બિહારમાં રાજકારણ ગરમાયું, દિલ્હીમાં અમિત શાહ સહિત મોટા નેતાઓની બેઠકક

Share this story

બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA ૨૦૨૦ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસે આજે તેમના પક્ષોની બેઠક બોલાવી છે. આરજેડીની બેઠકમાં તમામ ધારાસભ્યો, વિધાન પરિષદ અને અન્ય મોટા નેતાઓ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે પણ બેઠક બોલાવી છે. આ ઉપરાંત કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે બેઠક બાદ ભાજપ ધારાસભ્યોની સહીવાળું સમર્થન મુખ્યમંત્રી નીતીશ કુમારને સોંપી શકે છે.

દિલ્હી BJP મુખ્ય કાર્યાલયમાં આ મુદ્દે પાર્ટીના વડા જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના અન્ય નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. બિહાર મુદ્દે ચાલી રહેલી બેઠકમાં નડ્ડા અને શાહ ઉપરાંત બીએલ સંતોષ, વિનોદ તાવડે પણ હાજર છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ શરૂ થવામાં હવે ૨ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર કઈ દિશામાં જાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ સાથે જ સમાચાર બહાર આવ્યા છે કે ઘણા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. પટના ડીએમ ડૉ.ચંદ્રશેખર સિંહને જીવિકાના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવવામાં આવ્યા છે. ચંદ્રશેખર સિંહને મુખ્યમંત્રીના વિશેષ સચિવનો હવાલો આપવામાં આવ્યો છે. આ સાથે ચંદ્રશેખરને અન્ય ઘણા વિભાગોનો હવાલો પણ આપવામાં આવ્યો છે. હવે પૂર્વ જેલ આઈજી ડૉ. ચંદ્રશેખર સિંહની જગ્યાએ કપિલ અશોકને પટનાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા છે. સીએમ નીતિશ કુમારે તેમના નિવાસસ્થાને તમામ વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે, જેમાં ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો. તે જ સમયે, જો આપણે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીની વાત કરીએ તો ત્યાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

બિહારમાં હાલમાં JDU પાસે 45 ધારાસભ્યો છે, BJP પાસે ૭૬ અને HAM પાસે ૪ ધારાસભ્યો છે, જે કુલ મળીને ૧૨૫ ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી ૧૨૨ના જાદુઈ આંકડા કરતાં ત્રણ વધુ છે. જો કેટલાક ધારાસભ્યો આજની બેઠકમાં ન આવે તો રસપ્રદ રહેશે, કારણ કે તો સરકાર બનાવવી નીતીશ કુમાર તેમજ એનડીએ માટે મુશ્કેલ બની શકે છે. જેડીયુ ઉપરાંત ભાજપ અને આરજેડીએ પણ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

બિહારમાં હાલમાં JDU પાસે ૪૫ ધારાસભ્યો છે, BJP પાસે ૭૬ અને HAM પાસે ૪ ધારાસભ્યો છે, જે કુલ મળીને ૧૨૫ ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી ૧૨૨ના જાદુઈ આંકડા કરતાં ત્રણ વધુ છે. જો કેટલાક ધારાસભ્યો આજની બેઠકમાં ન આવે તો રસપ્રદ રહેશે, કારણ કે તો સરકાર બનાવવી નીતીશ કુમાર તેમજ એનડીએ માટે મુશ્કેલ બની શકે છે. જેડીયુ ઉપરાંત ભાજપ અને આરજેડીએ પણ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો :-