ભાજપે દિલ્હીના ૭ MLAને ૨૫-૨૫ કરોડની ઓફર, અરવિંદ કેજરીવાલના ગંભીર આરોપ

Share this story

દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમની પાર્ટીના ૭ ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને અફવા ફેલાવી રહી છે કે એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વાર ભાજપ પર આમ આદમી પાર્ટીના વિધાન સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ૨૧ વિધાન સભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. બીજા સાથે પણ વાત ચાલુ છે. ત્યારપછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી શકો છો. ૨૫- ૨૫ કરોડ રૂપિયા અપાશે અને ભાજપમાંથીની ટિકિટ પણ મળશે.

કેજરીવાલે વધુમાં લખ્યું કે, ‘જો કે તેમનો દાવો છે કે તેમણે ૨૧ વિધાનસભ્યોનો સંપર્ક કર્યો છે, પરંતુ અમારી માહિતી અનુસાર તેમણે અત્યાર સુધી માત્ર ૭ વિધાનસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ આ ઓફરને ફગાવી દીધી છે. આનો અર્થ કથિત લિકર પોલિસી કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરી શકતા નથી, એટલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે. છેલ્લા નવ વર્ષમાં તેઓએ અમારી સરકારને તોડી પાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા. પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી. ભગવાન અને લોકોએ હંમેશા અમને ટેકો આપ્યો. અમારા તમામ વિધાનસભ્યો પણ મજબૂત રીતે અમારી સાથે છે. આ વખતે પણ આ લોકોના નાપાક ઈરાદામાં નિષ્ફળ જશે. દારૂ કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરવામાં આવી રહી નથી, પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે.

આ પણ વાંચો :-