નર્મદ યુનિવર્સિટીમાં રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ

Share this story

અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશભરના લોકો ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરના ૫૦૦ વર્ષના ઇતિહાસ અંગે વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા કોર્સની ફી ૧૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે અને આ કોર્સ નો સમયગાળો ૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે. દેશમાં આ પ્રથમવાર હશે જ્યારે રામ મંદિરના ઈતિહાસ પર કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત ૧૨ વર્ષથી વધુ ઉંમરનો કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા ના જણાવ્યા અનુસાર, અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે હાલ જ ભગવાન શ્રીરામના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થાય છે.આ ઐતિહાસિક ક્ષણના દેશભરના લોકો સાક્ષી બન્યા છે. જે બદલ સમગ્ર સનાતન ધર્મ અને હિન્દુ સમુદાય ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યું છે. ભગવાન શ્રીરામ અને તેમના મંદિર પાછળના ઇતિહાસ અને થયેલા આંદોલનો અંગેની જાણકારી લોકોને મળી રહે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર નામના કોર્સની શરૂઆત કરવામાં આવી છે.આ કોર્સ બાર વર્ષથી લઈ મોટી વય સુધીના કોઈ પણ નાગરિક કરી શકે છે.

આ કોર્સ નો સમયગાળો 30 કલાકનો છે અને તેની ફી ૧૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે.  આ કોર્સમાં ૫૦૦ વર્ષના ઇતિહાસના બાબરી મસ્જિદથી વિવાદિત ભાગ સુધીની સમગ્ર યાત્રા, ભગવાન શ્રી રામની સમગ્ર યાત્રા અને ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટના આદેશ સુધીની માહિતી સામેલ રહેશે. આ કોર્સમાં શરૂઆતથી લઈ ૨૨ જાન્યુઆરી સુધીની યાત્રાનો સમાવેશ થાય છે. તે સમગ્ર સમાજને ઈતિહાસના રૂપમાં હકીકતથી વાકેફ કરવાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ કોર્સ વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિચાર્યું હતું તેમ અમે સમગ્ર ભારતમાં પ્રથમવાર ૧૦,૦૦૦ વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની રામ જન્મભૂમિના ઇતિહાસ પરનો આ સંપૂર્ણ પ્રમાણપત્ર કોર્સ શરુ કરવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો :-