Home Blog Page 832

કેનેડામાં મજૂરોને લઇને ઉડાન ભર્યાની મિનિટોમાં જ વિમાન ક્રેશ, ૬ લોકોના મોત

0

કેનેડાથી એક ગંભીર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં ખાણ શ્રમિકોને લઈ જતું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટમાં ક્રેશ થઇ ગયું હતું. માહિતી અનુસાર સવારે ૦૯:૦૦ વાગ્યાની આજુબાજુ આ દુર્ઘટના થઇ હતી.

નોર્થવેસ્ટર્ન એર નામની કંપની દ્વારા સંચાલિત થતું જેટસ્ટ્રીમ ટ્વીન ટર્બોપ્રોપ એરલાઇનર પ્લાને ફોર્ટ સ્મિથમાં રનવે પૂરો થતાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ બચ્યો છે જો કે તે પણ ગંભીર રીતે ઘાયલ થયેલો છે. નોર્થવેસ્ટર્ન એરએ ખુલાસો કરતા કહ્યું હતું કે અમારી સાથે બનેલી આ ઘટના ખુબજ દુર્ભાગ્યપૂર્ણ હતી. આ ફ્લાઇટ કામદારોને ખાણમાં લઈ જતી ચાર્ટર ફ્લાઇટ હતી. હાલમાં ફોર્ટ સ્મિથ રનવે પરથી ઉપડનારી તમામ ફ્લાઈટોને બુધવાર સુધી રોકીને તપાસ શરૂ કરવામાં આવી છે.

કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની તપાસ માટે એક ટીમ તહેનાત કરી છે. આ ટીમ રનવે અને ઘાયલ વ્યક્તિ પાસેથી શક્ય તેટલી માહિતી એકઠી કરીને રિપોર્ટ આપશે. નોર્થ વેસ્ટ ટરિટરીઝ પ્રીમિયર સિમ્પસને દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે હું ફોર્ટ સ્મિથની બહાર આજે ક્રેશ થયેલા નોર્થવેસ્ટર્ન એર પ્લેનમાં સવાર થયેલા લોકોના પરિવારો, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું, સિમ્પસને કહ્યું.

આ પણ વાંચો :-

આજે થી અયોધ્યામાં રાત્રે ૧૧ વાગ્યા સુધી રામ ભક્તો દર્શન કરી શકશે

0

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ મોટી સંખ્યામાં ભક્તો રામ લલ્લાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ગઈ કાલે લગભગ ૫ લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા, આ દરમિયાન મંદિર પરિસરમાં અરાજકતાના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ-વહીવટી તંત્રએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ગઈકાલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VVIP લોકોને ૧૦ દિવસ બાદ આવવાની અપીલ કરી છે.

મંગળવારે ૬ લાખ શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. ભીડને કારણે સ્થિતિ એવી બની કે ખુદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અયોધ્યા પહોંચવું પડ્યું હતું. થોડા કલાકોમાં જ વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. આજે બુધવારે સવારથી રામ મંદિરમાં રામલલાના દર્શન માટે ભક્તોને એક પછી એક મોકલવામાં આવી રહ્યા છે.

યુપી સરકારે કહ્યું કે VVIP મહેમાનો ૧૦ દિવસ સુધી અયોધ્યા ન આવે. જો તમે આવો તો વહીવટીતંત્ર અથવા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરીને આવવા વિનંતી છે. જેથી કરીને વધુ સારી સુવિધા આપી શકાય. અત્યારે ભીડ ઘણી વધારે છે.ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે. સવારે લાંબી કતારો લાગી હતી, પરંતુ અડધા કલાકમાં જ ભક્તો રામલલાના દર્શન કરી રહ્યા હતા. એક બાજુથી લોકો જઈ રહ્યા છે અને બીજી બાજુથી લોકો દર્શન કરીને પાછા આવી રહ્યા છે. ગઈકાલની સરખામણીએ આજે વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રામજન્મભૂમિ પથ પર માત્ર ભક્તોને જ જવા દેવામાં આવે છે.

આ પણ વાંચો :-

આસામ રાઇફલ્સના જવાને પોતાના જ સૈનિકો પર કર્યુ ફાયરિંગ, ૬ લોકો ઈજાગ્રસ્ત

0

દક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં ૬ જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના આસામ રાઈફલ્સ બટાલિયનના કેમ્પસમાં બની હતી, જ્યાં મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું હતું.

માહિતી અનુસાર હુમલો કરનાર જવાન કુકી સમુદાયનો હતો. જેનું ઈજાને લીધે મોત નીપજ્યું હતું. એવો પણ ઘટસ્ફોટ થયો છે કે હુમલાખોરને મૈતેઈ સમુદાયથી કોઈ લેવા દેવા નથી અને તે મણિપુરનો રહેવાસી પણ નહોતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. જો કે તેણે આ ગોળીબારની ઘટનાને કેમ અંજામ આપ્યો તેના વિશે પણ હજુ કોઈ માહિતી નથી. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

માહિતી અનુસાર હુમલો કરનાર જવાન કુકી સમુદાયનો હતો. જેનું ઈજાને લીધે મોત નીપજ્યું હતું. એવો પણ ઘટસ્ફોટ થયો છે કે હુમલાખોરને મૈતેઈ સમુદાયથી કોઈ લેવા દેવા નથી અને તે મણિપુરનો રહેવાસી પણ નહોતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. જો કે તેણે આ ગોળીબારની ઘટનાને કેમ અંજામ આપ્યો તેના વિશે પણ હજુ કોઈ માહિતી નથી. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

નર્મદ યુનિવર્સિટીમાં રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ

0

અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશભરના લોકો ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરના ૫૦૦ વર્ષના ઇતિહાસ અંગે વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા કોર્સની ફી ૧૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે અને આ કોર્સ નો સમયગાળો ૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે. દેશમાં આ પ્રથમવાર હશે જ્યારે રામ મંદિરના ઈતિહાસ પર કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત ૧૨ વર્ષથી વધુ ઉંમરનો કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા ના જણાવ્યા અનુસાર, અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે હાલ જ ભગવાન શ્રીરામના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થાય છે.આ ઐતિહાસિક ક્ષણના દેશભરના લોકો સાક્ષી બન્યા છે. જે બદલ સમગ્ર સનાતન ધર્મ અને હિન્દુ સમુદાય ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યું છે. ભગવાન શ્રીરામ અને તેમના મંદિર પાછળના ઇતિહાસ અને થયેલા આંદોલનો અંગેની જાણકારી લોકોને મળી રહે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર નામના કોર્સની શરૂઆત કરવામાં આવી છે.આ કોર્સ બાર વર્ષથી લઈ મોટી વય સુધીના કોઈ પણ નાગરિક કરી શકે છે.

આ કોર્સ નો સમયગાળો 30 કલાકનો છે અને તેની ફી ૧૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે.  આ કોર્સમાં ૫૦૦ વર્ષના ઇતિહાસના બાબરી મસ્જિદથી વિવાદિત ભાગ સુધીની સમગ્ર યાત્રા, ભગવાન શ્રી રામની સમગ્ર યાત્રા અને ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટના આદેશ સુધીની માહિતી સામેલ રહેશે. આ કોર્સમાં શરૂઆતથી લઈ ૨૨ જાન્યુઆરી સુધીની યાત્રાનો સમાવેશ થાય છે. તે સમગ્ર સમાજને ઈતિહાસના રૂપમાં હકીકતથી વાકેફ કરવાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ કોર્સ વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિચાર્યું હતું તેમ અમે સમગ્ર ભારતમાં પ્રથમવાર ૧૦,૦૦૦ વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની રામ જન્મભૂમિના ઇતિહાસ પરનો આ સંપૂર્ણ પ્રમાણપત્ર કોર્સ શરુ કરવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો ૧૧ ડિગ્રી

0

ગુજરાતની ઠંડીમાં આંશિક રાહત મળી છે. જેમાં રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો ૧૧ ડિગ્રી થયો છે. તેમજ નલિયા નહિ આ વખતે મહુવા શહેરનું તાપમાન સૌથી ઓછુ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે નવસારીમાં ૮ ડિગ્રી સાથે ઠંડું શહેર રહેવા પામ્યું હતું. રાજ્યમાં ૬ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં મહુવામાં ૧૦ ડિગ્રી તાપમાન છે. તેમજ ગાંધીનગર, ડિસા, નલિયા અને રાજકોટમાં ૧૧ ડિગ્રી સાથે અમરેલી, દિવ અને સુરેન્દ્રનગરમાં ૧૨ ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ઘણાં શહેરોમાં તાપમાન ઘટ્યું છે.

રાજ્યના ૧૫ શહેરોમાં તાપમાન ૧૫ ડિગ્રી નીચે નોંધાયું છે. ૧૦.૫ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, હાલ શિયાળાની ૭૦ ટકા સીઝન પૂર્ણ થઈ ગઈ છે.  શિયાળાની સીઝન દરમ્યાન બે થી ત્રણ રાઉન્ડ સારા હતા. આ વર્ષે અલનીનોને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહેવા પામી હતી. તેમજ વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ૨૮ ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે. અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે. ત્યારે આ વર્ષે ૨૦૨૩-૨૪ માં શિયાળો ૧૫ ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.  માર્ચ મહિનાથી તાપમાન વધતું હોય છે. તેમ ૧૫ ફેબ્રુઆરીથી તાપમાનનો પારો વધવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

મુંબઈમાં શોભાયાત્રા પર પથ્થમારો થયા બાદ ૧૩ લોકોની ધરપકડ

0

મુંબઈના મીરા રોડ પર શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ પોલીસ કડકાઈથી વર્તી રહી છે. પોલીસે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા યુઝર્સને કડક ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે હવે શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું છે. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝિંગ શરૂ કર્યું હતું. મહત્ત્વનું છે કે, સોમવારે અયોધ્યામાં રામ મંદિર કાર્યક્રમ પહેલા અને પછી મીરા રોડ પર હિંસા ફાટી નીકળી હતી. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં ૧૫ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.

મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસે એક નોટ જારી કરીને તમામ સોશિયલ મીડિયાના ગ્રૂપ એડમિનને ધ્યાનમાં રાખવા કહ્યું છે કે સમાજમાં શાંતિ જાળવવા માટે, તેઓ મીરા રોડમાં બનેલી ઘટના સાથે સંબંધિત કોઈપણ અર્થહીન માહિતી ફોરવર્ડ ન કરે. સોશિયલ મીડિયા પર જોક્સ કે વીડિયો ફોરવર્ડ ન કરો. જો પોલીસના આ આદેશનો ભંગ થશે તો પોલીસ ગ્રુપ એડમિન સામે કડક કાર્યવાહી કરશે. પોલીસે પરિસ્થિતિ તરત જ કાબૂમાં લઈ ે ૧૩ જણની ધરપકડ કરી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં કોઈપણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેને કડક સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરીને અન્ય આરોપીઓની ઓળખ શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

૨૪ જાન્યુઆરી, ૨૦૨૪/ બુધવારના આજના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃષભઃ

મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય.પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ

માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

‌સિંહઃ

તમામ ક્ષેત્રે આનંદ, ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ

મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.  આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ ‌

શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણી શીલતાંનું પ્રમાણ વધશે. નાણાંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃ‌શ્ચિકઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

ધનઃ

માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યુટર, પેકેજી‍ંગ, કોમ્યુનીકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ

આદ્યાત્મિકતા વધે.સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ

ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

રામલીલાના હનુમાન પાત્ર ભજવતા અભિનેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ

0

હરિયાણાના ભિવાનીમાંથી એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રામલીલાના મંચ દરમિયાન હનુમાનનું પાત્ર ભજવી રહેલા હરીશ મહેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. કેટલાક સમય સુધી લોકો આ અકસ્માતને સમજી પણ શક્યા ન હતા. ત્યારબાદ તેને તરત જ ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. શહેરના જવાહર ચોક ખાતે એક સામાજિક સંસ્થા દ્વારા રામના રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હનુમાનજીની પૂજા કરી રહેલા હરીશ મહેતાએ રામજીના ચરણોમાં નમતાની સાથે જ પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

અયોધ્યામાં રામલલાના અભિષેકના દિવસે શહેરમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હનુમાનનું પાત્ર ભજવી રહેલા કલાકારને અચાનક હાર્ટ એટેક આવ્યો અને રામનું પાત્ર ભજવી રહેલા કલાકારના પગમાં જ કલાકારનું મૃત્યુ થયું. આ દરમિયાન ત્યાં હાજર લોકો સમજી ગયા કે, હનુમાનનું પાત્ર ભજવતા હરીશ મહેતા અભિનય કરી રહ્યા છે, તેથી તેઓ અભિનય સમજીને તાળીઓ પાડતા રહ્યા.
લાંબા સમય સુધી શ્રોતાઓ માનતા હતા કે હનુમાન હજુ પણ પૂજા કરી રહ્યા છે. પરંતુ જ્યારે સ્ટેજ પર હાજર લોકોએ તેને ઊંચકવાનો પ્રયાસ કર્યો તો તે ઉઠ્યો નહીં. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના પરિવારજનોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મૃતક હરીશ વીજળી વિભાગમાંથી જેઈ પદ પરથી નિવૃત્ત થયો હતો. તે છેલ્લા ૨૫ વર્ષથી હનુમાનનું પાત્ર ભજવી રહ્યો હતો. કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે સ્ટેજિંગ દરમિયાન તેઓ રામજીના ચરણોમાં નમ્યા પરંતુ ઉભા થઈ શક્યા નહીં. તેને આંચલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ ત્યાં સુધીમાં તેણે જીવ ગુમાવ્યો હતો.

પંજાબ, હરિયાણા અને હિમાચલમાં EDના દરોડા, ૧૮થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે સવારે પંજાબ, હરિયાણા અને હિમાચલના કેટલાક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ખોટા રિફંડ લેવાના કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના ભાગ રૂપે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડીની ટીમો ચંદીગઢ, મોહાલી અને પંચકુલા અને હિમાચલ પ્રદેશમાં પણ દરોડા પાડી રહી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ઈડીની ટીમે ૧૮ વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.  આ દરોડા હુડામાં કથિત રૂ. ૭૦ કરોડના નકલી રિફંડ કૌભાંડ સંબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે. હુડા હવે ‘હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી’ તરીકે ઓળખાય છે. હુડાના ઓછામાં ઓછા છ અધિકારીઓ ઈડીના રડાર પર છે.

બીજી તરફ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિભાગ સાથે સંબંધિત ભ્રષ્ટાચારનો મામલો પણ હિમાચલ સાથે જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલના સોલન અને બદ્દી સ્થળોએ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘણા સરકારી અધિકારીઓ અને કેટલાક નિવૃત્ત અધિકારીઓ સહિત ખાનગી આરોપીઓના લોકેશન પર EDની કાર્યવાહી ચાલુ છે. કરોડો રૂપિયાના ખોટા રીતે રિફંડ લેવાની આ ઘટના છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસમાં હરિયાણાની ઘણી રિયલ એસ્ટેટ સંબંધિત કંપનીઓ અને અધિકારીઓ રડાર પર છે.

આ પણ વાંચો :-

આસામમાં ભારત જોડો ન્યાય યાત્રામાં પોલીસ અને કાર્યકરો સાથે ઘર્ષણ

0

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામ પહોંચી છે. આ યાત્રામાં આજે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું કારણ કે પોલીસે કોંગ્રેસના લગભગ ૫૦૦૦ કાર્યકરોને ગુવાહાટી શહેરમાં જવા માટે અટકાવ્યા હતા. તેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યું હતું, કોંગ્રેસીઓના હોબાળા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યાના સમાચાર પણ મળી રહ્યા છે. પોલીસ કાર્યવાહીમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો ઘાયલ પણ થયા છે.

આસામ પોલીસનું કહેવું છે કે જો ન્યાય યાત્રા શહેરમાં જશે તો ટ્રાફિક વ્યવસ્થાને અસર થશે. પ્રશાસને રેલીને નેશનલ હાઈવે પર જવાનો નિર્દેશ આપ્યો છે. જે શહેરની ફરતે રિંગ રોડ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સરમા પર યાત્રામાં અવરોધ કરવાના આરોપ લગાવી રહી છે. સરમાએ કોંગ્રેસને ઘણા જિલ્લાઓમાં ન જવા પણ સૂચન કર્યું છે.

આસામ સરકારે કહ્યું હતું કે, કોંગ્રેસે ગુવાહાટીના મુખ્ય માર્ગ પર જવાને બદલે નેશનલ હાઈવે તરફ જવું જોઈએ. કોંગ્રેસના કાર્યકરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ લેવાનું કહેવામાં આવ્યું હતું, જે ગુવાહાટીના રિંગ રોડ જેવું છે. કૂચમાં ભાગ લેનારા કોંગ્રેસના લોકોએ કહ્યું કે વહીવટીતંત્રે વાહિયાત કારણોસર ગુવાહાટીમાં પ્રવેશવાની મંજૂરી આપી નથી. આ રીતે મંગળવારે ફરી એકવાર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યાત્રાને લઈને ઘર્ષણ સર્જાયું હતું. અગાઉ સોમવારે પણ જ્યારે સંઘર્ષ શરૂ થયો હતો. કોંગ્રેસનું કહેવું છે કે, હિમંતા બિસ્વા સરમાની સરકાર રાહુલ ગાંધીની મુલાકાતથી ડરી ગઈ છે અને તેમને રોકવા માંગે છે. આસામમાં અમારી એન્ટ્રી થઈ ત્યારથી દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી સતત અમારા કાફલા પર હુમલા કરી રહ્યા છે. આ માટે ગુંડાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-