકરો સાથે ઘર્ષણ

Share this story

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામ પહોંચી છે. આ યાત્રામાં આજે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું કારણ કે પોલીસે કોંગ્રેસના લગભગ ૫૦૦૦ કાર્યકરોને ગુવાહાટી શહેરમાં જવા માટે અટકાવ્યા હતા. તેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યું હતું, કોંગ્રેસીઓના હોબાળા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યાના સમાચાર પણ મળી રહ્યા છે. પોલીસ કાર્યવાહીમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો ઘાયલ પણ થયા છે.

આસામ પોલીસનું કહેવું છે કે જો ન્યાય યાત્રા શહેરમાં જશે તો ટ્રાફિક વ્યવસ્થાને અસર થશે. પ્રશાસને રેલીને નેશનલ હાઈવે પર જવાનો નિર્દેશ આપ્યો છે. જે શહેરની ફરતે રિંગ રોડ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સરમા પર યાત્રામાં અવરોધ કરવાના આરોપ લગાવી રહી છે. સરમાએ કોંગ્રેસને ઘણા જિલ્લાઓમાં ન જવા પણ સૂચન કર્યું છે.

આસામ સરકારે કહ્યું હતું કે, કોંગ્રેસે ગુવાહાટીના મુખ્ય માર્ગ પર જવાને બદલે નેશનલ હાઈવે તરફ જવું જોઈએ. કોંગ્રેસના કાર્યકરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ લેવાનું કહેવામાં આવ્યું હતું, જે ગુવાહાટીના રિંગ રોડ જેવું છે. કૂચમાં ભાગ લેનારા કોંગ્રેસના લોકોએ કહ્યું કે વહીવટીતંત્રે વાહિયાત કારણોસર ગુવાહાટીમાં પ્રવેશવાની મંજૂરી આપી નથી. આ રીતે મંગળવારે ફરી એકવાર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યાત્રાને લઈને ઘર્ષણ સર્જાયું હતું. અગાઉ સોમવારે પણ જ્યારે સંઘર્ષ શરૂ થયો હતો. કોંગ્રેસનું કહેવું છે કે, હિમંતા બિસ્વા સરમાની સરકાર રાહુલ ગાંધીની મુલાકાતથી ડરી ગઈ છે અને તેમને રોકવા માંગે છે. આસામમાં અમારી એન્ટ્રી થઈ ત્યારથી દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી સતત અમારા કાફલા પર હુમલા કરી રહ્યા છે. આ માટે ગુંડાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-