Home Blog Page 834

મહિલા પોલીસકર્મીએ ABVPની પ્રદર્શનકારી વિદ્યાર્થીનીનો વાળથી ખેંચી, લોકો ભડક્યાં

0

હૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટીની જમીનની ફાળવણીના વિરોધ દરમિયાન સ્કૂટર પર સવાર એક પોલીસ કર્મચારીએ ABVPની પ્રદર્શનકારી વિદ્યાર્થીનીનો પીછો કરીને તેને વાળથી ખેંચી હતી. જેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્કૂટર પર સવાર બે મહિલા પોલીસકર્મીઓ એક છોકરીનો પીછો કરી રહી છે અને પાછળ બેઠેલી મહિલા તેને વાળથી ખેંચી રહી છે, જેના કારણે છોકરી નીચે પડે છે અને પીડાથી રડવા લાગે છે. પ્રોફેસર જયશંકર તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિદ્યાર્થી ગ્રુપ દ્વારા હાઇકોર્ટના બાંધકામ માટે યુનિવર્સિટીની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન આ ઘટના બની હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂટર પર સવાર બે મહિલા પોલીસકર્મીઓ એક મહિલા દેખાવકારનો પીછો કરી રહી છે અને પાછળ બેઠેલી મહિલા પોલીસકર્મી તેના વાળ ખેંચી રહી છે જેના કારણે તે મહિલા દેખાવકાર નીચે પડી ગઈ હતી. તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિદ્યાર્થી જૂથ દ્વારા હાઇકોર્ટના નિર્માણ માટે યુનિવર્સિટીની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન આ ઘટના બની હતી.

BRS નેતા કે. કવિતાએ આ ઘટનાની નિંદા કરી છે અને માનવ અધિકાર પંચને સંડોવાયેલા લોકો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા વિનંતી કરી છે. MLCએ ટ્વિટર પર પોસ્ટ કરી લખ્યું કે, તેલંગાણા પોલીસ સાથે સંકળાયેલી તાજેતરની ઘટના અત્યંત ચિંતાજનક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. એક શાંતિપૂર્ણ પ્રદર્શનકારીને ખેંચીને તેણી સાથે ઉગ્ર વર્તન કરવાને કારણે પોલીસ દ્વારા આવી આક્રમક રણનીતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. તેલંગાણા પોલીસે આવા ગેરવ્યાજબી વર્તન માટે માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો :-

યુપીના શાહજહાંપુરમાં ગાઢ ધુમ્મસના કારણે મોટી દુર્ઘટના, ૧૨ લોકોના મોત

0

યુપીના શાહજહાંપુર ગુરુવારે ટ્રક સાથે ટેમ્પો અથડાતા ૧૨ લોકોના મોત થયા હતા. ટેમ્પોમાં સવાર લોકો પૂર્ણિમાએ ગંગામાં પવિત્ર ડૂબકી લેવા જઈ રહ્યા હતા. ધુમ્મસને કારણે સામેથી આવેલી ટ્રકે ટેમ્પોને ટક્કર મારી હતી, ટેમ્પો ટ્રકમાં ફસાઈ ગયો હતો, જે બાદ ડ્રાઈવરે ટ્રકને ટેમ્પો પર ચઢાવી દીધી હતી અને હંકારી મૂકી હતી જેને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ભીષણ ટક્કર બાદ રસ્તા પર ચીસાચીસ મચી ગઈ હતી. ચીસો સાંભળીને આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાહજહાંપુરમાં અકસ્માતને લઇને દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઘાયલોને તુરંત હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળે તે માટે જિલ્લા તંત્રને જાણ કરી છે. શાહજહાંપુર જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. CMએ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, હરદોઈ ડેપોની બસ શાહજહાંપુરથી હરદોઈ જઈ રહી હતી ત્યારે ગાઢ ધુમ્મસના કારણે ડમ્પર સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

ચૂંટણીની મોસમ એ પક્ષપલટાની મોસમ ગણાય છે અને હવે ગણતરીના મહિનાઓમાં જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓને પગલે ઘણા ધારાસભ્યોના રાજીનામાના સમાચારો આવી રહ્યા છે. જો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પહેલા ભાજપમાં જ હતા, તેમને ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભામાં ચૂંટણી માટે ભાજપે ટિકીટ ન આપતા તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા. અમુક અહેવાલો મુજબ, તેમની ચૂંટણી એફિડેવિટ મુજબ તેઓ વડોદરાના સૌથી ધનિક ઉમેદવાર હતા. મુખ્યત્વે રાજપૂત વોટબેંક પર તેઓ વર્ચસ્વ ધરાવે છે. ગત ચૂંટણીમાં તેઓ ૧૪ હજાર મતોથી ચૂંટાઇ આવ્યા હતા.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ધર્મેન્દ્રસિંહે બળવો કર્યો હતો. તેમણે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામું આપતા હવે આ બેઠક પરથી ફરી પેટા ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જ હતા ત્યારે હવે ફરીથી ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું  છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમા કોરાનાના ૧૯૮ નવા કેસો, એકનું મોત

0

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૮ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૭ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૫૦,૨૪,૫૪૮ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.૧એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી ૧૨ રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.૧ના પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી સૌથી વધુ ૫૧૨ દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૩ કેસો નોંધાયા છે અને  કેરળમાં ૧૮૨ કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં ૪૭, ગુજરાતમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૧૩૮, તામિલનાડુમાં ૨૬,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં ૩૦, દિલ્હીમાં ૨૧ અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી ૫,૩૩,૪૪૨ લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૪,૮૯,૩૪૨ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૩૧૯ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૭૬૪ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૮૧ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૮ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૭,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૫૦ ટકા છે.

આ પણ વાંચો :-

ભારતના રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ, બન્યો દુનિયાનો નંબર વન ખેલાડી

0

રોહન બોપન્ના ટેનિસ ઈતિહાસમાં વિશ્વનો સૌથી વયોવૃદ્ધ નંબર ૧ ખેલાડી બન્યો ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં, તેણે અને તેના સાથી મેથ્યુ એબ્ડેને આર્જેન્ટિનાની જોડી મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીને હરાવ્યા અને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું.

ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલ મેચ આર્જેન્ટિનાના મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીની જોડી અને રોહન બોપન્ના અને મેટ એબ્ડેનની જોડી વચ્ચે રમાઈ હતી. રોહન બોપન્ના અને મેટ એબ્ડેને વિરોધી ખેલાડીઓ પર સતત પકડ બનાવી રાખી . મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીનો ૬-૪, ૭-૬ (૭-૫)થી પરાજય થયો હતો.

તમને જણાવી દઈએ કે રોહન બોપન્ના પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પહોંચ્યો છે. બોપન્ના ૨૦૦૮માં પ્રથમ વખત મેન્સ ડબલ્સ રમ્યો હતો. પરંતુ ક્યારેય ત્રીજા રાઉન્ડમાં પહોંચી શકી નથી. પરંતુ આ વખતે રોહન બોપન્નાએ શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

બોપન્ના અને મેથ્યુ ક્વાર્ટર ફાઈનલ દરમિયાન શાનદાર ફોર્મમાં હતા, જેના કારણે વિરોધી ખેલાડીઓ તેમને સારી રીતે રમી શક્યા ન હતા. તમને જણાવી દઈએ કે આ બંને યુએસ ઓપન ૨૦૨૩ મેન્સ ડબલ્સની ફાઈનલ પણ રમ્યા હતા. પરંતુ ફાઇનલમાં જીતી શકી ન હતી. અગાઉ ૨૦૧૦માં રોહન બોપન્નાએ યુએસ ઓપનની ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ તે ટાઇટલ જીતી શક્યો ન હતો.

આ પણ વાંચો :-

ઓસ્ટ્રેલિયામાં ૩ મહિલા સહિત ૪ ભારતીયોના સમુદ્રમાં ડૂબી જવાથી મોત

0

ઓસ્ટ્રેલિયામાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ડૂબી જવાથી ૪ ભારતીયોના મોત નિપજ્યાં છે. ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આ માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયાના ફિલિપ આઈલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. મહિલાઓની ઉંમર ૩૦ વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે જ્યારે પુરુષની ઉંમર લગભગ ૪૦ વર્ષની આસપાસ હતી. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા ખાતે ફિલિપ આઈલેન્ડ આવેલું છે જ્યાં આ ઘટના બની છે. કેનબેરા ખાતે ભારતીય હાઈ કમિશને આ ઘટનાની પુષ્ટિ કરી છે.

ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ઓસ્ટ્રેલિયામાં હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના. હાઈ કમિશન પીડિત પરિવારના સંપર્કમાં છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

આ દુર્ઘટના વિશે જાણકારી આપતાં ભારતીય હાઈકમીશને ટ્વિટ કરી હતી. જેમાં જણાવ્યું કે એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં ૪ ભારતીય નાગરિકોએ વિક્ટોરિયાના ફિલિપ આઈલેન્ડ પર ડૂબી જતાં જીવ ગુમાવ્યાં. એક અજાણ્યાં બીચ પર આ ઘટના બની હતી. પીડિતોના પરિવાર પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. તમામ પ્રકારની સહાય કરવા અમારી ટીમ પીડિતોના મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં છે. વિક્ટોરિયાનો ફિલિપ આઇલેન્ડ તેના ગુફાવાળા દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. અહીં દરિયાની નીચે ગુફાઓ છે, પરંતુ સ્થાનિક લોકો તેને ખતરનાક માને છે કારણ કે અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને અહીં લાઈફગાર્ડ પેટ્રોલિંગની કોઈ વ્યવસ્થા નથી.

આ દુર્ઘટના જ્યાં બની છે તે ફોરેસ્ટ કેવ્સ બીચ એ બહુ લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ છે અને સમુદ્રી ગુફાઓ માટે જાણીતું છે. જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે તરવા માટે આ જગ્યા બહુ જોખમી છે અને ભલભલા લોકો થાપ ખાઈ શકે છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ જગ્યાની સેફ્ટી અંગે સવાલ ઉઠાવ્યા છે કારણ કે આ સમુદ્રમાં કોઈ પણ વ્યક્તિ ડૂબી શકે છે. અહીં લાઈફગાર્ડ પેટ્રોલિંગ સગવડ ન હોવાથી ટુરિસ્ટોને ખાસ સાવધાન રહેવાની સલાહ અપાય છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ફિલિપ આઈલેન્ડ પર દુર્ઘટના થવાની શક્યતા વધારે છે. તેથી તેને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રચાર કરવામાં સાવધાન રહેવું જોઈએ.

આ પણ વાંચો :-

માલીમાં સોનાની ખાણ ધસી પડતાં ૭૦થી વધુ લોકોના મોત

0

માલીમાં એક મોટો અકસ્માત થયો છે. એક અહેવાલ મુજબ સોનાની ખાણ ધસી પડવાને કારણે ૭૦થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બુધવારે બની હતી. માલી વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. આ દેશ આફ્રિકામાં સોનાના મુખ્ય ઉત્પાદકોમાંનો એક છે. અહીંની સોનાની ખાણોમાં અવારનવાર ભૂસ્ખલનના કિસ્સાઓ જોવા મળે છે. છતાં આ મોંઘી ધાતુ મેળવવા માટે લોકોએ સતત સંઘર્ષ કરતાં રહે છે.

દુર્ઘટના બાદ મંત્રાલયે ખાણકામમાં રોકાયેલા કામદારોને તમામ જરૂરી સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. મંત્રાલયના પ્રવક્તા બે કોલિબેલીએ જણાવ્યું હતું કે સોનાની ખાણમાં પ્રવેશેલા કામદારોએ સલામતી અંગે જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી. કુલીબલીએ કહ્યું કે અમે અનેકવાર આ અંગે ચેતવણીઓ જારી કરી હતી. બીજી તરફ, માલી સરકારે શોકગ્રસ્ત પરિવારો અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ, માલીના માઈનિંગ સેક્ટરમાં વિદેશી સમૂહોનું વર્ચસ્વ છે. કેનેડાની બેરિક ગોલ્ડ અને બી૨ગોલ્ડ, ઓસ્ટ્રેલિયાની રિઝોલ્યુટ માઇનિંગ અને બ્રિટનની હમિંગબર્ડ રિસોર્સિસ સહિતની વિદેશી કંપનીઓ છે, જે વર્ષોથી દેશમાં પ્રવર્તી રહેલી રાજકીય અસ્થિરતા છતાં કાર્યરત છે.

માહિતી અનુસાર, માલી આફ્રિકન દેશોમાં સોનાના ઉત્પાદનના સંદર્ભમાં ત્રીજા સ્થાને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલીમાં આવી ઘટનાઓ સામાન્ય છે.ખાણિયાઓ મોટાભાગે ગેરકાયદેસર રીતે સોનાની ખાણોમાં પ્રવેશ કરે છે અને આ દરમિયાન સલામતીની સૂચનાઓનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે આવા અકસ્માતો થાય છે. માઇનિંગ ડિરેક્ટોરેટના અધિકારી બાર્થેએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળવા માટે સરકારે કડક સૂચનાઓ જારી કરવી જોઈએ. મહત્ત્વનું છે કે,  માલીના ૨૦ લાખથી વધુ લોકો એટલે કે ૧૦ ટકા વસ્તી આવક માટે ખાણકામ પર નિર્ભર છે. માલીના ખાણ મંત્રાલયનો અંદાજ છે કે દેશમાં ૮૦૦ ટન સોનાનો ભંડાર છે.

આ પણ વાંચો :-

બ્લડ કેન્સરથી પીડિત નાના બાળકને પરિવારે ગંગામાં ડૂબાડતા મોત

0

હરિદ્વારમાં અંધશ્રદ્ધાને કારણે ૫ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. દિલ્હીમાં રહેતા પરિવારના ૫ વર્ષાનાં બાળકને પરિવારજનોએ જ ગંગાનદીના પાણીમાં ડુબાડ્યો હતો, જેને કારણે તેનું મોત થયું હતું. હરિદ્વારના હરકી પાઈડી ખાતે બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બાળકના મૃત્યુ અંગે માહિતી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીથી એક પરિવાર બ્લડ કેન્સરથી પીડિત ૫ વર્ષના બાળક સાથે અહીં આવ્યો હતો. બાળકની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ડોકટરે જવાબ આપી દીધા બાદ, અંધવિશ્વાસમાં આવીને પરિવાર ૫ વર્ષના બાળક સાથે ગંગામાં સ્નાન કરવા હરિદ્વાર પહોંચ્યો હતો. પરિવાર માનતો હતો કે ગંગા નદી બાળકને સાજો કરી શકે છે. પોલીસ આ કેસના દરેક પાસાઓની તપાસમાં વ્યસ્ત છે.

પોલીસે જણાવ્યું કે બાળકના માતા-પિતા અને તેની કાકીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પરિવારને ટેક્સીમાં બેસાડીને દિલ્હીથી હરિદ્વાર લઈ ગયેલા ડ્રાઈવરે જણાવ્યું કે પરિવારના સભ્યો બાળક સાથે તેની કારમાં બેઠા ત્યારથી બાળક ખૂબ જ બીમાર દેખાઈ રહ્યો હતો અને હરિદ્વાર આવે ત્યાં સુધીમાં બાળકની તબિયત ઘણી બગડી ગઈ હતી. ટેક્સી ડ્રાઈવરના કહેવા પ્રમાણે, પરિવારના સભ્યો બાળકની તબિયત બગડવાની અને તેને ગંગામાં સ્નાન કરાવવાની વાત કરી રહ્યા હતા.

આ પણ વાંચો :-

જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ ભવ્ય હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું: ASI રિપોર્ટ

0

જ્ઞાનવાપી મસ્જિદના ASI રિપોર્ટને લઈને હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને અનેક દાવાઓ કર્યા છે. ગુરુવારે તેમણે ASI સર્વેનો રિપોર્ટ સાર્વજનિક કર્યો અને કહ્યું કે- રિપોર્ટમાં સામે આવ્યું છે કે જ્ઞાનવાપીમાં પહેલા હિન્દુ મંદિર હતું.

જ્ઞાનવાપી મસ્જિદના ASI રિપોર્ટને લઈને હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને અનેક દાવાઓ કર્યા છે. ગુરુવારે તેમણે ASI સર્વેનો રિપોર્ટ સાર્વજનિક કર્યો અને કહ્યું કે- રિપોર્ટમાં સામે આવ્યું છે કે જ્ઞાનવાપીમાં પહેલા હિન્દુ મંદિર હતું. તેમણે કહ્યું કે- જિલ્લા જજના નકલ વિભાગ કાર્યાલયે તેમણે જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં કુલ પેજની સંખ્યા ૮૩૯ બતાવવામાં આવી રહી છે. આ રિપોર્ટને લઈને ગુરુવારે વિષ્ણુ શંકરે પ્રેસ કોન્ફરન્સ કરી.

કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદનું ASI સર્વે કરાયો હતો. ૧૮ ડિસેમ્બરે ASIએ જિલ્લા જજની અદાલતે પોતાના રિપોર્ટ સોંપ્યો હતો. જે બાદ હિન્દુ પક્ષે માગ કરી હતી કે સર્વે રિપોર્ટની કોપી બંને પક્ષને સોંપવામાં આવશે. જેના પર બુધવારે ૨૪ જાન્યુઆરી ૨૦૨૪નાં રોજ જિલ્લા કોર્ટે તમામ પક્ષોના સર્વે રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા હતા.

GPR સર્વે પર ASIએ કહ્યું કે- એમ કહી શકાય છે કે અહીં એક મોટું ભવ્ય હિન્દુ મંદિર હતું, હાલના ઢાંચાની પહેલા એક મોટું હિન્દુ મંદિર હતું. ASI મુજબ વર્તમાન જે ઢાંચો છે તેની પશ્ચિમી દીવાલ પહેલાના મોટા હિન્દુ મંદિરનો ભાગ છે. અહીં પર એક પ્રી એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે તેની ઉપર જ બનાવાઈ છે.

હિન્દુ પક્ષે વધુ રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે- મસ્જિદના પિલર્સ અને પ્લાસ્ટરનો થોડા મોડિફિકેશન કર્યા બાદ મસ્જિદ માટે ફરીથી ઉપયોગ કરાયો છે. હિન્દુ મંદિરના સ્તંભને થોડો ઘણો બદલીને નવા ઢાંચા માટે ઉપયોગ કરાયો છે. પિલર પરની કોતરણીને મિટાવવાના પ્રયાસ કરાયા છે. અહીં ૩૨ એવા શિલાલેખ મળ્યા છે જે જૂના હિન્દુ મંદિરના છે. દેવનાગરી ગ્રંથતેલુગુ કન્નડના શિલાલેખ મળ્યા છે.

હિન્દુ પક્ષના વકીલે કહ્યું કે- મહામુક્તિ મંડપ જે ઘણો જ મહત્વપૂર્ણ શબ્દ છે જે તેના શિલાલેખમાં મળ્યો છે. સર્વે દરમિયાન એક પથ્થર મળ્યો શિલાલેખ મળ્યો જેનો તૂટેલો ભાગ પહેલાથી ASIની પાસે હતો. પહેલાના મંદિરના પિલરને ફરીથી ઉપયોગ કરાયો છે. તહેખાનામાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી છે, જેણે તહેખાનાની નીચે માટીથી દબાવી દેવાઈ હતી. પશ્ચિમી દીવાલ હિન્દુ મંદિરનો જ ભાગ છે જે સંપૂર્ણપણે સ્પષ્ટ છે. ૧૭મી શતાબ્દીમાં હિન્દુ મંદિરને તોડવામાં આવ્યું અને તેના વિધ્વંસ બાદના કાટમાળથી જ વર્તમાન ઢાંચાને બનાવાયો. મંદિરના પિલરને રેસ્ક્યૂ કરાયા છે.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમા કોરાનાના ૧૯૮ નવા કેસો, એકનું મોત

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો

મેરી કોમ કર્યું નિવૃત્તિના સમાચારોનું સ્પષ્ટતા, કહ્યું : હજુ સન્યાસ લીધો નથી

0

ભારતની મહાન બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બુધવારે પોતે નિવૃત્તિ લે છે. એવી વાત કરીને હોબાળો મચાવી દીધો હતો. પરંતુ હવે મેરી કોમે વધુ એક નિવેદન આપીને સ્પષ્ટતા કરી હતી કે તેના નિવૃત્તિના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેણે કોઈ નિવૃત્તિ લીધી નથી.

એવી માહિતી મળી હતી કે તેણે આ નિર્ણય તેની ઉંમરને ધ્યાનમાં રાખીને લીધો છે. પરંતુ ભારતની સ્ટાર મહિલા બોક્સરે આ સમાચારને નકારી કાઢ્યા છે. જો કે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર કોઈપણ બોક્સર પછી તે પુરુષ હોય કે સ્ત્રી માત્ર ૪૦ વર્ષની ઉંમર સુધી કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. અને મેરી કોમ હાલમાં ૪૧ વર્ષની છે. મેરી કોમ વિશ્વની એકમાત્ર બોક્સર છે જે ૬ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે.

વર્ષ ૨૦૧૮માં, મણિપુર સરકારે મેરી કોમને તેમના અસાધારણ પ્રદર્શન માટે ‘મીથોઈ લીમા’ ના બિરુદથી સન્માનિત કર્યા હતા. તેમને પદ્મ ભૂષણ, પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને અન્ય ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના જીવન પર આધારિત હિન્દી બાયોપિક ફિલ્મ ‘મેરી કોમ’ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી, જેમાં પ્રિયંકા ચોપરાએ મેરી કોમનું પાત્ર ભજવ્યું હતું.

૨૦૧૨ ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ, મેરી કોમે તેના ત્રીજા બાળકને જન્મ આપ્યો, જે પછી તે ફરી એકવાર બ્રેક પર ગઈ. આ પછી તેણીએ પુનરાગમન કર્યું, પરંતુ દિલ્હીમાં આયોજિત ૨૦૧૮ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં યુક્રેનની હેના ઓખોટા સામે ૫-૦થી વિજય નોંધાવ્યો. એક વર્ષ પછી, તેણીએ તેણીનો આઠમો વર્લ્ડ કપ મેડલ જીત્યો, જે કોઈપણ પુરુષ અથવા સ્ત્રી બોક્સર દ્વારા મેળવેલા સૌથી વધુ મેડલ છે.

આ પણ વાંચો :-