ઓસ્ટ્રેલિયામાં ૩ મહિલા સહિત ૪ ભારતીયોના સમુદ્રમાં ડૂબી જવાથી મોત

Share this story

ઓસ્ટ્રેલિયામાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ડૂબી જવાથી ૪ ભારતીયોના મોત નિપજ્યાં છે. ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આ માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયાના ફિલિપ આઈલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. મહિલાઓની ઉંમર ૩૦ વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે જ્યારે પુરુષની ઉંમર લગભગ ૪૦ વર્ષની આસપાસ હતી. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા ખાતે ફિલિપ આઈલેન્ડ આવેલું છે જ્યાં આ ઘટના બની છે. કેનબેરા ખાતે ભારતીય હાઈ કમિશને આ ઘટનાની પુષ્ટિ કરી છે.

ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ઓસ્ટ્રેલિયામાં હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના. હાઈ કમિશન પીડિત પરિવારના સંપર્કમાં છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

આ દુર્ઘટના વિશે જાણકારી આપતાં ભારતીય હાઈકમીશને ટ્વિટ કરી હતી. જેમાં જણાવ્યું કે એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં ૪ ભારતીય નાગરિકોએ વિક્ટોરિયાના ફિલિપ આઈલેન્ડ પર ડૂબી જતાં જીવ ગુમાવ્યાં. એક અજાણ્યાં બીચ પર આ ઘટના બની હતી. પીડિતોના પરિવાર પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. તમામ પ્રકારની સહાય કરવા અમારી ટીમ પીડિતોના મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં છે. વિક્ટોરિયાનો ફિલિપ આઇલેન્ડ તેના ગુફાવાળા દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. અહીં દરિયાની નીચે ગુફાઓ છે, પરંતુ સ્થાનિક લોકો તેને ખતરનાક માને છે કારણ કે અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને અહીં લાઈફગાર્ડ પેટ્રોલિંગની કોઈ વ્યવસ્થા નથી.

આ દુર્ઘટના જ્યાં બની છે તે ફોરેસ્ટ કેવ્સ બીચ એ બહુ લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ છે અને સમુદ્રી ગુફાઓ માટે જાણીતું છે. જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે તરવા માટે આ જગ્યા બહુ જોખમી છે અને ભલભલા લોકો થાપ ખાઈ શકે છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ જગ્યાની સેફ્ટી અંગે સવાલ ઉઠાવ્યા છે કારણ કે આ સમુદ્રમાં કોઈ પણ વ્યક્તિ ડૂબી શકે છે. અહીં લાઈફગાર્ડ પેટ્રોલિંગ સગવડ ન હોવાથી ટુરિસ્ટોને ખાસ સાવધાન રહેવાની સલાહ અપાય છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ફિલિપ આઈલેન્ડ પર દુર્ઘટના થવાની શક્યતા વધારે છે. તેથી તેને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રચાર કરવામાં સાવધાન રહેવું જોઈએ.

આ પણ વાંચો :-