Home Blog Page 833

અરૂણ યોગીરાજ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ બદલાઈ ગઈ છે રામ લલ્લાની મૂર્તિ જાણો કેમ ?

0

અયોધ્યા ખાતે રામ લલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન વિનાવિઘ્ને પાર પડ્યો હતો. ભવ્ય અને એકદમ દિવ્ય કહી શકાય એવા મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થઇ ગયા છે. ૨૨મી જાન્યુઆરીનો દિવસ ભારતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાઈ ચૂક્યો છે.

આ સમગ્ર સમારોહ દરમિયાન દેશભરમાંથી લોકો દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ હવે રામ લલ્લાની મૂર્તિને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. મૂર્તિકાર અરુણ યોગી દ્વારા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એવો દાવો કર્યો છે કે મંદિરમાં સ્થાપિત કર્યા બાદ મૂર્તિ બદલાઈ ગઈ છે, અને આ તેમણે બનાવેલી મૂર્તિ નથી. કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી છે.જો કે તાજેતરમાં જ અરુણ યોગીરાજે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આપેલા નિવેદનથી લોકો ચોંકી ઉઠ્યા છે. યોગીરાજે જણાવ્યુ હતું કે ‘આ મેં બનાવેલી પ્રતિમા નથી.

મૂર્તિકારના આ નિવેદન બાદ દેશભરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. પણ આજે અમે અહીંયા તમને આ દાવા પાછળની હકીકત જણાવવા જઈ રહ્યા છીએ. અરુણ યોગીરાજે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે મેં આ વાત ગર્ભગૃહમાં મારી સાથે હાજર લોકોને પણ જણાવી હતી કે આ દૈવી ચમત્કાર છે કે બીજું કંઈક, પરંતુ મૂર્તિમાં ફેરફાર થયો છે, કારણ કે આવી મૂર્તિ તો ૫મેં બનાવી જ નથી. વાત જાણે એમ છે કે મૂર્તિકાર અરુણ યોગીરાજના નિવેદનનો અર્થ થોડો અલગ હતો. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ગર્ભગૃહની બહાર મારી મૂર્તિ એકદમ અલગ જ લાગી રહી હતી પણ ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે જ મૂર્તિની આભામાં ખુબ જ ફેરફાર જોવા મળ્યા હતા અને મૂર્તિમાં જાણે ખરા અર્થમાં પ્રાણ પુરાઇ ગયા છે એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

મુંબઈથી લખનૌ જતી ફ્લાઈટમાં હંગામો, જાણો પેસેન્જરે કહ્યું?

0

મુંબઈથી લખનૌ જતી ઇન્ડિગોની ફ્લાઈટમાં હોબાળો મચી ગયો હતો જ્યારે ૨૭ વર્ષીય પેસેન્જરે કહ્યું કે, તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે. પેસેન્જરે આ વાત કરતા જ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ અને ફ્લાઈટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ ફ્લાઈટની તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ તે જાણવા મળ્યું હતું કે, ફ્લાઇટમાં કોઈ બોમ્બ છે જ નહીં. જેથી મુંબઈ પોલીસ આ પેસેન્જરની અટકાયત કરી કેસ નોંધ્યો છે.

આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ફ્લાઈટનો ફ્લાઈંગ ટાઈમ બદલાઈ ગયો હતો અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મુંબઈથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર ૬E ૫૨૬૪માં બેઠેલા એક મુસાફરે આ વાત કહી હતી.

એરપોર્ટ પોલીસે મુસાફર અયુબની અટકાયત કરી અને તેની સામે IPCની કલમ ૫૦૬(૨) અને ૫૦૫(૧)(B) હેઠળ કેસ નોંધ્યો. પોલીસે કહ્યું કે તેઓ આ એંગલથી તપાસ કરી રહ્યા છે કે મુસાફરે આવું કેમ કર્યું.

આ પણ વાંચો :-

નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી આજે રાજીનામું આપશે?

0

બિહારમાં રાજકીય ઉથલપાથલને લઈને ચાલી રહેલી અટકળો પર આજે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. બપોરે ૧ વાગ્યે આરજેડી ધારાસભ્ય દળની બેઠક છે અને ભાજપે ૪ વાગ્યે બેઠક બોલાવી છે. આ સિવાય રવિવારે સવારે ૧૦ વાગ્યે JDUની બેઠક યોજાશે. આ તમામ સંકેતો દર્શાવે છે કે આરજેડી અને જેડીયુ અલગ થઈ ગયા છે. જેડીયુના સાંસદોએ મોદી-નીતિશ ગઠબંધનને મહત્વપૂર્ણ ગણાવવાનું શરૂ કર્યું છે. જેડીયુ નેતાઓનું વલણ આરજેડી પ્રત્યે કઠોર જણાય છે. આ દરમિયાન, બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે તેજસ્વી યાદવે કહ્યું કે તેઓ બળવાને આસાનીથી નહીં થવા દે. હવે તમામની નજર નીતિશ કુમારના આગામી પગલા પર ટકેલી છે.

બિહારથી મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે જ રાજીનામું આપી શકે છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો નીતીશની સાથે હોઈ શકે છે. એવા સમાચાર છે કે નીતિશે તેમના તમામ સરકારી કાર્યક્રમો આજ માટે સ્થગિત કરી દીધા છે. નીતિશ આજે બક્સર જવાના હતા, પરંતુ નીતિશ હવે બક્સર નથી જઈ રહ્યા. દરમિયાન, કોંગ્રેસના નેતા પ્રેમચંદ મિશ્રાએ કહ્યું છે કે તેમની પાર્ટીના ધારાસભ્યોના બ્રેકઅપના સમાચાર અફવા છે. અને તેમના તમામ ધારાસભ્યો એક થઈ ગયા છે. પ્રેમચંદ મિશ્રાએ કહ્યું કે તેઓ માનતા નથી કે નીતીશ કુમાર આવું કરશે.

બિહારની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર, આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું, …બધું બરાબર છે. શંકા અને મૂંઝવણની સ્થિતિ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે… અમારી પાર્ટી ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

જેડીયુ સાંસદ સુનીલ કુમાર પિન્ટુએ કહ્યું કે બિહારના વિકાસ માટે પીએમ મોદી અને સીએમ નીતીશની જોડી જરૂરી છે. તેમણે કહ્યું કે નીતીશ કુમારને આરજેડી સાથે કામ કરવાની સ્વતંત્રતા નથી, તેથી તેઓ ભાજપ સાથે આવી રહ્યા છે અને આ વખતે ગઠબંધન કાયમ રહેશે.

આ પણ વાંચો :-

ભાજપે દિલ્હીના ૭ MLAને ૨૫-૨૫ કરોડની ઓફર, અરવિંદ કેજરીવાલના ગંભીર આરોપ

0

દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમની પાર્ટીના ૭ ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને અફવા ફેલાવી રહી છે કે એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વાર ભાજપ પર આમ આદમી પાર્ટીના વિધાન સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ૨૧ વિધાન સભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. બીજા સાથે પણ વાત ચાલુ છે. ત્યારપછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી શકો છો. ૨૫- ૨૫ કરોડ રૂપિયા અપાશે અને ભાજપમાંથીની ટિકિટ પણ મળશે.

કેજરીવાલે વધુમાં લખ્યું કે, ‘જો કે તેમનો દાવો છે કે તેમણે ૨૧ વિધાનસભ્યોનો સંપર્ક કર્યો છે, પરંતુ અમારી માહિતી અનુસાર તેમણે અત્યાર સુધી માત્ર ૭ વિધાનસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ આ ઓફરને ફગાવી દીધી છે. આનો અર્થ કથિત લિકર પોલિસી કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરી શકતા નથી, એટલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે. છેલ્લા નવ વર્ષમાં તેઓએ અમારી સરકારને તોડી પાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા. પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી. ભગવાન અને લોકોએ હંમેશા અમને ટેકો આપ્યો. અમારા તમામ વિધાનસભ્યો પણ મજબૂત રીતે અમારી સાથે છે. આ વખતે પણ આ લોકોના નાપાક ઈરાદામાં નિષ્ફળ જશે. દારૂ કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરવામાં આવી રહી નથી, પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

બિહારમાં રાજકારણ ગરમાયું, દિલ્હીમાં અમિત શાહ સહિત મોટા નેતાઓની બેઠકક

0

બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA ૨૦૨૦ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસે આજે તેમના પક્ષોની બેઠક બોલાવી છે. આરજેડીની બેઠકમાં તમામ ધારાસભ્યો, વિધાન પરિષદ અને અન્ય મોટા નેતાઓ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે પણ બેઠક બોલાવી છે. આ ઉપરાંત કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે બેઠક બાદ ભાજપ ધારાસભ્યોની સહીવાળું સમર્થન મુખ્યમંત્રી નીતીશ કુમારને સોંપી શકે છે.

દિલ્હી BJP મુખ્ય કાર્યાલયમાં આ મુદ્દે પાર્ટીના વડા જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના અન્ય નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. બિહાર મુદ્દે ચાલી રહેલી બેઠકમાં નડ્ડા અને શાહ ઉપરાંત બીએલ સંતોષ, વિનોદ તાવડે પણ હાજર છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ શરૂ થવામાં હવે ૨ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર કઈ દિશામાં જાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ સાથે જ સમાચાર બહાર આવ્યા છે કે ઘણા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. પટના ડીએમ ડૉ.ચંદ્રશેખર સિંહને જીવિકાના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવવામાં આવ્યા છે. ચંદ્રશેખર સિંહને મુખ્યમંત્રીના વિશેષ સચિવનો હવાલો આપવામાં આવ્યો છે. આ સાથે ચંદ્રશેખરને અન્ય ઘણા વિભાગોનો હવાલો પણ આપવામાં આવ્યો છે. હવે પૂર્વ જેલ આઈજી ડૉ. ચંદ્રશેખર સિંહની જગ્યાએ કપિલ અશોકને પટનાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા છે. સીએમ નીતિશ કુમારે તેમના નિવાસસ્થાને તમામ વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે, જેમાં ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો. તે જ સમયે, જો આપણે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીની વાત કરીએ તો ત્યાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

બિહારમાં હાલમાં JDU પાસે 45 ધારાસભ્યો છે, BJP પાસે ૭૬ અને HAM પાસે ૪ ધારાસભ્યો છે, જે કુલ મળીને ૧૨૫ ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી ૧૨૨ના જાદુઈ આંકડા કરતાં ત્રણ વધુ છે. જો કેટલાક ધારાસભ્યો આજની બેઠકમાં ન આવે તો રસપ્રદ રહેશે, કારણ કે તો સરકાર બનાવવી નીતીશ કુમાર તેમજ એનડીએ માટે મુશ્કેલ બની શકે છે. જેડીયુ ઉપરાંત ભાજપ અને આરજેડીએ પણ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

બિહારમાં હાલમાં JDU પાસે ૪૫ ધારાસભ્યો છે, BJP પાસે ૭૬ અને HAM પાસે ૪ ધારાસભ્યો છે, જે કુલ મળીને ૧૨૫ ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી ૧૨૨ના જાદુઈ આંકડા કરતાં ત્રણ વધુ છે. જો કેટલાક ધારાસભ્યો આજની બેઠકમાં ન આવે તો રસપ્રદ રહેશે, કારણ કે તો સરકાર બનાવવી નીતીશ કુમાર તેમજ એનડીએ માટે મુશ્કેલ બની શકે છે. જેડીયુ ઉપરાંત ભાજપ અને આરજેડીએ પણ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો :-

ઓડિશામાં સ્કોર્પિયો-બે બાઇક અને ઓટો સાથે ટક્કર થતા ૭ લોકોના મોત

0

ઓડિશાના કોરાપુટ જિલ્લામાં શુક્રવારે બે બાઇક, એક ઓટોરિક્ષા, એક ટ્રેક્ટર અને એક SUV એકસાથે અથડાયા હતા. આ અકસ્માતમાં મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત બોરીગુમ્મા વિસ્તારમાં થયો હતો. ઘાયલોમાં અમુકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેને કોરાપુટની શહીદ લક્ષ્મણ નાયક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અન્ય ઘાયલોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.

છત્તીસગઢની બસ્તર સરહદ પાસે ઓડિશાના બોરીગુમા વિસ્તારમાં અકસ્માત થયો હતો. જ્યાં એક સ્કોર્પિયો જગદલપુરથી ઓડિશા જઈ રહી હતી. તે દરમિયાન સિંગલ લેન રોડ પર સ્કોર્પિયો ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી તે સમયે પહેલા સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ એક ઓટો સાથે અથડાઈ અને ફરી પાછી અન્ય એક બાઇક સાથે પણ અથડાઈ હતી.

અકસ્માત બાદ સ્કોર્પિયો બાજુમાં આવેલા ખેતરમાં ઘૂસી ગઈ હતી. જ્યારે ઓટોને ટક્કર વાગતા તે પલટી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ચાર લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. ઓટોમાં કુલ ૧૫ મુસાફરો હતા. અકસ્માત બાદ સ્કોર્પિયોમાં સવાર તમામ ૫ લોકો નાસી છૂટ્યા હતા.

૨૭ જાન્યુઆરી, ૨૦૨૪/ શનિવારના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ-શોખ, આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યનાં કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઈક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યનાં કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ

નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેનાં કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારનાં સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઈસ્ક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઈ-બહેનોનાં વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતનાં વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળ.ે હાડકાની સંભાળ રાખવી.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમા કોરાનાના ૧૯૮ નવા કેસો, એકનું મોત

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો

સ્વચ્છતામાં નંબર વન સુરત ગુનાખોરી નાથવામા અને ગુના ઉકેલવામાં પણ ૯૯ ટકા સિધ્ધિ સાથે દેશમાં પ્રથમ ક્રમે

0

સુરતના ૨૩મા પો.કમિ. તરીકે નિયુક્ત કરાયેલા અજયકુમાર તોમરે વિતેલા ત્રણ વર્ષમાં સુરતને ગુનાખોરીમાં નામશેષ કરી નાંખવા સાથે ગુના ઉકેલવામાં ૯૯ ટકા સિધ્ધિ હાંસલ કરીને અનેક ગુનેગારોને જેલમાં ધકેલી દીધા હતા

મીની ભારત ગણાતા સુરતની ૮૦ લાખની પચરંગી વસ્તી અને સામે માત્ર ૬૬૦૦નો પોલીસ સ્ટાફ છતાં અજયકુમાર તોમરે સુરતમાં કાયદો, વ્યવસ્થાની જાળવણી માટે કરેલી કામગીરી દેશભરમાં ઉદાહરણરૂપ ગણી શકાય

સુરતમાં મધરાત્રે બહેન, દિકરી એકલી પસાર થઇ શકે છે. કારણ કે પોલીસ જાગે છે. સુરતનો એક પણ ખૂણો એવો બાકી રહ્યો નથી કે જ્યાં સીસી ટીવી કેમેરા ના હોય

અજયકુમાર તોમર કવિહૃદય છે, સારા વક્તા છે સારા ટીચર પણ છે પરંતુ ગુનેગારો માટે એટલા જ ખોફનાક છે. જ્યારે સામાજિક, પારિવા‌િરક ઘટનાઓમાં સકારાત્મક મધ્યસ્થિ કરીને ગુનો દાખલ કર્યા વગર જ ઉકેલ લાવવાની તેમની કુનેહ કાબીલેદાદ રહી છે

૨૧મી સદીના બદલાયેલા સંજોગો, નાગરિકોની પોલીસ પાસેથી વધતી જતી અપેક્ષા સહિતની દ્રષ્ટિએ અજયકુમાર તોમરે આદર્શ પોલીસ અધિકારીનો અભિગમ કેવો હોવો જોઇએ તેનું જીવંત ઉદાહરણ પુરું પાડ્યું

અપવાદરૂપ પોલીસ અ‌ધિકારીઓને બાદ કરતા વ‌રિષ્ઠ પોલીસ અ‌ધિકારીના પ્રશ્ને સુરત હંમેશા નસીબદાર રહ્યું છે. ખરેખર તો આ નસીબ પાછળ સુરતીઓની ખેલદીલી, ઉદારતા કારણભૂત ગણી શકાય. કોઈને પણ સ્વીકારી લેવાનો સુરતીઓનો સ્વભાવ રહ્યો છે અને કદાચ એટલે જ અંગ્રેજોએ પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી. આઝાદી પૂર્વેના કાળમાં સુરત કેવું હશે તેની કલ્પના કરી શકાય. સુરતના તાપી ‌કિનારેથી ‌વિશ્વમાં વેપાર થતો હતો અને એટલે જ કહેવાય છે કે સુરતના દ‌રિયા‌કિનારે ‌વિશ્વના ૮૪ દેશોના વાવટા એટલે કે ધ્વજ ફરકતા હતા. મતલબ સુરત ભૂતકાળમાં પણ ભવ્ય હતું અને આજે પણ ભવ્ય છે. આઝાદી પૂર્વે સુરતની વસ્તી કેટલી હતી તેનો કોઈ ચોક્કસ અંદાજ નથી પરંતુ સુરતના વેપાર, વણજ વિશ્વમાં પથરાયેલા હતા તેનો ‌‌ઈ‌તિહાસ સાક્ષી રહ્યો છે. જાણકારોના કહેવા મુજબ સુરતના રાણીતળાવ, ભાગાતળાવ, શાહપોર, નાણાવટ અને ગોપીપુરા વગેરે ‌વિસ્તારોમાં ઘરના ઓટલા ઉપર બેસીને સોનાનો વેપાર કરવામાં આવતો હતો. એકમાત્ર સુરતમાં રીઅલ સોનું અને રીઅલ ચાંદીના તારમાંથી ભરતગુંથણની કામગીરી થતી હતી. સુરતના સોના, ચાંદીના તારથી મઢેલા વસ્ત્રો આભુષણોનો ‌વિશ્વમાં વેપાર થતો હતો!

એ જમાનામાં પણ સુરતમાં કાયદો, વ્યવસ્થાના મામલે કોઈ જ ફ‌રિયાદ નહોતી. સુરતનો આખો ઈ‌તિહાસ ઢંઢોળવામાં આવે તો ૧૯૯૨ને બાદ કરતા ભૂતકાળમાં મોટા કોમી રમખાણો કે હત્યાકાંડ થયા હોવાની ક્યાંય પણ નોંધ નથી. આ એ જ સુરત છે જ્યાં ડચ લોકોના કબ્રસ્તાનોની આજે પણ જાળવણી કરવામાં આવી રહી છે.

ખેર, ૧૯૮૧ના ૧૦માં માસમાં સુરત શહેર પોલીસ ક‌મિશનરની જગ્યા ઊભી કરવામાં આવી એ પૂર્વે સુરતમાં ડીએસપી કક્ષાના અ‌ધિકારીથી પોલીસદળનો કારભાર ચલાવવામાં આવતો હતો અને સુરતના છેલ્લા ડીએસપી તરીકે કાવસજી દારૂવાળા હતા પરંતુ આ કાવસજી દારૂવાળા પણ સુરત શહેરના પ્રત્યેક ઘર, પ‌રિવાર સાથે નાતો ધરાવતા હતા. ૧૮-૧૦-૧૯૮૧માં સુરત શહેર પોલીસના પ્રથમ ક‌મિશનર તરીકે જાંબાઝ IPS અ‌ધિકારી બી.કે. ઝાની ‌નિમણૂંક કરવામાં આવી હતી. બી.કે. ઝાને પણ સુરતીઓએ હરખભેર વધાવી લીધા હતા. ખરેખર તો સુરતમાં દારૂની હેરાફેરી ‌સિવાય કાયદો, વ્યવસ્થાના પ્રશ્ને કોઈ ‌ચિંતા કરવા જેવું ન હતું અને દારૂ સામે સુરતીઓને આજે પણ વાંધો નથી. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ સુરતીઓને ક્યારે પણ દારૂબંધી નડી નથી.

ખેર, બી.કે. ઝા પછી મનમોહન મહેતા, પી.કે. બંસલ, એન.એલ. કલમા, જે.એસ. ‌બિન્દ્રા, આર. ‌સિબ્બલ, પી.કે. દત્તા, પી.સી. પાંડે, જી.સી. રાયગર, મણીરામ, કુલદીપ શર્મા, ‌વિનીત ગુપ્‍તા, સુધીર ‌સિન્હા, આર.એમ.એસ. બ્રાર, ‌દિપક સ્વરૂપ, ‌શિવાનંદ ઝા, રાકેશ આસ્થાના, આશીષ ભા‌િટયા, સતીષ શર્મા, આર.બી. બ્રહ્મભટ્ટ અને ૨૩માં ક‌મિશનર તરીકે અજયકુમાર તોમરની ‌નિમણૂંક કરવામાં આવી હતી.

સુરત શહેર પોલીસને ક‌મિશનરેટ બનાવ્યા પછીના ૨૩ ક‌મિશનરો પૈકી પી.કે. બંસલ, પી.સી. પાંડે, કુલદીપ શર્મા, સુધીર ‌સિન્હા, રાકેશ અસ્થાના આ એવા IPS અ‌ધિકારી હતા કે જેઓ સુરતમાં ભળી ગયા હતા. સુરતની વસ્તી અને ‌વિસ્તાર ક્રમશઃ વધતાે ગયો. પોલીસ ફોર્સ અને પોલીસ મથકોની સંખ્યા વધી ગઈ, પચરંગી સુરતને મીની ભારત તરીકે ઓળખવામાં આવે છે છતાં આ એવા અ‌ધિકારીઓ હતા જેમણે જરૂર પડી ત્યાં ખાખીનો રોફ એટલે કાયદાનો ભય જરૂર દર્શાવ્યા હતો પરંતુ સરેરાશ આ અ‌ધિકારીઓએ લોકોની વચ્ચે રહીને ફરજ બજાવી હતી અને એટલે જ આજે પણ લોકો ક્યાંકને ક્યાંક વાતચીતના દોરમાં આ અ‌ધિકારીઓનો ઉલ્લેખ કરતા રહે છે કારણ આ એવા અ‌ધિકારીઓ હતા જેઓ સામા‌જિક અને પા‌રિવા‌રિક માળખાને ખૂબ નજીકથી સમજી શકતા હતા. પા‌રિવા‌રિક ‌વિવાદ કદાચ કાયદાની દૃ‌ષ્ટિએ ગુનો બનતો હોય તો પણ પ‌રિવારની ઈજ્જત બચાવવા થોડીવાર માટે કાયદાને બાજુએ મુકીને પ‌રિવારની વેદના સમજી શકતા હતા અને એટલે જ ઘર, પ‌રિવારની અંગત સમસ્યાઓનો આ અ‌ધિકારીઓ ‌હિસ્સો બનતા રહ્યા હોવાથી વધુને વધુ લોક‌પ્રિય બન્યા હતા.

આ બધાની વચ્ચે રાકેશ અસ્થાના એક જાંબાઝ IPS અ‌ધિકારી હોવા છતાં નખશીલ સુરતી બની ગયા હતા. લગભગ પ્રત્યેક સુરતીના સુખ અને દુઃખના પ્રસંગોમાં રાકેશ અસ્થાના ભાગીદાર બન્યા હતા. રાકેશ અસ્થાનાનો પોલીસદળમાં અને ગુનેગારોમાં ગજબનો ભય હતો તો લોકોમાં એટલો જ ‌વિશ્વાસ હતો. રાકેશ અસ્થાનાએ પાંચ વર્ષની લાંબી ફરજ બાદ ૨૦૧૬ના વર્ષમાં સુરત છોડ્યું હતું પરંતુ આજે પણ તેઓ સુરતનો ‌હિસ્સો બની રહ્યા છે. ગીત, સંગીત, ડાયરાના ગજબના શોખીન રાકેશ અસ્થાનાની સુરતની પ્રત્યેક મુલાકાત વખતે તેમના ‌મિત્રો, પ‌રિ‌ચિતોનો ગીત સંગીતના બહાને મેળાવડો જામતો રહે છે. બલ્કે, રાકેશ અસ્થાનાની સુરતની પ્રત્યેક મુલાકાત તેમના ચાહકો માટે ભેગા થવાનું એક બહાનું મળી જાય છે.

ખેર, રાકેશ અસ્થાના બાદ સુરતને મળેલા ક‌વિહૃદયી પોલીસ ક‌મિશનર અજયકુમાર તોમરે પણ સુરતીઓને ગજબનું ઘેલું લગાડ્યું છે. બલ્કે, એવું કહી શકાય કે ખુદ અજયકુમાર તોમર ‘નખશીખ સુરતી’ બની ગયા છે. તેમની ક‌વિતાઓમાં તેમના વકતવ્યમાં સુરતીપણાનું દર્દ નીખરી આવે છે. પહેલી નજરે લોકોને અજયકુમાર તોમર ‘ભગ્નહૃદય’ના ક‌વિ, સા‌હિત્યકાર હોવાનો અહેસાસ થઈ આવે પરંતુ અજયકુમાર તોમર વ્ય‌‌ક્તિગત અને પા‌રિવા‌રિક જીવનમાં એક ખુશહાલ વ્ય‌ક્તિત્વ છે. દુઃખ, સંકટના સમયે પણ ખુશ કઈ રીતે રહી શકાય એ જાણવા માટે ખુદ અજયકુમાર તોમર એક જીવંત ઉદાહરણ ગણી શકાય. અજયકુમાર તોમર પોતે એક મૌ‌લિક વ્ય‌ક્તિત્વ છે. કોઈપણ ‌વિષય માટે તેમણે પૂર્વ તૈયારી કરવી પડતી નથી. સ્ટેજ ઉપર ઊભા થઇ જાય છે એટલે તેમના મોઢામાંથી જાણે અસ્ખ‌લિત અને સ્વયંભૂ શબ્દો વહેતા રહે છે. તેઓ એક સારા વકતા પણ છે. એક સારા ટીચર પણ છે અને ગુનેગારો માટે એક ખૂંખાર અ‌ધિકારી પણ છે. ગુનેગારો માટે કાળ છે તો બીજી તરફ મજબૂર અને કાયદાના ચક્કરમાં ફસાઈ ગયેલા ‌નિર્દોષ લોકોનાં એટલા જ હમદર્દ છે.

સામાન્ય રીતે કોઈપણ ઘટના વખતે ન્યાય તોળવાની સૌપ્રથમ ભૂ‌મિકા પોલીસની હોય છે. અજયકુમાર તોમર પોલીસ તપાસનો લાગેવળગે છે ત્યાં સુધી એક સારા ન્યાયાધીશ પણ છે. જ્યારે પણ સુરત અને સુરતીપણાની વાત કરવામાં આવે ત્યારે તેમની આંખોમાં ગજબની ચમક જોવા મળે છે. થોડા ‌દિવસ પહેલા સુરતમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સુરત માટેની લાગણી, સુરત માટેના તેમના પ્રેમભર્યા શબ્દો નીકળી પડ્યા હતા. ‌મિટ્ટી કો ‌મિલાદે કી જુદા હો નહીં શકતા… અબ ઈસ સે જ્યાદા મૈં તેરા હો નહીં શકતા…’ આ શબ્દોમાં તેમની સુરત માટે પ્રેમની લાગણી વહેતી હતી.

લગભગ ૮૦ લાખની વસ્તીથી ફાટફાટ અને પરપ્રાંતીય વસ્તીથી ઉભરાતા સુરતમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી સાથે કાયમી શાં‌તિ જાળવી રાખવાનું કઠીન છે. સુરતની એક તરફ ‌વિશાળ દ‌રિયાકાંઠો છે. હજીરાપટ્ટીમાં આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો ધમધમી રહ્યા છે. બીજી તરફ સુરતને અડીને આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર સતત વાહનોની લાંબી લાંબી કતારો વહેતી રહે છે. સુરતથી મુંબઈ, ‌દિલ્હી અને છેક કલકત્તાને જોડતા ધોરીમાર્ગ ઉપર માત્ર વાહનો જ નહીં ગુનેગારોની જાળ ‌બિછાયેલી હોય છે અને સમજી શકાય કે આ બધાનું લક્ષ્ય સુરત જ હોઈ શકે પરંતુ નસીબ ગણો કે ગુનાખોરીને નાથવાની કુનેહ ગણો પો.ક‌મિ. અજયકુમાર તોમરના પાછલા ત્રણ વર્ષના સમયકાળમાં સુરતમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમની એકપણ ઘટના બનવા પામી નથી. માનીએ તો આને એક ચમત્કાર જ કહી શકાય એક તરફ શહેર પોલીસદળમાં ૮૦ લાખની વસ્તી સામે માત્ર ૬૬૦૦નો સ્ટાફ અને શહેરની ‌‌વિશાળ સરહદો છતાં ગુનાખોરીને ‌નિયંત્રણમાં રાખવાનું અજયકુમાર તોમરે શક્ય બનાવ્યું છે. ઘણી વખત તો પોલીસદળમાં જ ગુના‌હિત માન‌સિકતા ધરાવતા લોકો જ પોલીસવડાની આબરૂને બેઆબરૂ કરતા હોય છે. પરંતુ પો.ક‌મિ. અજયકુમાર તોમર ખાખી વર્દીમાં ગુના‌હિત માન‌સિકતા ધરાવતા લોકોને ઓળખવામાં પણ એટલા જ પારંગત છે. વળી, જાણીને નવાઈ લાગશે કે, પોલીસદળમાં ક્યારેય પણ અજયકુમાર તોમર સામે નારાજગીનો સૂર સાંભળવા મળ્યો નથી. બલ્કે, પોલીસ કોન્સ્ટેબલથી શરૂ કરીને સાથી વ‌રિષ્ઠ પોલીસ અ‌ધિકારીઓમાં અજયકુમાર તોમર પ્રત્યે સતત આદરભાવ જોવા મળે છે.

ગુનાખોરી ઉપર ‌નિયંત્રણ અને બનેલા ગુનાઓ ઉકેલીને ગુનેગારોને પકડીને સજા કરાવવામાં સુરત પોલીસની કામગીરી દેશભરમાં કાબીલેદાદ રહી હતી અને ગુના ઉકેલી ગુનેગારોને શોધી કાઢવાની કામગીરી ૯૯ ટકા સફળ રહી હતી.

ધાડ, લૂંટ, હત્યા, અપહરણના ગુનાઓનું પ્રમાણ લગભગ શૂન્ય ઉપર નીચે આવી ગયું છે. ૮૦ લાખની વસ્તી છતાં મારામારી, હુમલા, કોમી અથડામણ કે ઓર્ગેનાઈઝ્ડ ગુનાખોરીનું પ્રમાણ જાણે સાવ નેસ્તનાબુદ થઈ ગયું છે. જાણે સુરતમાં કોઈ સંતપુરૂષના આશીર્વાદ વરસી રહ્યા છે. એક તરફ સ્વચ્છતામાં સુરત દેશભરમાં નંબર વન હોવાનું ગૌરવ અનુભવી રહ્યું છે તો ગુનાખોરી નેસ્તનાબુદ કરવામાં પણ સુરત ગૌરવ અનુભવી શકે એવી ‌સ્થિ‌તિ પ્રવર્તી રહી છે.

ટેક્સટાઈલ, ડાયમંડ સ‌હિત અનેક ઉદ્યોગોથી ધમધમતા સુરત શહેરમાં ગુનાખોરી સંપૂર્ણ ‌નિયંત્રણમાં હોય એવું કઈ રીતે શક્ય બની શકે પરંતુ આ શક્ય હોવાનું પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. અાજના તબક્કે સુરત એક એવું શહેર છે કે મધરાત્રે પણ કોઈ એકલી યુવતી કોઈપણ પ્રકારના ભય વગર સુરતના માર્ગો ઉપરથી પસાર થઈ શકે છે. કારણ સુરત પોલીસ જાગે છે. પૂર્વ પો. ક‌મિ. અસ્થાનાએ સુરતના માર્ગો ઉપર સી.સી. કેમેરા લગાવવાની શરૂઆત કરી હતી. આ યોજના અજયકુમાર તોમરે આગળ વધારીને શહેરની પ્રત્યેક શેરી મહોલ્લા સુધી લંબાવી છે. સુરતનો છેવાડાનો ખૂણો પણ કેમેરા મારફતે પોલીસની નજર હેઠળ જોડાઈ ગયો છે. સુરત શહેરને જોડતા તમામ માર્ગો ઉપર પણ ઠેરઠેર સી.સી. કેમેરા સતત ૨૪ કલાક નજર રાખી રહ્યા છે. વળી, રાતના અંધારામાં પણ ગુનાખોરી આચરવાનું શક્ય નથી. સુરત પોલીસ ક‌મિશનરની કચેરીમાં ‌વિરાટ સ્ક્રીન ઉપર શહેરભરમાં થતી પ્રત્યેક ‌હિલચાલની નોંધ લેવા સાથે ઘટનાઓનું સતત રેકોર્ડીંગ થતું રહે છે અને ઘણા ‌કિસ્સાઓમાં તો લોકો ફોન કરે ત્યાર પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હોય છે. સુરત પોલીસ સામાજીક સમસ્યાઓ ઉકેલવામાં પણ અનેક વખત મધ્ય‌સ્થી કરતી જોવા મળે છે! આવું બધુ જાણી-સાંભળીને નવાઈ લાગે પરંતુ સુરત શહેર પોલીસદળના વડાની તપસ્યાનું આ પ‌રિણામ કહી શકાય.

આજે સુરતનો પ્રત્યેક નાગ‌રિક સુરતની સુખદ કાયદો-વ્યવસ્થાની પ‌રિ‌સ્થિ‌તિની અનુભૂ‌‌તિ કરતો હશે. ‌વિતેલા વર્ષોનો બારકાઈથી અભ્યાસ કરવામાં આવે તો લોકોની જાન, ‌મિલકતની સલામ‌તિમાં વધારો થયો છે એવું લગભગ પ્રત્યેક નાગ‌રિક દાવા સાથે કહી શકશે.

પોલીસ ક‌મિશનર અજયકુમાર તોમર આગામી ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ‌નિવૃત્ત થઈ રહ્યા છે. સુરતીઓના ‌દિલ અને ‌દિમાગમાંથી ક્યારેય પણ તેઓ ‌‌નિવૃત્ત થઈ શકશે નહીં. અજયકુમાર તોમરે માત્ર એક પોલીસ અ‌ધિકારી તરીકે ફરજ બજાવી નથી પરંતુ અ‌ધિકારીથી આગળ વધીને સુરતના લોકો માટે તેમણે ઘણું ઘણું કર્યું છે અને તેમણે કરેલા કાર્યો ઈ‌તિહાસની ઘટનાઓમાં નોંધપાત્ર બની રહેશે.

અજયકુમાર તોમરે ગુનાખોરી રોકવા અને આધુનિક ગુનાખોરી સામે લોકોને, નવી પેઢીના બાળકોને અને એકલવાયું જીવન જીવતા સિનિયર નાગરિકોને જાગૃત કરવાનું અભિયાન ચલાવીને સાયબર ગુનાખોરી રોકવાનો કરેલો પ્રયોગ સફળ પુરવાર થયો હતો, જેના કારણે અનેક લોકોમાં સાયબર ગુનાખોરી સામે જાગૃતતા આવી હતી.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમા કોરાનાના ૧૯૮ નવા કેસો, એકનું મોત

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો

૨૬, જાન્યુઆરી, ૨૦૨૪/ આજે સર્વાર્થ સિદ્દી યોગ, વૃષભ સહિત ૫ રાશિને થશે ઐશ્વર્ય અને ધન પ્રાપ્તિ, જુઓ આજનું રાશિફળ

0
મેષ

મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય, પરિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલેન્સ વધતુ જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યાર બાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભ

આવક જળવાય, મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

મિથુન

સરળ અને સિધ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

કર્ક

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.
‌

સિંહ

આવક-ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નોનાે સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યા

સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલા

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારૂ રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃ‌‌શ્ચિક

આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારી આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ જણાય.
ધન

માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક કરવા. મહત્વના નિર્ણયો મુલતવી રાખવી. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકર

આત્મવિશ્વાસ તથા ખંચમાં વૃધ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઇલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સીંગનાક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ. આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભ

માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઇ જવાના યોગ છ. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય સાચવવું.

મીન

પોતે સાચા અને બીજા ખોટા એવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય.પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય.વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ખનીજનીની ખાણમાં ચાર મજુરોના દટાઇ જતા મોત

0

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે કરવું છેલ્લી ચોરી થતી હોવાની ફરિયાદો વારંવાર તંત્રને મળી છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતી હોવાની રાવ ફરિયાદો ઉઠી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગેરકાયદેસર ચાલતી ખનીજની ખાણોમાં વારંવાર દુર્ઘટનાઓ સર્જાતી હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ખાણોમાં કામ કરતાં મજૂરોના મોત નીપજતા હોવાના બનાવો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યા છે બોટાદના ધારાસભ્ય દ્વારા એક વખત મુખ્યમંત્રીને રજૂઆત દરમિયાન પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અને તંત્રની રહેમ દૃષ્ટિ હેઠળ ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં દટાઈ જવાના કારણે ૧૦૦થી વધુ મજૂરોના મોત નીપજતા હોય છે તો આવી કાર્બોસિલની ખાણો બંધ કરાવવા અંગે રજૂ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.

ત્યારે ખાણમાં દુર્ઘટનાના બનાવવામાં ચાર મજૂરોના મોત નીપજ્યા છે હાહાકાર ઉભો થયો છે ત્યારે તે છતાં પણ ખનીજ માફિયા નું કોઈ કાંઈ કરી ના શકતું હોય તેવા પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉભો થયો છે હવે ખનીજ માફીયાઓ ઉપર ત્યારે કાયદેસરની કાર્યવાહી થશે કારણકે અનેક પરિવારો બરબાદ આ ખનીજ માફિયાઓ કરી રહ્યા છે અને ખનીજ માફીયાઓ આવા મજૂરોના મોત ના સોદાગર બની રહ્યા છે. ત્યારે હાલ સુધી તો કોઈ કાર્યવાહી નથી થઈ પરંતુ હવે કાર્યવાહી થશે કે કેમ તેની સામે સવાલ છે.

ચાર મજૂરોના મોત છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી પોલીસ વિભાગ કે તંત્રએ ન કરી ધટનાને લઇ ખંપાળિયા પંથકમાં દોડધામ મચી છે.ખનીજ માફિયાઓ ઉપર ક્યારે લગામ લાગશે તે એક સવાલ કારણકે તંત્રએ ખાડાઓ અને આવી ગેરકાયદેસર ચાલતી ખાણો પૂરવા માટે 85 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે ત્યારે આ ૮૫ લાખ રૂપિયા હવે ક્યાં ખર્ચ પેટે વપરાયા તેની સામે સવાલ છે કારણ કે આવા સતત આવા પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે લોકો અને મજૂરો આવી ખાણોમાં દટાઈ અને મોતને ભેટી રહ્યા છે ત્યારે 85 લાખ રૂપિયાની ગ્રાન્ટ તો ફાળવવામાં આવી પરંતુ તેનો ક્યાં ઉપયોગ થયો તે સવાલ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફી આવો હદ વટાવતા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે ભેખડ ઘસી પડવાના કારણે ચાર મજૂરો દટાયા તમામના મોતની નિપજ્યા આ સમગ્ર ઘટના પોલીસ અને પ્રશાસન તમામ જાણતી હતી પરંતુ અત્યાર સુધી આ કોઈપણ તંત્રનો વ્યક્તિ ત્યાં જ્યાં આ પ્રકારની ઘટના બની છે ત્યાં સુધી પહોંચી શક્યો નથી અને ખનીજ માફિયા હોય તો એટલી હદ વટાવી દીધી કે જે મૃતકો છે તેમને ખાડો માંથી બહાર કાઢી અને તેમના અગ્નિ સંસ્કાર પણ કરી નાખ્યા તો પછી હવે આમને તંત્ર નહોતો ડર રહ્યો નથી કારણ કે પુરાવાઓના પણ નાશ કરી રહ્યા છે

આ પણ વાંચો :-