વડોદરાના હરણી હોનારત મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો

Share this story

હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. જેમાં ૧૦ આરોપીઓ હજુ ફરાર છે. ત્યારે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાઇ ગયો છે. જેમાં 18 સામે ફરિયાદ બાદ પરેશ શાહનું નામ ઉમેરાયું હતું.

વડોદરાની હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિકમાં ગયા હતા.આ દરમિયાન હરણી તળાવમાં બોટિંગ કરતી વખતે ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડવામાં આવતા બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી. જેથી પાણીમાં ડૂબી જતાં ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષિકાઓના મોત થયા હતા. જ્યાર બાદ એક SIT ની રચના કરવામાં આવી હતી. આ મામલે પોલીસને મળી સફળતા છે. કોટિયા પ્રોજેક્ટ પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસના સકંજામાં આવી ગયો છે.

ઘટનામાં અત્યાર સુધી પોલીસે કુલ ૯ આરોપીઓને ઝડપ્યા છે. તેમજ હરણી દુર્ઘટનાના ૧૦ આરોપીઓ હજુ ફરાર છે. વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત ૧૪ ના મોત મામલે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. પરેશ શાહની ધરપકડ થતા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાઈ શકે છે. બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ૧૨ માસૂમ બાળક અને ૨ શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.