Home Blog Page 837

અમેરિકાથી લઈને બ્રિટન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં જશ્નનો માહોલ

0

રામલલાના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિય, મોરેશિયસ અને નેપાળ સહિત વિશ્વભરના લાખો રામ ભક્તો અયોધ્યામાં રામલલાના બિરાજમાન થવાનો જશ્ન માનવી રહ્યા છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અમેરિકામાં કેલિફોર્નિંયામાં ૧૧૦૦થી વધુ લોકોએ રામમંદિરના તસવીરવાળા ભગવા ધ્વજ લગાવીને વિશાળ કાર રેલી કાઢી હતી.

આ રેલીનું આયોજન બી એરિયાના ૬ સ્વયંસેવક હિન્દુઓએ કર્યું હતું. રેલી સનીવેલથી વાર્મ સ્પ્રિંગ બીઆરટી સ્ટેશન, ગોલ્ડન ગેટ સુધી કાઢવામાં આવી હતી. ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહનું અમેરિકામાં લગભગ ૩૦૦ સ્થળો પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ન્યુ યોર્કનું આઇકોનિક ટાઈમ્સ સ્ક્વેર પણ સામેલ છે. તો પેરિસના એફિલ ટાવર ખાતે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને નેપાળમાં પણ લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રાણ પ્રતિષ્ઠામાં ૧૨૧ આચાર્યો હશે જેઓ માર્ગદર્શન આપશે અને મહોત્સવની તમામ વિધિઓનું સંચાલન કરશે. વારાણસીના ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, સંકલન અને માર્ગદર્શન કરશે અને કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હશે. આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અમેરિકામાં શનિવારે સાંજે એક ભવ્ય ‘ટેસ્લા કાર લાઇટ શૉ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ રામ રથ સાથે કાઢવામાં આવેલી આ રેલીએ લગભગ ૧૦૦ માઈલનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન પોલીસની બે ગાડીઓ પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

રામલલ્લાની આરતી સમયે હેલિકોપ્ટર પુષ્પવર્ષા, દરેક મહેમાનના હાથમાં છે ઘંટડી

0

રામનગરી અયોધ્યા નવવધૂની જેમ સજ્જ છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી ઠીક પહેલાં અયોધ્યામાં હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવ્યાં છે. એ દરમ્યાન બધા વિશેષ અતિથિઓએ તાળી વગાડીને એનું અભિવાદન કર્યું હતું. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું શુભ મુહૂર્ત શરૂ થઈ ગયું છે. થોડી વારમાં જ આ કાર્યક્રમ શરૂ થઈ જશે. રામ મંદિરની સજાવટમાં કોઈ કસર નથી છોડવામાં આવી. અનેક પ્રકારનાં ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું છે. મશહૂર હસ્તીઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદિરના ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યા છે. PM મોદીના હસ્તે થશે ૮૪ સેકન્ડના શુભમુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ શુભ મુહૂર્ત ૧૨ વાગ્યાને ૨૯ મિનિટ ૮ સેકન્ડથી ૧૨ વાગ્યાને ૩૦ મિનિટ ૩૨ સેકન્ડ સુધી છે.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. આ સાથે અહીં હાજર બધા મહેમાનોના હાથમાં ઘંટડી આપવામાં આવશે અને આરતી સમયે આખું અયોધ્યા ઘંટનાદથી ગૂંજી ઉઠશે.

ભારતીય અધ્યાત્મવાદની તમામ શાળાઓના આચાર્યો, ધર્મો, સંપ્રદાયો, પૂજાની પદ્ધતિઓ, પરંપરાઓ, ૧૫૦ થી વધુ પરંપરાઓના સંતો, મહામંડલેશ્વર, મંડલેશ્વર, શ્રીમહંત, મહંત, નાગા, તેમજ ૫૦ થી વધુ આદિવાસી, ગિરિવાસી, તતવાસી, દ્વિપવાસી આદિવાસી પરંપરાઓ. સમારોહના સાક્ષી બનવા માટે ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં હાજર થઈ ગયા છે. પર્વતો, જંગલો, દરિયાકાંઠાના પટ્ટાઓ, ટાપુઓ વગેરેના લોકો દ્વારા આદિવાસી પરંપરાઓની હાજરી તાજેતરના ઇતિહાસમાં ઓછી જોવા મળે છે. સમાજના દરેક વર્ગને જોડવાનો પ્રયત્ન આ સમારોહમાં થયો છે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજા વિધિ શરૂ

0

રામ મંદિરમાં આજે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. તેથી હજારો ક્વિન્ટલ ફૂલોથી અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. રામલલાના શ્રી વિગ્રહના પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક વિધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિર પહોંચી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગીએ તેમનું સ્વાગત કર્યું. હવે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ૧૨:૩૦ વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રામમંદિરના પ્રાંગણમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજકારણ, ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રના આમંત્રિત મહેમાનો પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વિશેષ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે સંપન્ન થશે. અયોધ્યા નગરીને હજારો ક્વિંટલ ફૂલ અને લાઈટો વડે કોઈ દુલ્હનની જેમ શણગારાઈ છે.

PM મોદીએ હાથમાં ચાંદીનું છત્ર લઈને રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો છે. થોડીવારમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે. પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી રામ મંદિરનો અદભૂત નજારો જોવા મળ્યો છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અનેક હસ્તીઓ મંદિર ખાતે પહોંચી ગઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સંત સમાજ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલા છે. વડાપ્રધાન મોદી અને RSS સુપ્રીમો મોહન ભાગવતે ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના શરૂ કરી છે.

આ પણ વાંચો :-

VNSGU સુરત ખાતે ”શ્રી રામોત્સવ” અંતર્ગત ૪૫૦૦૦ વિદ્યાર્થીઓ સાથે ભવ્ય રામ રથયાત્રા

0

અવધના રાજકુમાર અને સમગ્ર વિશ્વના હૃદય સમ્રાટ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં આજે ૨૨ જાન્યુઆરીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વ વિદ્યાલય દ્વારા શ્રી રામોત્સવ અંતર્ગત ૮:૩૦ કલાકે ભવ્ય રામ રથયાત્રા યોજાઈ હતી. આ રામ રથયાત્રાનું પ્રસ્થાન વિશ્વવિદ્યાલયના કુલગુરુ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી દ્વારા કરાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામ નામના જયઘોષ સાથે શરૂ થયેલી આ ભવ્ય રામરથ યાત્રા કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા , કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ અધ્યયન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર બાલાજી રાજે તેમજ દરેક ગણમાન્ય સિન્ડિકેટ સભ્યશ્રીઓ અને સેનેટ સભ્ય શ્રીઓ ના નેતૃત્વમાં પગપાળા કરવામાં આવી હતી. આ ભવ્ય રામ રથયાત્રામાં વિશ્વવિદ્યાલયના વિવિધ વિભાગો અને ૨૯ કોલેજના અંદાજીત ૪૫૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ રામ રથયાત્રા વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કન્વેન્શન હોલ થી શરૂ કરવામાં આવી હતી અને અણુવ્રત દ્વાર, સિટી લાઈટ ટાઉનશીપ, સરગમ શોપિંગ સેન્ટર, જાની ફરસાણ, સાયન્સ સેન્ટર થી અણુવ્રત દ્વાર ફરી વિશ્વવિદ્યાલયના કન્વેશન હોલ ખાતે જ સમાપન કરવામાં આવી હતી. આ રામ રથયાત્રામાં વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી રામ, માતા સિતા, લક્ષ્મણ જી અને હનુમાન જી ની રૂપ વેશભૂષા ધારણ કરી હતી. સેંકડો વિદ્યાર્થીઓના સમૂહ ભગવાન શ્રીરામના ગીત અને ભજન પર ઝૂમતા-ગાતા રથ યાત્રાની શોભા ચાર ગણી કરી રહ્યા હતા. સમગ્ર રથયાત્રા દરમિયાન તેઓ ભગવાન શ્રી રામના જયકારા કરતા જોવા મળ્યા હતા.

આ ભવ્ય રામરથ યાત્રામાં સેનેટ સભ્ય અને એજ્યુકેશન વિભાગના ડીન શ્રી ડો.પત્રલેખા બારડ, ડો.કે.સી. પોરીયા તેમજ અન્ય ગણમાન્ય સેનેટ સભ્યશ્રીઓ, સિન્ડિકેટ સભ્ય શ્રી સંજ્ય લાપસીવાલા, શ્રી કનુ ભરવાડ, શ્રી કિરણ ઘોઘારી , શ્રી ડો. કશ્યપ ખરચિયા, અને અન્ય ગણમાન્ય સિન્ડિકેટ સભ્યશ્રી ઓ , હિન્દુ અધ્યયન કેન્દ્રના ચેરમેન ડો.અર્પિત દવે , યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ અધ્યયન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર બાલાજી રાજે, બાયોટેકનોલોજી વિભાગના પ્રોફેસર ડો.રેખાબેન ગઢવી, ડો.અદિતિ ભટ્ટ , કાયદાશાસ્ત્ર વિભાગના કો-ઓર્ડીનેટર શ્રી યશોધરા ભટ્ટ , વિવિધ વિભાગના વડાશ્રીઓ તેમજ વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ , પ્રોફેસરો એ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ વિદ્યાલય દ્વારા અલગ અલગ કમિટી બનાવવામાં આવી હતી. આ દરેક કમિટીના સભ્યોની અથાગ મહેનતને કારણે પણ વિશ્વવિદ્યાલય ખાતે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ થી ૨૨ જાન્યુઆરી,૨૦૨૪ સુધી યોજાયેલ શ્રીરામોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

આ પણ વાંચો :-

જળ, થળ અને આકાશમાંથી બાજનજર, સરયૂ નદીમાં પણ હોડીઓમાં પેટ્રોલિંગ

0

અયોધ્યામાં રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વચ્ચે કોંગ્રેસનાં એક નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો છે. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી દેશનાં પ્રધાનમંત્રી ન હોત તો રામમંદિર ન બની શક્યું હોત.. રામમંદિર માટે પ્રધાનમંત્રી મોદીનાં વખાણ કરનારા આ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છએ જે પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાનાં નિર્ણય માટે કોંગ્રેસની આલોચના પણ કરી ચૂક્યાં છે.

સરયૂ નદીમાં હોડીએ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નદી કિનારે ફૂટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉપરાંત સુરક્ષાકર્મીઓ ઊંચી ઈમારતો પરથી દૂરબીનથી નજર રાખી રહ્યા છે. સર્ચ ડોગ્સ, સ્નાઈપર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ક્વિક એક્શન ટીમો વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એસપીજી, એટીએસ અને અન્ય ગુપ્તચર એજન્સીઓએ અધ્યાયમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૮૦૦૦થી વધુ લોકો ભાગ લેશે. જેમાં રાજકીય, વેપાર, મનોરંજન, રમતગમત અને અન્ય ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે. શહેરની તમામ હોસ્પિટલો એલર્ટ પર છે. વિવિધ સ્થળોએ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. ફાયર વિભાગના વાહનો પહેલાથી જ સંવેદનશીલ સ્થળો પર મુકી દેવામાં આવ્યા છે. સુરક્ષા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ તહેનાત છે.

વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચ્યા, સરયૂ નદીમાં સ્નાન કરીને પૂજા-અર્ચનામાં થશે સામેલ

0

આજે અયોધ્યામાં રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આખો દેશ શ્રીરામની ભક્તિમાં ડૂબી ગયો છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે. ત્યાં PM મોદી પહેલા સરયૂ નદીમાં સ્નાન કરશે અને ત્યારબાદ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા અર્ચનામાં ભાગ લેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચ્યા છે તેમજ ભાજપ નેતા ઉમા ભારતી અને રવિ શંકર પ્રસાદ અયોધ્યા પહોંચ્યા છે તો વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત નહીં રહે. RSS સુપ્રીમો મોહન ભાગવત મંદિર પરિસરમાં હાજર છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી પણ અનેક લોકોને આમંત્રણ મળ્યું છે. ત્યારે સુરતના જાણીતા બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા, મુકેશ પટેલ, લવજી બાદશાહ સહિતના લોકો અયોધ્યા પહોંચ્યા હતાં.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી ગયા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સીએમ યોગી પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. આજે સવારે યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘શ્રી રામલલાની નવી મૂર્તિના અભિષેકના શુભ અવસરના સાક્ષી બનવા આવનાર તમામ અતિથિ મહાનુભાવોનું સપ્તપુરીઓમાં સર્વશ્રેષ્ઠ એવા ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સ્થાન શ્રી અયોધ્યા ધામમાં હાર્દિક સ્વાગત અને અભિનંદન.

બીજી તરફ અયોધ્યાની કડક સુરક્ષાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં યોજાનાર સમારોહ માટે યુપી પોલીસ દ્વારા ૩ ડીઆઈજી તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ૧૭ IPS અને ૧૦૦ PPS સ્તરના અધિકારીઓ સુરક્ષા સંભાળી રહ્યા છે. આ અધિકારીઓની સાથે ૩૨૫ ઈન્સ્પેક્ટર, ૮૦૦ સબ ઈન્સ્પેક્ટર અને ૧૦૦૦થી વધુ કોન્સ્ટેબલ પણ તૈનાત છે.. આમ કોઈપણ જગ્યાએથી આ મહોત્વમાં વિઘ્ન ઊભું ન થાય તેની કાળજી લેવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. pscની ૩ બટાલિયન રેડ ઝોનમાં તૈનાત કરવામાં આવી છે જ્યારે યલો ઝોનમાં ૭ બટાલિયન છે. આમ અયોધ્યા અભેધ કિલ્લો બની ગયો છે.

આ પણ વાંચો :-

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આર્થિક ક્ષેત્રે સફળતા મળતા, આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂ રહેશે.

વૃષભઃ

કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજનાપૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ, સફળતા મળે.

‌મિથુનઃ

સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂ રહેશે. જીવનસાથીની તબિયત સાચવવી.

કર્કઃ

દિવસ દરમ્યાન શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

‌સિંહઃ

નાણાંકીય બાબતોથી લાભ સંભવે. કુટુંબમાં સુખ-શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ-રસાયાણ ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મનદુઃખ ન થાય એ સાચવવું.

કન્યાઃ

આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઇ બહેનો તથા પુરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય.

તુલાઃ

બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભ ફળ મળતું જણાય. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃ‌શ્ચિકઃ

દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક-સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ

ગઇકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ

આવક ઘટતી જણાય.બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુધ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોમાંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મી‌નઃ

માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સ્ત્રી વર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

૨૧ જાન્યુઆરી, ૨૦૨૪/ આ રાશિ માટે રવિવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

નાણાંકીય આવક વધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતાવરણ રહે. નવા રોકાણોનું ફાયદાકારક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકુળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ

વાયુ-કફની પ્રકૃતિ રહે. મોસાળ પક્ષ તરફથી લાભ. આવક જળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજી‍ંગ જેવા તથા સરકારી કામ કરનારને લાભ. દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિય પાત્રનું મિલન શક્ય બને.

મિથુનઃ

મનોબળ ઘટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પત્નિની તબિયતની કાળજી જરૂરી. નોકરી-ધંધામાં સફળતા. વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદ વર્તાય. આવકમાં વધારો થતો જણાય. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ગળાના તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે વાદવિવાદ ટાળવો.

સિંહઃ

વિચારો ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી. આવક વધતી જણાય. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નોકરી-ધંધામાં ઉત્સાહ જળવાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય.

કન્યાઃ

વાણી દ્વારા વ્યવહારમાં સફળતા મળે. આર્થિક ઉપાર્જન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. મિત્રોથી લાભ. જાણીતી વ્યક્તિ દ્વારા દગા-ફટકાનો ભોગ બનવાથી સાવધ રહેવું.

તુલાઃ

પરિવારમાં મતભેદ ન થાય એનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધાતી જણાય. અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતિથી દિવસ પસાર કરવો.

વૃશ્ચિકઃ

વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સંબંધો બગડતા જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ, રંગ, ટાયર-ટ્યુબના ધંધાર્થીઓને લાભ. દામ્પત્ય સુખમાં આનંદ. પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગોથી સાચવવું.

ધનઃ

મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય દિવસ. આરોગ્ય સાચવવું. મગજના રોગોથી સાવચેતી જરૂરી. પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા. માન-સન્માન વધે.

મકરઃ

માનસિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે સાથે-સાથે ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા વધે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ

આવક જળવાશે. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય જળવાય.

મીનઃ

જુસ્સામાં, શક્તિમાં વધારો થાય. આત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા. નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફોથી સાચવવું.

આ પણ વાંચો :-

ટ્વીટર(X)માં પણ વોટ્સએપ-ઇન્સ્ટાની જેમ થઈ શકશે Audio-Video કોલ

0

એલન મસ્ક ટ્વિટર, જેને હવે એક્સના નામથી ઓળખવામાં આવે છે, તેને ધ એવરીથિંગ એપ, ‘the everything app’ બનાવવા માંગે છે. મસ્ક આ એક એપ દ્વારા લોકોને મનોરંજન, સમાચાર, મેસેજિંગ, પેમેન્ટ વગેરેની સુવિધા આપવા માંગે છે. તેઓ અને તેમની કંપની લાંબા સમયથી આ દિશામાં કામ કરી રહ્યા છે. આ સપનું સાકાર કરવા માટે મસ્ક સમયાંતરે એપમાં નવા ફિચર્સ એડ કરી રહી છે. દરમિયાન, કંપનીએ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વધુ એક નવું ફિચર રિલીઝ કર્યુ છે. હાલમાં આ ફિચર iOS યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં તેને આ યૂઝર્સ માટે પણ જીવંત બનાવશે.

મસ્કની કંપની એક્સએ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઓડિયો અને વીડિયો કોલ ફીચર લાઈવ કરી દીધુ છે. આ વાતની જાણકારી પ્રોજેક્ટ પર કામ કરી રહેલા એક્સ એન્જીનિયરોમાંથી એકએ ટ્વિટર પર માહિતી શેર કરી છે.  કેટલાક ઈન્ડિયન યૂઝર્સે પણ આ વિશે એક્સ પર એક પોસ્ટ કરી છે. આ ફીચરની મદદથી હવે તમે તમારા ફોલોવર્સ સાથે ફેસ ટુ ફેસ વીડિયો કોલના માધ્યમથી કનેક્ટ થઈ શકો છો. જેવી રીતે વોટ્સએપ-ઈન્સ્ટાગ્રામમાં વીડિયો કોલના ફીચર કામ કરી રહ્યાં છે બસ તેવી જ રીતે આ ફીચર એક્સમાં પણ કામ કરી રહ્યું છે. એટલે કે તેને ચલાવવું હવે ખુબ જ સરળ છે.

ફક્ત X પ્રીમિયમ યૂઝર્સ જ નવી ઑડિયો-વીડિયો સુવિધાનો લાભ લઈ શકશે. ફ્રી યૂઝર્સને આ વિકલ્પ નહીં મળે. કંપનીએ પહેલાથી જ પ્રીમિયમ યૂઝર્સ માટે ઘણી સુવિધાઓ મર્યાદિત કરી છે. હાલમાં તે જાણી શકાયું નથી કે આ સુવિધા બધા પેઇડ યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે અથવા ફક્ત પ્રીમિયમ અને પ્રીમિયમ પ્લસ યૂઝર્સ માટે મર્યાદિત છે.

આ પણ વાંચો :-

કથાકાર ભાવિકા માહેશ્વરી ૫૦ લાખની ધનરાશી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને કરી અર્પણ

0

અયોધ્યાધામ ખાતે ­મંદિરના નિર્માણ માટે અનેક લોકોઍ યોગદાન આપ્યું છે. ત્યારે સુરતની ૧૧ વર્ષીય બાળા ભાવિકા માહેશ્વરી કથાવાચક અને મોટીવેટર છે કથાઓના માધ્યમથી ૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ભેગી કરીને આ ધનરાશિ શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી છે.

ભાવિકાએ રાષ્ટ્ર ચેતના સહીત વિવિધ વિષયો અંગે લોકોને જાગૃત કરવા માટે દેશભરમાં ૫૦ હજાર કિમીની યાત્રા કરી છે અને ૩૦૦ જેટલા કાર્યક્રમોનું પણ આયોજન કરી ચુકી છે. એક લેખિકા તરીકે ભાવિકા ત્રણ પુસ્તકો લખી ચુકી છે અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, અમિતાભ બચ્ચન સહીત અનેક રાજ્યોના મુખ્યમંત્રી તેણીના વખાણ કરી ચૂક્યા છે સાથે જ અનેક મંત્રીઓએ ભાવિકાની પોસ્ટ પોતાના સોશ્યલ મીડિયા ઍકાઉન્ટ પર પણ અપલોડ કરીને તેણીને પ્રોત્સાહીત કરી છે. ભાવિકાને અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મળવા સાથે જ તે ઇન્ટરનેશનલ રામાયણ પુરસ્કાર પણ જીતી ચૂકી છે.

શ્રીરામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ વતી વર્ષ ૨૦૨૧માં સમર્પણ નિધિ ભેગી કરવા માટે અભિયાન શુરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ભાવિકાએ પણ સમર્પણ નિધિમાં યોગદાન અપવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ ભાવિકાએ અનેક ઠેકાણે એક દિવસીય રામકથાનું આયોજન કરી આ કથાઓના માધ્યમથી ૫૦ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. ત્યારબાદ આ રૂપિયા ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદગિરી મહારાજને સમર્પિત કર્યા હતા. ભાવિકાની કથામાં નાના-નાના બાળકોએ પોતાના ગુલ્લક પણ ખોલીને મૂકી દીધા હતા. ત્યારે ૩૨૦૦ કરોડની સમર્પણ નિધિમાં આ ૫૦ લાખ રૂપિયાના યોગદાનની ઘટના અનોખી ઘટના જ કહી શકાય.

આ પણ વાંચો :-