Home Blog Page 833

ચીનમાં મોડી રાત્રે ૭.૨ની તીવ્રતાના ભૂકંપની આંચકા

0

ચીનમાં સોમવારે મોડી રાત્રે કિર્ગિસ્તાન અને શિનજિયાંગ વચ્ચેના સરહદી વિસ્તારમાં ૭.૦૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦૨ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ વિસ્તારમાં ૮૦ કિલોમીટરની ઊંડાઈએ હતું.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું, “ચીનના દક્ષિણ ઝિંજિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર રહ્યું હતું. ભૂકંપની તીવ્રતા ૭.૦૨ રહી હતી. લેટીટ્યૂડ ૪૦.૯૬ અને લંબાઇ ૭૮.૩૦, ઊંડાઇ ૮૦ કિમી રહી હતી.”

ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે મંગળવાર સવારે ચીનના પશ્ચિમી શિનજિયાંગ વિસ્તારમાં એક અંતરિયાળ ભાગમાં ૭.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક સમય અનુસાર રાત્રે બે વાગ્યા પછી અક્સૂ પ્રાન્તમાં વુશૂ કાઉન્ટીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ પછી કેટલીક વખત ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ માપવામાં આવી હતી.

આ પણ વાંચો :-

મિઝોરમમાં સૈનિકોને એરલિફ્ટ કરવા આવેલું મ્યાનમારનું વિમાન ક્રેશ

0

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં લેંગપુઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. મિઝોરમની રાજધાની આઈઝોલ નજીક લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન મ્યાનમારથી સૈનિકોને એરલિફ્ટ કરવા માટે આવ્યું હતું.

મ્યાનમારના બળવાખોરોના હુમલામાં બચી ગયેલા સૈનિકોને લેવા માટે આવેલું વિમાન લેંગપુઈ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી જઈને ખાડમાં પડી ગયું હતું, જેના કારણે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય ૧૨ને સામાન્ય ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં બળવાખોરો અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. બળવાખોરો ભારે પડ્યા ત્યારે લગભગ ૧૦૦ સૈનિકો ત્યાંથી ભારતીય સરહદ પરના મિઝોરમના લ્વાંગતલાઈ જિલ્લામાં આવી ગયા હતા. આ વિમાન તે સૈનિકોને પરત લેવા માટે આવ્યું હતું.

શરુઆતી રિપોર્ટ્સમાં જણાવવામા આવ્યું છે કે મ્યાનમાનરમાં સેના અને વિદ્રોહિયો વચ્ચે લડાઈ ચાલી રહી છે, જેના કારણે સૈનિક ભાગીને મિઝોરમના લાંગ્ટલાઈ જિલ્લામાં દાખલ થઈ ગયા. આ સૈનિકોને લેવા માટે વિમાન ભારતમાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

૨૩ જાન્યુઆરી, ૨૦૨૪/ આજ મંગળવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધંધામાં પ્રગતિના યોગ રહશે , જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

‌મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું ‌િમશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

‌સિંહઃ

સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહાકર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતા આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ

મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે.

રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકે પાંચ લોકોને ભોગ લીધો

0

ગુજરાતના રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકથી પાંચ લોકોના મૃત્યુ થયા છે. જેમાં રીબડાના કારખાનામાં યુવાન, જસદણનાં ખડવાવડીમાં આધેડ, નવાગામમાં મુળ બંગાળના યુવકનું અને રણુજાનગર કવાર્ટરમાં એક મહિલા અને અવધના ઢાળીયા પાસે આધેડનો સમાવેશ થાય છે. રાજકોટનાં રણુજાનગરમાં રહેતા દયાબેન હકાભાઈ સોરાણી નામના મહિલા ગઈકાલે લાપાસરી ગામે મનોજભાઈની વાડીએ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. તેમના પરિવારે જણાવ્યું હતું કે, દયાબેનને બે મહિનાથી તાવ આવતો હતો તેમની સિવિલની દવા ચાલુ હતી તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેમને હાર્ટએટેક આવ્યાની શક્યતા છે.

બીજા બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે નવાગામમાં રહેતો છોટાન જતાભાઈ ડોલાવ મુળ બંગાળી યુવક મોડીરાત્રે ત્રણેક વાગ્યે બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. રાજકોટના કાલાવડ રોડ ઉપર અવધના ઢાળીયા પાસે આવેલ પરિશ્રમ કો.ઓપ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા ભુપત બ્રહ્મજાદવ રાજપૂતને રાત્રે સૂતા બાદ આજે વહેલી સવારે તેના પરિજનોએ ઉઠાડતા તેઓ જાગ્યા ન હતા જેથી તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને હાર્ટ એટેકથી મૃત જાહેર કર્યા હતા.

જસદણના ખડવાવડીમાં રહેતા ખોડા બિજલભાઈ મેર નામનો આધેડ વાડીએ કામ કરતાં કરતાં અચાનક બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ લઈ જવાતાં ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. તેમને સંતાનમાં બે દીકરા ચાર દીકરી છે. પોતે એક ભાઈ બે બહેનમાં નાના હતાં. ઉપરોકત ચારેય વ્યક્તિનાં હાર્ટએટેકથી મોત નિપજતાં અરેરાટી મચી ગઈ છે. રીબડા હાઈવે પર આવેલા કારખાનામાં મજુરી કરતા મુળ બિહારના ધનંજયકુમાર અવતારામ યાદવ નામના યુવકનું છાતીમાં દુઃખાવો ઉપડતાં તેમનું મોત નિપજ્યું હતું. પોતે ત્રણ ભાઈ અને એક બહેનમાં નાનો હતો અને તેમજ સંતાનમાં બે દીકરા એક દીકરી છે. પોતે દોઢ મહિનાથી અહિં કામ કરવા આવ્યો હતો.

આ પણ વાંચો :-

અમેરિકાથી લઈને બ્રિટન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં જશ્નનો માહોલ

0

રામલલાના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિય, મોરેશિયસ અને નેપાળ સહિત વિશ્વભરના લાખો રામ ભક્તો અયોધ્યામાં રામલલાના બિરાજમાન થવાનો જશ્ન માનવી રહ્યા છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અમેરિકામાં કેલિફોર્નિંયામાં ૧૧૦૦થી વધુ લોકોએ રામમંદિરના તસવીરવાળા ભગવા ધ્વજ લગાવીને વિશાળ કાર રેલી કાઢી હતી.

આ રેલીનું આયોજન બી એરિયાના ૬ સ્વયંસેવક હિન્દુઓએ કર્યું હતું. રેલી સનીવેલથી વાર્મ સ્પ્રિંગ બીઆરટી સ્ટેશન, ગોલ્ડન ગેટ સુધી કાઢવામાં આવી હતી. ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહનું અમેરિકામાં લગભગ ૩૦૦ સ્થળો પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ન્યુ યોર્કનું આઇકોનિક ટાઈમ્સ સ્ક્વેર પણ સામેલ છે. તો પેરિસના એફિલ ટાવર ખાતે પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને નેપાળમાં પણ લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રાણ પ્રતિષ્ઠામાં ૧૨૧ આચાર્યો હશે જેઓ માર્ગદર્શન આપશે અને મહોત્સવની તમામ વિધિઓનું સંચાલન કરશે. વારાણસીના ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, સંકલન અને માર્ગદર્શન કરશે અને કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હશે. આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અમેરિકામાં શનિવારે સાંજે એક ભવ્ય ‘ટેસ્લા કાર લાઇટ શૉ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ રામ રથ સાથે કાઢવામાં આવેલી આ રેલીએ લગભગ ૧૦૦ માઈલનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન પોલીસની બે ગાડીઓ પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

રામલલ્લાની આરતી સમયે હેલિકોપ્ટર પુષ્પવર્ષા, દરેક મહેમાનના હાથમાં છે ઘંટડી

0

રામનગરી અયોધ્યા નવવધૂની જેમ સજ્જ છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી ઠીક પહેલાં અયોધ્યામાં હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવ્યાં છે. એ દરમ્યાન બધા વિશેષ અતિથિઓએ તાળી વગાડીને એનું અભિવાદન કર્યું હતું. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું શુભ મુહૂર્ત શરૂ થઈ ગયું છે. થોડી વારમાં જ આ કાર્યક્રમ શરૂ થઈ જશે. રામ મંદિરની સજાવટમાં કોઈ કસર નથી છોડવામાં આવી. અનેક પ્રકારનાં ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું છે. મશહૂર હસ્તીઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદિરના ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યા છે. PM મોદીના હસ્તે થશે ૮૪ સેકન્ડના શુભમુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ શુભ મુહૂર્ત ૧૨ વાગ્યાને ૨૯ મિનિટ ૮ સેકન્ડથી ૧૨ વાગ્યાને ૩૦ મિનિટ ૩૨ સેકન્ડ સુધી છે.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. આ સાથે અહીં હાજર બધા મહેમાનોના હાથમાં ઘંટડી આપવામાં આવશે અને આરતી સમયે આખું અયોધ્યા ઘંટનાદથી ગૂંજી ઉઠશે.

ભારતીય અધ્યાત્મવાદની તમામ શાળાઓના આચાર્યો, ધર્મો, સંપ્રદાયો, પૂજાની પદ્ધતિઓ, પરંપરાઓ, ૧૫૦ થી વધુ પરંપરાઓના સંતો, મહામંડલેશ્વર, મંડલેશ્વર, શ્રીમહંત, મહંત, નાગા, તેમજ ૫૦ થી વધુ આદિવાસી, ગિરિવાસી, તતવાસી, દ્વિપવાસી આદિવાસી પરંપરાઓ. સમારોહના સાક્ષી બનવા માટે ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં હાજર થઈ ગયા છે. પર્વતો, જંગલો, દરિયાકાંઠાના પટ્ટાઓ, ટાપુઓ વગેરેના લોકો દ્વારા આદિવાસી પરંપરાઓની હાજરી તાજેતરના ઇતિહાસમાં ઓછી જોવા મળે છે. સમાજના દરેક વર્ગને જોડવાનો પ્રયત્ન આ સમારોહમાં થયો છે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજા વિધિ શરૂ

0

રામ મંદિરમાં આજે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. તેથી હજારો ક્વિન્ટલ ફૂલોથી અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. રામલલાના શ્રી વિગ્રહના પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક વિધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિર પહોંચી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગીએ તેમનું સ્વાગત કર્યું. હવે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ૧૨:૩૦ વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રામમંદિરના પ્રાંગણમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજકારણ, ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રના આમંત્રિત મહેમાનો પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વિશેષ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે સંપન્ન થશે. અયોધ્યા નગરીને હજારો ક્વિંટલ ફૂલ અને લાઈટો વડે કોઈ દુલ્હનની જેમ શણગારાઈ છે.

PM મોદીએ હાથમાં ચાંદીનું છત્ર લઈને રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો છે. થોડીવારમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે. પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી રામ મંદિરનો અદભૂત નજારો જોવા મળ્યો છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અનેક હસ્તીઓ મંદિર ખાતે પહોંચી ગઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સંત સમાજ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલા છે. વડાપ્રધાન મોદી અને RSS સુપ્રીમો મોહન ભાગવતે ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના શરૂ કરી છે.

આ પણ વાંચો :-

VNSGU સુરત ખાતે ”શ્રી રામોત્સવ” અંતર્ગત ૪૫૦૦૦ વિદ્યાર્થીઓ સાથે ભવ્ય રામ રથયાત્રા

0

અવધના રાજકુમાર અને સમગ્ર વિશ્વના હૃદય સમ્રાટ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં આજે ૨૨ જાન્યુઆરીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વ વિદ્યાલય દ્વારા શ્રી રામોત્સવ અંતર્ગત ૮:૩૦ કલાકે ભવ્ય રામ રથયાત્રા યોજાઈ હતી. આ રામ રથયાત્રાનું પ્રસ્થાન વિશ્વવિદ્યાલયના કુલગુરુ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી દ્વારા કરાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામ નામના જયઘોષ સાથે શરૂ થયેલી આ ભવ્ય રામરથ યાત્રા કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા , કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ અધ્યયન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર બાલાજી રાજે તેમજ દરેક ગણમાન્ય સિન્ડિકેટ સભ્યશ્રીઓ અને સેનેટ સભ્ય શ્રીઓ ના નેતૃત્વમાં પગપાળા કરવામાં આવી હતી. આ ભવ્ય રામ રથયાત્રામાં વિશ્વવિદ્યાલયના વિવિધ વિભાગો અને ૨૯ કોલેજના અંદાજીત ૪૫૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ રામ રથયાત્રા વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કન્વેન્શન હોલ થી શરૂ કરવામાં આવી હતી અને અણુવ્રત દ્વાર, સિટી લાઈટ ટાઉનશીપ, સરગમ શોપિંગ સેન્ટર, જાની ફરસાણ, સાયન્સ સેન્ટર થી અણુવ્રત દ્વાર ફરી વિશ્વવિદ્યાલયના કન્વેશન હોલ ખાતે જ સમાપન કરવામાં આવી હતી. આ રામ રથયાત્રામાં વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી રામ, માતા સિતા, લક્ષ્મણ જી અને હનુમાન જી ની રૂપ વેશભૂષા ધારણ કરી હતી. સેંકડો વિદ્યાર્થીઓના સમૂહ ભગવાન શ્રીરામના ગીત અને ભજન પર ઝૂમતા-ગાતા રથ યાત્રાની શોભા ચાર ગણી કરી રહ્યા હતા. સમગ્ર રથયાત્રા દરમિયાન તેઓ ભગવાન શ્રી રામના જયકારા કરતા જોવા મળ્યા હતા.

આ ભવ્ય રામરથ યાત્રામાં સેનેટ સભ્ય અને એજ્યુકેશન વિભાગના ડીન શ્રી ડો.પત્રલેખા બારડ, ડો.કે.સી. પોરીયા તેમજ અન્ય ગણમાન્ય સેનેટ સભ્યશ્રીઓ, સિન્ડિકેટ સભ્ય શ્રી સંજ્ય લાપસીવાલા, શ્રી કનુ ભરવાડ, શ્રી કિરણ ઘોઘારી , શ્રી ડો. કશ્યપ ખરચિયા, અને અન્ય ગણમાન્ય સિન્ડિકેટ સભ્યશ્રી ઓ , હિન્દુ અધ્યયન કેન્દ્રના ચેરમેન ડો.અર્પિત દવે , યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ અધ્યયન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર બાલાજી રાજે, બાયોટેકનોલોજી વિભાગના પ્રોફેસર ડો.રેખાબેન ગઢવી, ડો.અદિતિ ભટ્ટ , કાયદાશાસ્ત્ર વિભાગના કો-ઓર્ડીનેટર શ્રી યશોધરા ભટ્ટ , વિવિધ વિભાગના વડાશ્રીઓ તેમજ વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ , પ્રોફેસરો એ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ વિદ્યાલય દ્વારા અલગ અલગ કમિટી બનાવવામાં આવી હતી. આ દરેક કમિટીના સભ્યોની અથાગ મહેનતને કારણે પણ વિશ્વવિદ્યાલય ખાતે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ થી ૨૨ જાન્યુઆરી,૨૦૨૪ સુધી યોજાયેલ શ્રીરામોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

આ પણ વાંચો :-

જળ, થળ અને આકાશમાંથી બાજનજર, સરયૂ નદીમાં પણ હોડીઓમાં પેટ્રોલિંગ

0

અયોધ્યામાં રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વચ્ચે કોંગ્રેસનાં એક નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો છે. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી દેશનાં પ્રધાનમંત્રી ન હોત તો રામમંદિર ન બની શક્યું હોત.. રામમંદિર માટે પ્રધાનમંત્રી મોદીનાં વખાણ કરનારા આ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છએ જે પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાનાં નિર્ણય માટે કોંગ્રેસની આલોચના પણ કરી ચૂક્યાં છે.

સરયૂ નદીમાં હોડીએ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નદી કિનારે ફૂટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉપરાંત સુરક્ષાકર્મીઓ ઊંચી ઈમારતો પરથી દૂરબીનથી નજર રાખી રહ્યા છે. સર્ચ ડોગ્સ, સ્નાઈપર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ક્વિક એક્શન ટીમો વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એસપીજી, એટીએસ અને અન્ય ગુપ્તચર એજન્સીઓએ અધ્યાયમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૮૦૦૦થી વધુ લોકો ભાગ લેશે. જેમાં રાજકીય, વેપાર, મનોરંજન, રમતગમત અને અન્ય ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે. શહેરની તમામ હોસ્પિટલો એલર્ટ પર છે. વિવિધ સ્થળોએ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. ફાયર વિભાગના વાહનો પહેલાથી જ સંવેદનશીલ સ્થળો પર મુકી દેવામાં આવ્યા છે. સુરક્ષા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ તહેનાત છે.

વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચ્યા, સરયૂ નદીમાં સ્નાન કરીને પૂજા-અર્ચનામાં થશે સામેલ

0

આજે અયોધ્યામાં રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આખો દેશ શ્રીરામની ભક્તિમાં ડૂબી ગયો છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે. ત્યાં PM મોદી પહેલા સરયૂ નદીમાં સ્નાન કરશે અને ત્યારબાદ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા અર્ચનામાં ભાગ લેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચ્યા છે તેમજ ભાજપ નેતા ઉમા ભારતી અને રવિ શંકર પ્રસાદ અયોધ્યા પહોંચ્યા છે તો વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત નહીં રહે. RSS સુપ્રીમો મોહન ભાગવત મંદિર પરિસરમાં હાજર છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી પણ અનેક લોકોને આમંત્રણ મળ્યું છે. ત્યારે સુરતના જાણીતા બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા, મુકેશ પટેલ, લવજી બાદશાહ સહિતના લોકો અયોધ્યા પહોંચ્યા હતાં.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી ગયા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સીએમ યોગી પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. આજે સવારે યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘શ્રી રામલલાની નવી મૂર્તિના અભિષેકના શુભ અવસરના સાક્ષી બનવા આવનાર તમામ અતિથિ મહાનુભાવોનું સપ્તપુરીઓમાં સર્વશ્રેષ્ઠ એવા ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સ્થાન શ્રી અયોધ્યા ધામમાં હાર્દિક સ્વાગત અને અભિનંદન.

બીજી તરફ અયોધ્યાની કડક સુરક્ષાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં યોજાનાર સમારોહ માટે યુપી પોલીસ દ્વારા ૩ ડીઆઈજી તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ૧૭ IPS અને ૧૦૦ PPS સ્તરના અધિકારીઓ સુરક્ષા સંભાળી રહ્યા છે. આ અધિકારીઓની સાથે ૩૨૫ ઈન્સ્પેક્ટર, ૮૦૦ સબ ઈન્સ્પેક્ટર અને ૧૦૦૦થી વધુ કોન્સ્ટેબલ પણ તૈનાત છે.. આમ કોઈપણ જગ્યાએથી આ મહોત્વમાં વિઘ્ન ઊભું ન થાય તેની કાળજી લેવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. pscની ૩ બટાલિયન રેડ ઝોનમાં તૈનાત કરવામાં આવી છે જ્યારે યલો ઝોનમાં ૭ બટાલિયન છે. આમ અયોધ્યા અભેધ કિલ્લો બની ગયો છે.

આ પણ વાંચો :-