પંજાબ, હરિયાણા અને હિમાચલમાં EDના દરોડા, ૧૮થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન

Share this story

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે સવારે પંજાબ, હરિયાણા અને હિમાચલના કેટલાક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ખોટા રિફંડ લેવાના કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના ભાગ રૂપે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડીની ટીમો ચંદીગઢ, મોહાલી અને પંચકુલા અને હિમાચલ પ્રદેશમાં પણ દરોડા પાડી રહી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ઈડીની ટીમે ૧૮ વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.  આ દરોડા હુડામાં કથિત રૂ. ૭૦ કરોડના નકલી રિફંડ કૌભાંડ સંબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે. હુડા હવે ‘હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી’ તરીકે ઓળખાય છે. હુડાના ઓછામાં ઓછા છ અધિકારીઓ ઈડીના રડાર પર છે.

બીજી તરફ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિભાગ સાથે સંબંધિત ભ્રષ્ટાચારનો મામલો પણ હિમાચલ સાથે જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલના સોલન અને બદ્દી સ્થળોએ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘણા સરકારી અધિકારીઓ અને કેટલાક નિવૃત્ત અધિકારીઓ સહિત ખાનગી આરોપીઓના લોકેશન પર EDની કાર્યવાહી ચાલુ છે. કરોડો રૂપિયાના ખોટા રીતે રિફંડ લેવાની આ ઘટના છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસમાં હરિયાણાની ઘણી રિયલ એસ્ટેટ સંબંધિત કંપનીઓ અને અધિકારીઓ રડાર પર છે.

આ પણ વાંચો :-