Home Blog Page 835

વડોદરાના હરણી હોનારત મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો

0

હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. જેમાં ૧૦ આરોપીઓ હજુ ફરાર છે. ત્યારે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાઇ ગયો છે. જેમાં 18 સામે ફરિયાદ બાદ પરેશ શાહનું નામ ઉમેરાયું હતું.

વડોદરાની હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિકમાં ગયા હતા.આ દરમિયાન હરણી તળાવમાં બોટિંગ કરતી વખતે ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડવામાં આવતા બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી. જેથી પાણીમાં ડૂબી જતાં ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષિકાઓના મોત થયા હતા. જ્યાર બાદ એક SIT ની રચના કરવામાં આવી હતી. આ મામલે પોલીસને મળી સફળતા છે. કોટિયા પ્રોજેક્ટ પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસના સકંજામાં આવી ગયો છે.

ઘટનામાં અત્યાર સુધી પોલીસે કુલ ૯ આરોપીઓને ઝડપ્યા છે. તેમજ હરણી દુર્ઘટનાના ૧૦ આરોપીઓ હજુ ફરાર છે. વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત ૧૪ ના મોત મામલે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. પરેશ શાહની ધરપકડ થતા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાઈ શકે છે. બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ૧૨ માસૂમ બાળક અને ૨ શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.

તેલંગાણામાં ACBના દરોડામાં મળી ૧૦૦ કરોડની સંપત્તિ, અધિકારી છે કે ધનકુબેર?

0

તેલંગાણામાં એક સરકારી અધિકારી ઝડપાયો છે, જે ઓફિસર નહીં પણ કાળા નાણાનો ‘કુબેર’ નીકળ્યો છે. જી હા, તેલંગાણામાં દરોડામાં એક અધિકારીના ઘરેથી ખજાનો મળી આવ્યો છે, જેને જોઈને દરોડા પાડવા ગયેલી ટીમ પણ આશ્ચર્યમાં મુકાઇ ગઈ હતી. હકીકતમાં, તેલંગાણામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે હૈદરાબાદના શહેરી આયોજન વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર શિવ બાલકૃષ્ણના ઘર પર દરોડો પાડ્યો હતો. આ સંદર્ભે ACBની ૧૪ ટીમોએ એક સાથે બાલકૃષ્ણના ઘર, ઓફિસ અને સંબંધીઓના ઘરે સર્ચ કરીને બજાર કિંમત મુજબ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર સંપત્તિ જપ્ત કરી છે.

તેલંગાણામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે રાજ્ય સરકારના અધિકારી શિવ બાલકૃષ્ણના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે દિવસભર ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન ટીમ ૧૦૦ કરોડ કરતા પણ વધુ રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢવામાં સફળ રહી હતી. આ દરોડા આજે પણ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એસીબીને શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ લાંબા સમયથી ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી હતી. એસીબીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.

એસીબીના અધિકારીઓને શિવ બાલકૃષ્ણની પાસેથી ૪૦ લાખ રોકડ, બે કિલો સોનું, ૬૦ મોંધી ઘડિયાલો, ૧૦ લેપટોપ, ૧૪ સ્માર્ટફોન અને બેનામી સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત ટીમને ઘરમાંથી નોટો ગણવાનું મશીન પણ મળ્યું હતું. હાલમાં તપાસ એજન્સી બાલકૃષ્ણના બેંક લોકર અને અન્ય બેનામી સંપત્તિની પણ તપાસ કરી રહી છે. શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ પહેલા શિવ બાલકૃષ્ણ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

રામમંદિરની આબેહુબ પ્રતિકૃતિ અને હીરા જડીત મુગુટનુ સુરતમા નિર્માણ, રામલલ્લાનો શુભ સંકેત હશે

0
  • મંદિરની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરનાર ડી.ખુશાલભાઇ જ્વેલર્સના દિપક ચોકસીને કલ્પના પણ નહોતી કે યોગી આદિત્યનાથ તેમને ‘‘સ્ટેટ ગેસ્ટ’’નો દરજ્જો આપશ
  • દિપક ચોકસીને મંદિરની પ્રતિકૃતિ બનાવવાનો વિચાર આવ્યો હતો અને ત્રણ માસ પહેલા આયોધ્યામાં યોગી આદિત્યનાથ સાથે પ્રથમ મુલાકાત હતી
  • યોગી આદિત્યનાથે દિપક ચોકસી અને ટીમને મંદિર પરિસર, નિર્માણકાર્ય સહિતની મુલાકાત કરાવી પ્રતિકૃતિમા રામલલ્લાની મૂર્તિ મુકવાનુ સુચન કર્યું હતું
  • સુરતના ‘ગ્રીન લેબ’ ના હીરાના વેપારી મુકેશ પટેલને પણ અચાનક વિચાર આવ્યો હતો અને લગભગ ૧૧ કરોડનો સાડાચાર કિલો વજનનો હીરા, માણેક, પન્ના જડીત મુગુટ રામલલ્લાને અર્પણ કરીને સુરતને ગૌરવ અપાવ્યું કદાચ આ રામલલ્લાની ઇચ્છા હશે
  • પ્રતિકૃતિ તૈયાર થઇ ત્યારે ખુદ દિપક ચોકસી અચંબિત થઇ ગયા હતા, આ પ્રતિકૃતિ વડાપ્રધાન મોદી અને મોહન ભાગવતને ભેટ કરવામાં આવી ત્યારે ચોકસી પરિવાર ગૌરવ મહેસુસ કરી રહ્યું હતું
 અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્સવ સાથે સુરત પણ આ ઘટનાના વણાઇ ગયું હતું આમ સમગ્ર ઘટનાક્રમ સાથે સુરતનો મોટો હિસ્સો રહ્યો હતો. દેશભરમાં ભગવાન રામના ચિત્ર સાથે ફરકતી કરોડો ધજાઓ સુરતમાં બની હતી અને પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્સવ પૂર્વે દેશ અને વિદેશના કેટલાક શહેરોમા ફરકતી થઇ ગઇ હતી પ્રતિષ્‍ઠા મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતને ભેટ આપવામાં આવેલી ભગવાન રામના મંદિરની આબેહુબ ચાંદીમા બનાવેલી પ્રતિકૃતિ સુરતના પ્રતિષ્‍ઠીત ડી.ખુશાલભાઇ જ્વેલર્સમાં તૈયાર કરવામાં આવી હતી.
આ મંદિરની પ્રતિકૃતિ અને ભગવાન રામલલ્લાના મંદિર વચ્ચે રતીભર પણ તફાવત નથી. જ્યારે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન રામલલ્લાને સોનાનો હીરા, માણેક જડીત લગભગ ૧૧ કરોડની કિંમતનો મુગુટ પણ સુરતના જ ડાયમંડના ઉદ્યોગકાર, વેપારી મુકેશ પટેલ પરિવારે અપર્ણ કર્યો હતોનિર્માણ‌ાધિન રામમંદિરની આબેહુબ પ્રતિકૃતિ બનાવવાનો ડી. ખુશાલભાઇ જ્વેલર્સના માલિક દિપક ચોકસીને ઘણાં લાંબા સમય પહેલા વિચાર આવ્યો હતો. દિપક ચોકસીને હંમેશા કઇક નવું કરતા રહેવાની આદત છે. તેમના મનમસ્તિકમાં હંમેશા કેઇકને કંઇક ચાલતુ રહે છે પરંતુ રામમંદિર બનાવવાનો તેમનો વિચાર ચમત્કારીક બની જશે એવી તેમણે પણ કલ્પના કરી નહોતી પરંતુ વિચાર આવ્યો તો તે દિશામા પ્રયાણ પણ કર્યું લગભગ ચાર માસ પહેલા તેઓ અયોધ્યા પહોચ્યા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ વિચાર મુકવા સાથે પોતે કલ્પનાથી બનાવેલી મંદિરની પ્રતિકૃતિ યોગી આદિત્યનાથને બતાવતા તેઓ ખૂબ જ પ્રભાવિત થઇ ગયા હતા.
અલબત દિપક ચોકસી પુત્ર દિપનો યોગી આદિત્યનાથ સાથેની પહેલી મુલાકાત હતી પરંતુ યોગી આદિત્યનાથ એટલા બધા પ્રભાવિત થઇ ગયા હતા કે તેમણે પોતાના અધિકારીઓની આખી ટીમ દિપક ચોકસી સાથે મંદિરના ચાલી રહેલા બાંધકામના સ્થળે મોકલી આપી હતી. જ્યાં કોઇને પગ મુકવાની પણ મંજુરી નહોતી ત્યાં દિપક ચોકસી અને અધિકારીઓનો કાફલો મંદિર સ્થળે ખુંદી રહ્યા હતા.
યોગી આદિત્યનાથે દિપક ચોકસીને ઉત્તરપ્રદેશ સરકારના ‘સ્ટેટ ગેસ્ટ’ બનાવશે એવું દિપક ચોકસી વિચારી શકવા પણ સક્ષમ રહ્યા નહોતા આગળ પાછળ પોલીસના વાહનોનો કાફલો સાથે સનદી અધિકારીઓ દિપક ચોકસીને ગાઇડ કરી રહ્યા હતા. આ બધા માટે દિપક ચોકસી પોતાનો અહોભાવ પણ પ્રગટ કરી શક્યા નહોતા.
દિપક ચોકસી તથા કારીગરોએ રામમંદિર નિર્માણની ઘટનાનુ નિરીક્ષણ કરવા સાથે મંદિરની ડિઝાઇન મુજબ આબેહુબ પ્રતિકૃતિ બનાવવાની મનમાં ગાંઠવાળી લીધી હતી. ખરેખર તો દિપક ચોકસી માટે આ એક પ્રકારની કસોટી હતી. યોગી આદિત્યનાથે મંદિરની પ્રતિકૃતિમા ભગવાન રામલ્લાની મૂર્તિ મુકવાનુ પણ સુચન કર્યું હતું. કદાચ દિપક ચોકસી કરતા યોગી આદિત્યનાથ વધુ ઉત્સાહિત હતા. તેમણે મંદિરના આર્કિટેક્ટ સોમપુરા અને મંદિરના મુખ્ય ટ્રસ્ટી ચપટલાલજી સાથે મુલાકાત કરાવી હતી. આ બધા ઘટનાક્રમ વચ્ચે દિપક ચોકસીના દિલ અને દિમાગ હલી ગયા હતા.
તેમણે દૃઢ નિશ્ચય સાથે સુરતની વાટ પકડી અેક બે નહીં છ છ કારીગરોને રામલલ્લાના મંદિરની આબેહુબ નહી પરંતુ અદભૂત પ્રતિકૃતિનુ નિર્માણ કરવા કામે લગાડી દીધા હતા. માત્રને માત્ર હસ્તકલાનો ઉપયોગ અને લગભગ ત્રણ કિલો ચાંદીનો ઉપયોગ કરીને મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ખુદ દિપક ચોકસીના આત્માને પણ સંતોષ થયો હતો. અયોધ્યામાં નિર્માણ પામેલા અને પામી રહેલા મંદિરમાં અને દિપક ચોકસીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ પ્રતિકૃતમાં અંશમાત્ર તફાવત નહોતો. આ ઉપરાંત મંદિરને સોનાથી ગોલ્ડ પ્લેટેડ કરવામાં આવતા મંદિરની દિવ્યતા ઝળહળી ઉઠી હતી અને મંદિરની પ્રતિકૃતિ જ્યારે યોગી આદિત્યનાથને સુપ્રત કરવામાં આવી ત્યારે તેઓ ગદગદીત થઇ ગયા હતા. દિપક ચોકસીનો પુત્ર દિપ અને ટીમના સભ્યો મંદિરની પ્રતિકૃતિ સુપ્રત કરવા અયોધ્યા ગયા હતા.
રામલ્લાના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતને મંદિરની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી ત્યારે આ દૃષ્‍ય જોઇને દિપક ચોકસી પરિવાર મળેલા અવસર બદલ ધન્યતા અનુભવી રહ્યો હતો. કદાચ રામલલ્લાની ઇચ્છાના કારણે જ આ શક્ય બન્યું હશે એવું ચોક્કસ કહી શકાય. ઉત્તરપ્રદેશના ‘સ્ટેટ ગેસ્ટ’ બનવાની કલ્પના બહારની ઘટના અંગે દિપક ચોકસી આજે પણ વિચારી શકતા નથી!
ડો. ખુશાલભાઇ એન્ડ સન્સના નામથી ઓળખાતી પેઢીના માલિક દિપક ચોકસી પરિવાર જુનાગઢના નવાબીકાળથી જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ભારતની પરંપરાગત જવેલરી અને હસ્તકલાના ઘરેણા માટે ખૂબજ જાણીતા છે. પુરાતન કાળની જવેલરી મેળવવા માટે અનેક લોકો દિપક ચોકસીને શોધતા આવે છે. ૨૦૧૧ના વર્ષમા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએજ સુરતમાં ડો. ખુશાલભાઇ જવેલર્સનુ ઉદ્ધાટન કર્યું હતુ. ધાર્મિક પ્રતીમાઓ મંદિરના આભુષણો અને સોના ચાંદીની હસ્તકલાની જવેલરી બનાવવામાં દિપક ચોકસીની વિશેષ ખાસીયત છે. ખાસ કરીને વડાપ્રધાન જેવા મહાનુભાવોને કોઇ વિશેષ ગીફટ આપવાની હોય ત્યારે લોકો દિપક ચોકસીને અચુક યાદ કરે છે. તેમના શો-રૂમ્સમાં એક એકથી ચઢિયાતી જવેલરી અને ગીફ્ટ આર્ટીકલ્સની હારમાળા જોવા મળે છે.
અયોધ્યામાં રામલલ્લાના મંદિરનુ નિર્માણકાર્ય શરૂ કરાયુ તે દિવસથી દિપક ચોકસી કંઇક અદ્‍ભૂત કરવા માંગતા હતા પરંતુ કલ્પના બહારનુ અદ્‍ભૂત થઇ જશે તેવું દિપક ચોકસીએ વિચાર્યુ પણ નહોતું.
‌દરમ્યાન રામલલ્લાના મંદિર સાથે સુરતને સાંકળતી આવી જ એક ઘટનામાં સુરતના હીરાના ઉદ્યોગપતિ ‘‘ગ્રીન લેબ’’ વાળા મુકેશ પટેલને પણ અનાયાસે રામલલ્લાને હીરા, પન્‍ના, માણેક જડીત સોનાનો મુગુટ ભેટ આપવાની ઇચ્છા પ્રગટ થઇ હતી.રામ લલ્લાની બાળ સ્વરૂપ મૂર્તિ તૈયાર થઇ ગયાના ગણતરીના દિવસોમાં મુકેશ પટેલે મનમાં પ્રગટ થયેલો વિચાર અલમાં મુકવાનું નક્કી કર્યું હતું અને રાતોરાત અયોધ્યા પહોંચીને મંદિરના ટ્રસ્ટી ચપટવાલા વગેરેને મળી રામલ્લાની મૂર્તિના મસ્તીકનુ માપ લેવાની મંજુરી મેળવી લીધી હતી અને ભગવાનના આભુષણો બનાવવાના નિષ્ણાંત કલાકસબીઓને બોલાવીને સોનાનો મુગુટ બનાવવાના કામે લગાડી દીધા હતા અને લગભગ સાડાચાર કિલો સોનું અને હીરા, માણેક, પન્ના જડીત મુગુટ તૈયાર કરી દેવાયો હતો. પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્સવના સમાપનના બીજા દિવસે મુકેશ પટેલ પરિવારે ભગવાન રામલલ્લાને લગભગ ૧૧ કરોડમાં સાકાર થયેલો મુગુટ અપર્ણ કરીને ધન્યતા અનુભવી હતી.
અયોધ્યામાં ભગવાન રામલલ્લાના મંદિરનું નિર્માણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા વખતે સુરતમાં જ્વેલર્સ દિપક ચોકસી ‘‘ગ્રીનલેબ’’ ડાયમંડના મુકેશ પટેલને સાવ અનાયાસે આવેલા વિચાર પાછળ ચોક્કસ કોઇ શુભ સંકેત હશે. આ બન્ને પૈકી કોઇએ પણ કોઇ સંકલ્પ કર્યો નહોતો કે આગોતરું આયોજન પણ નહોતુ. પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્સવ વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કાળચક્ર બદલાઇ રહ્યું છે મતલબ સમય બદલાઇ રહ્યો છે.

૨૫ જાન્યુઆરી, ૨૦૨૪/ ગુરુવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ અને ધંધામાં પ્રગતિ થાય, જુઓ તમારા રાશિ ભવિષ્ય કેવો રહશે ?

0

મેષઃ

આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પ‌િરવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ

આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ

આવકનું પ્રમાણ વધે. આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ

નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યાકાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીનાક્ષેત્રે નોધપાત્ર વધારો થાય.

કન્યાઃ

આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીયક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ

કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીયક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવંુ. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ

જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ

માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીયક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ

જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી ‌મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો, યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ

શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

BKUના પ્રવક્તા રાકેશ ટિકૈતએ આપ્યું આ મોટું નિવેદન

0

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક આવેદન આપીને મહાપંચાયતનું સમાપન કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈતે સરકારને ઘેરતા કહ્યું કે સરકાર ખેડૂતોને નબળા પાડવાનું કામ કરી રહી છે. મહા પંચાયતમાં શેરડીના ભાવ, મફત વીજળી વગેરે જેવા ખેડૂતોના મુદ્દાને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રાકેશ ટિકૈતના નેતૃત્વમાં મહાપંચાયત ખેડૂતોની વિવિધ માંગણીઓ અંગે એડીએમ પ્રશાસનને મુખ્ય પ્રધાનના નામે એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. રાકેશ ટિકૈતે સરકારને ઘેરતા કહ્યું કે સરકાર ખેડૂતોને નબળા પાડવાનું કામ કરી રહી છે. મહાપંચાયતમાં શેરડીના ભાવ, મફત વીજળી વગેરે જેવા ખેડૂત મૈત્રીપૂર્ણ મુદ્દાઓ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢીશું. આ સિવાય યુનાઈટેડ કિસાન મોરચા (SKM)ના આહ્વાન પર ૧૬ ફેબ્રુઆરીએ ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. ખેડૂતો પણ આ બંધના એલાનમાં જોડાશે. અમે દુકાનદારોને ૧૬મી ફેબ્રુઆરીએ તેમની દુકાનો ન ખોલવાની પણ અપીલ કરી હતી. આ ઉપરાંત બેરોજગારી, MSP ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે.

આ પછી ખેડૂતોની અનેક માંગણીઓને લઈને મુખ્યમંત્રીના નામે એડીએમ વહીવટીતંત્રને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે પીન્ના હાઈવે પર અંડરપાસ કે બ્રિજ બનાવવાને લઈને ખેડૂતો ઘણાં સમયથી વિરોધ કરી રહ્યા છે જેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. આ સિવાય શેરડીનો ભાવ ૪૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરતા ઓછો સ્વીકારાશે નહીં. આ ઉપરાંત મફત વીજળીની જાહેરાત છતાં પણ ખેડૂતોને બિલ ભરવા પડે છે અને નવા કનેક્શન પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. ખેડૂતોને ડીઝલ, સાધનો, ખાતર અને બિયારણ પર છૂટની વ્યવસ્થા હોવી જોઈએ.

આ પણ વાંચો :-

સીતા આઇ.ટી. એક્સ્પોમાં રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યુટે ‘AI’ કોર્સનું પ્રદર્શન કર્યું

0

સુરતના વનિતા વિશ્રામ મેદાન ખાતે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડીયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેક્નોલોજિસ્ટ એસોસિએશન (સીતા) આયોજિત આઇ.ટી. એક્સ્પોમાં ‘નેક્સ્ટ ઝેન ટેક્નોલોજી‘ અંતર્ગત રજુ કરાયેલા કોર્સેસ માંથી ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ કોર્સનું પ્રદર્શન અને તેને વિસ્તૃત સમજવા માટે વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ દેખાયો હતો. આ એક્સ્પોમાં યુવા પ્રતિભાઓને આવનારા ભવિષ્યમાં એડવાન્સ આઇ.ટી. ક્ષેત્ર તેમજ વિવિધ ટેકનોલોજીઓની સ્પર્ધામાં ટકી આત્મનિર્ભર રહેવા પ્રોત્સાહન હેતુ ‘નેક્સ્ટ ઝેન ટેક્નોલોજી‘ ના અન્ય આઇ.ટી. કોર્સેસનું પણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં AR/VR, Data Science, AI/ML અને ITA CS+ જેવા એડવાન્સ કોર્સેસનો સમાવેશ થાય છે.

આધુનિકતા અને સ્કિલ ધરાવતા યુવાનો ની આજે ગ્લોબલ સ્તરે લેવાઈ રહેલી નોંધ તેમજ ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી આઇ.ટી. અને ટેક્નોલોજી ક્ષેત્રે વધી રહેલી માંગનો પ્રભાવ અનેક વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા તેમજ આઇ.ટી. ક્ષેત્રે એડવાન્સ લર્નિંગ અને સ્કિલફૂલ બનાવવાની દિશામાં કાર્યરત રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડીયા એજ્યુકેશન સંસ્થા દ્વારા’નેક્સ્ટ ઝેન ટેક્નોલોજી’ અંતર્ગત વિવિધ કોર્સેસ એક્સ્પો માં પ્રદર્શિત કર્યા હતા. જેમાંથી બહુ ચર્ચિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ  નો પાયથોન કોર્સ વિદ્યાર્થીઓને પાયથોન પ્રોગ્રામિંગ અને AI/MLના ક્ષેત્રમાં તેની એપ્લિકેશન્સમાં મજબૂત પાયો પૂરો પાડવા માટે રચાયેલ છે. આ કોર્સનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને AI/ML અલ્ગોરિધમનો અમલ કરવા, લોકપ્રિય પુસ્તકાલયો અને ફ્રેમવર્ક સાથે કામ કરવા અને પાયથોનનો ઉપયોગ કરીને વ્યવહારુ AI/ML ઉકેલો વિકસાવવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવાનો છે.

આ ઉપરાંત ITA CS+ (IT Administrator & Cyber Security) કોર્સ કે જે મોબાઈલ, ઈન્ટરનેટ, બેન્કિંગ, મની ટ્રાન્સફર જેવા અન્ય કોઈપણ ડિજિટલ વ્યવહાર માટે જવાબદાર મૂળભૂત 5 પરિબળો એટલે કે Hardware, Network, Server, Cloud & Security જેના થકી આપણે સ્થળ, સમય અને ડર વગર સરળ વ્યવહાર કરી શકીએ છીએ,જેનો અભ્યાસ જ મૂળભૂત રીતે ITA CS+ Specialist કહેવાય છે. તેમજ Data Science કોર્સ એ બહુ-શાખાકીય ક્ષેત્ર છે, જે વ્યવસાયો માટે અર્થપૂર્ણ આંતરદૃષ્ટિ મેળવવા ગણિત, સ્ટેટ્સ, અને કમ્પ્યુટર એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં ડેટાનું વિશ્લેષણ કરી આંતરદૃષ્ટિ વ્યવસાયોને ઑપરેશન ઑપ્ટિમાઇઝ કરવા અને સ્પર્ધાત્મક ધાર મેળવવા માટે સક્ષમ બનાવે છે.

આ પણ વાંચો :-

કેનેડામાં મજૂરોને લઇને ઉડાન ભર્યાની મિનિટોમાં જ વિમાન ક્રેશ, ૬ લોકોના મોત

0

કેનેડાથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં ખાણ શ્રમિકોને લઈ જતું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટમાં ક્રેશ થઇ ગયું હતું. માહિતી અનુસાર સવારે ૦૯:૦૦ વાગ્યાની આજુબાજુ આ દુર્ઘટના થઇ હતી.

નોર્થવેસ્ટર્ન એર નામની કંપની દ્વારા સંચાલિત થતું જેટસ્ટ્રીમ ટ્વીન ટર્બોપ્રોપ એરલાઇનર પ્લાને ફોર્ટ સ્મિથમાં રનવે પૂરો થતાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ બચ્યો છે જો કે તે પણ ગંભીર રીતે ઘાયલ થયેલો છે. નોર્થવેસ્ટર્ન એરએ ખુલાસો કરતા કહ્યું હતું કે અમારી સાથે બનેલી આ ઘટના ખુબજ દુર્ભાગ્યપૂર્ણ હતી. આ ફ્લાઇટ કામદારોને ખાણમાં લઈ જતી ચાર્ટર ફ્લાઇટ હતી. હાલમાં ફોર્ટ સ્મિથ રનવે પરથી ઉપડનારી તમામ ફ્લાઈટોને બુધવાર સુધી રોકીને તપાસ શરૂ કરવામાં આવી છે.

કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની તપાસ માટે એક ટીમ તહેનાત કરી છે. આ ટીમ રનવે અને ઘાયલ વ્યક્તિ પાસેથી શક્ય તેટલી માહિતી એકઠી કરીને રિપોર્ટ આપશે. નોર્થ વેસ્ટ ટરિટરીઝ પ્રીમિયર સિમ્પસને દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે હું ફોર્ટ સ્મિથની બહાર આજે ક્રેશ થયેલા નોર્થવેસ્ટર્ન એર પ્લેનમાં સવાર થયેલા લોકોના પરિવારો, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું, સિમ્પસને કહ્યું.

આ પણ વાંચો :-

આજે થી અયોધ્યામાં રાત્રે ૧૧ વાગ્યા સુધી રામ ભક્તો દર્શન કરી શકશે

0

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ મોટી સંખ્યામાં ભક્તો રામ લલ્લાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ગઈ કાલે લગભગ ૫ લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા, આ દરમિયાન મંદિર પરિસરમાં અરાજકતાના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ-વહીવટી તંત્રએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ગઈકાલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VVIP લોકોને ૧૦ દિવસ બાદ આવવાની અપીલ કરી છે.

મંગળવારે ૬ લાખ શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. ભીડને કારણે સ્થિતિ એવી બની કે ખુદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અયોધ્યા પહોંચવું પડ્યું હતું. થોડા કલાકોમાં જ વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. આજે બુધવારે સવારથી રામ મંદિરમાં રામલલાના દર્શન માટે ભક્તોને એક પછી એક મોકલવામાં આવી રહ્યા છે.

યુપી સરકારે કહ્યું કે VVIP મહેમાનો ૧૦ દિવસ સુધી અયોધ્યા ન આવે. જો તમે આવો તો વહીવટીતંત્ર અથવા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરીને આવવા વિનંતી છે. જેથી કરીને વધુ સારી સુવિધા આપી શકાય. અત્યારે ભીડ ઘણી વધારે છે.ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે. સવારે લાંબી કતારો લાગી હતી, પરંતુ અડધા કલાકમાં જ ભક્તો રામલલાના દર્શન કરી રહ્યા હતા. એક બાજુથી લોકો જઈ રહ્યા છે અને બીજી બાજુથી લોકો દર્શન કરીને પાછા આવી રહ્યા છે. ગઈકાલની સરખામણીએ આજે વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રામજન્મભૂમિ પથ પર માત્ર ભક્તોને જ જવા દેવામાં આવે છે.

આ પણ વાંચો :-

આસામ રાઇફલ્સના જવાને પોતાના જ સૈનિકો પર કર્યુ ફાયરિંગ, ૬ લોકો ઈજાગ્રસ્ત

0

દક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં ૬ જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના આસામ રાઈફલ્સ બટાલિયનના કેમ્પસમાં બની હતી, જ્યાં મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું હતું.

માહિતી અનુસાર હુમલો કરનાર જવાન કુકી સમુદાયનો હતો. જેનું ઈજાને લીધે મોત નીપજ્યું હતું. એવો પણ ઘટસ્ફોટ થયો છે કે હુમલાખોરને મૈતેઈ સમુદાયથી કોઈ લેવા દેવા નથી અને તે મણિપુરનો રહેવાસી પણ નહોતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. જો કે તેણે આ ગોળીબારની ઘટનાને કેમ અંજામ આપ્યો તેના વિશે પણ હજુ કોઈ માહિતી નથી. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

માહિતી અનુસાર હુમલો કરનાર જવાન કુકી સમુદાયનો હતો. જેનું ઈજાને લીધે મોત નીપજ્યું હતું. એવો પણ ઘટસ્ફોટ થયો છે કે હુમલાખોરને મૈતેઈ સમુદાયથી કોઈ લેવા દેવા નથી અને તે મણિપુરનો રહેવાસી પણ નહોતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. જો કે તેણે આ ગોળીબારની ઘટનાને કેમ અંજામ આપ્યો તેના વિશે પણ હજુ કોઈ માહિતી નથી. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

નર્મદ યુનિવર્સિટીમાં રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ

0

અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશભરના લોકો ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરના ૫૦૦ વર્ષના ઇતિહાસ અંગે વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા કોર્સની ફી ૧૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે અને આ કોર્સ નો સમયગાળો ૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે. દેશમાં આ પ્રથમવાર હશે જ્યારે રામ મંદિરના ઈતિહાસ પર કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત ૧૨ વર્ષથી વધુ ઉંમરનો કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા ના જણાવ્યા અનુસાર, અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે હાલ જ ભગવાન શ્રીરામના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થાય છે.આ ઐતિહાસિક ક્ષણના દેશભરના લોકો સાક્ષી બન્યા છે. જે બદલ સમગ્ર સનાતન ધર્મ અને હિન્દુ સમુદાય ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યું છે. ભગવાન શ્રીરામ અને તેમના મંદિર પાછળના ઇતિહાસ અને થયેલા આંદોલનો અંગેની જાણકારી લોકોને મળી રહે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર નામના કોર્સની શરૂઆત કરવામાં આવી છે.આ કોર્સ બાર વર્ષથી લઈ મોટી વય સુધીના કોઈ પણ નાગરિક કરી શકે છે.

આ કોર્સ નો સમયગાળો 30 કલાકનો છે અને તેની ફી ૧૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે.  આ કોર્સમાં ૫૦૦ વર્ષના ઇતિહાસના બાબરી મસ્જિદથી વિવાદિત ભાગ સુધીની સમગ્ર યાત્રા, ભગવાન શ્રી રામની સમગ્ર યાત્રા અને ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટના આદેશ સુધીની માહિતી સામેલ રહેશે. આ કોર્સમાં શરૂઆતથી લઈ ૨૨ જાન્યુઆરી સુધીની યાત્રાનો સમાવેશ થાય છે. તે સમગ્ર સમાજને ઈતિહાસના રૂપમાં હકીકતથી વાકેફ કરવાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ કોર્સ વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિચાર્યું હતું તેમ અમે સમગ્ર ભારતમાં પ્રથમવાર ૧૦,૦૦૦ વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની રામ જન્મભૂમિના ઇતિહાસ પરનો આ સંપૂર્ણ પ્રમાણપત્ર કોર્સ શરુ કરવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો :-