મહિલા પોલીસકર્મીએ ABVPની પ્રદર્શનકારી વિદ્યાર્થીનીનો વાળથી ખેંચી, લોકો ભડક્યાં

Share this story

હૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટીની જમીનની ફાળવણીના વિરોધ દરમિયાન સ્કૂટર પર સવાર એક પોલીસ કર્મચારીએ ABVPની પ્રદર્શનકારી વિદ્યાર્થીનીનો પીછો કરીને તેને વાળથી ખેંચી હતી. જેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્કૂટર પર સવાર બે મહિલા પોલીસકર્મીઓ એક છોકરીનો પીછો કરી રહી છે અને પાછળ બેઠેલી મહિલા તેને વાળથી ખેંચી રહી છે, જેના કારણે છોકરી નીચે પડે છે અને પીડાથી રડવા લાગે છે. પ્રોફેસર જયશંકર તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિદ્યાર્થી ગ્રુપ દ્વારા હાઇકોર્ટના બાંધકામ માટે યુનિવર્સિટીની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન આ ઘટના બની હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂટર પર સવાર બે મહિલા પોલીસકર્મીઓ એક મહિલા દેખાવકારનો પીછો કરી રહી છે અને પાછળ બેઠેલી મહિલા પોલીસકર્મી તેના વાળ ખેંચી રહી છે જેના કારણે તે મહિલા દેખાવકાર નીચે પડી ગઈ હતી. તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિદ્યાર્થી જૂથ દ્વારા હાઇકોર્ટના નિર્માણ માટે યુનિવર્સિટીની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન આ ઘટના બની હતી.

BRS નેતા કે. કવિતાએ આ ઘટનાની નિંદા કરી છે અને માનવ અધિકાર પંચને સંડોવાયેલા લોકો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા વિનંતી કરી છે. MLCએ ટ્વિટર પર પોસ્ટ કરી લખ્યું કે, તેલંગાણા પોલીસ સાથે સંકળાયેલી તાજેતરની ઘટના અત્યંત ચિંતાજનક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. એક શાંતિપૂર્ણ પ્રદર્શનકારીને ખેંચીને તેણી સાથે ઉગ્ર વર્તન કરવાને કારણે પોલીસ દ્વારા આવી આક્રમક રણનીતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. તેલંગાણા પોલીસે આવા ગેરવ્યાજબી વર્તન માટે માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો :-