Home Blog Page 826

ફટાકડા ફોડી કચરો કરવા જતાં પાંચ હજારનો દંડ

0

સુરત શહેર દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ સ્થાન જાળવી રાખવા માટે હવે મનપા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં હવે લગ્નનો વરઘોડો કે અન્ય પ્રસમગ દરમિયાન સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી પડે તેવી ઘટના સુરતમાં બની છે. સુરતના વરાછા વિસ્તારના વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે સાથે નીકળેલા લોકો દ્વારા રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો. તે બદલ આયોજકો પાસે પાલિકાના આરોગ્ય વિભાગે ૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ઈન્દોર સાથે સુરત પણ ભારતનું સૌથી સ્વચ્છ શહેર સાબિત થયું છે. ત્યારબાદ નંબર ૧ યથાવત રાખવા માટે સુરત પાલિકા આયોજન કરી રહી છે. તેમાં સુરતીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટેના પ્રયાસ શરુ થઈ રહ્યું છે. જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂંકનારા પાસે પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિર પાસે વૈશાલી રોડ પરથી એક વરઘોડો પસાર થયો હતો. જેમાં ડીજેના તાલે કાગળ ઉડાવવામાં આવ્યાં હતાં. જેથી રસ્તા પર કચરો થયો હતો. આ કચરાને લઈને પાલિકા દ્વારા અશ્વિનભાઈ નટવરલાલ પંડ્યાને પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે. જેની રસિદ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

ગત બીજી ફેબ્રુઆરીના રોજ આ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની પાવતી હોલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેથી લોકો કહી રહ્યા છે કે, કચરો કરવા વાળાએ ચેતવાની જરૂર છે. પાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. પહેલી વાર પાલિકા દ્વારા અનોખો દંડ ફટકરવામાં આવ્યો છે. વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા દંડ ફરકાર્યો છે. રોડ પર લોકો ગમેતેમ કચરો કરતા હોય છે તેમણે હવે આમાંથી ધડો લેવાની જરૂર હોવાનું પણ લોકો કહી રહ્યાં છે.

આ પણ વાંચો :-

હવે બીજા બે મંદિરનો વારો

0

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે રવિવારે કાશી અને મથુરા વિશે એક મોટી વાત કહી છે. તેમણે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અયોધ્યા બાદ કાશી અને મથુરાના ધાર્મિક સ્થળો શાંતિપૂર્ણ રીતે મળી ગયા બાદ અમે અન્ય તમામ મંદિરો સંબંધિત મુદ્દાઓને છોડી દઈશું.

ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે રવિવારે એક મોટી અને મહત્વની વાત કહી છે. તેમણે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અયોધ્યા બાદ કાશી અને મથુરાના ધાર્મિક સ્થળો જો શાંતિપૂર્ણ રીતે હિન્દુઓને મળી જાય તો આ મુદ્દાને ત્યાં જ પૂરો કરવામાં આવે અને બીજા કોઈ ધાર્મિક સ્થળો મામલે વિવાદ ઊભો કરવામાં નહીં આવે. ગોવિંદ દેવ ગિરી મહારાજે પત્રકાર પરિષદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે મેં પહેલા જ કહ્યું છે કે ત્રણેય મંદિરો શાંતિપૂર્ણ રીતે મળી જાય તો અમે અન્ય ધાર્મિક સ્થળો પર ધ્યાન આપવાનું પણ ઈચ્છતા નથી, કારણ કે આપણે ભવિષ્યમાં જીવવાનું છે. ભૂતકાળમાં જીવાશે નહીં.

ગોવિંદ દેવ ગિરી મહારાજે પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, મેં પહેલેથી જ કહ્યું છે કે ત્રણ મંદિરો શાંતિપૂર્ણ રીતે મળી ગયા પછી, અમે અન્ય મંદિરો પર ધ્યાન આપવાનું પણ ઈચ્છતા નથી, કારણ કે આપણે ભવિષ્યમાં જીવવાનું છે, ભૂતકાળમાં નથી જીવવાનું. દેશનું ભવિષ્ય સારું હોવું જોઈએ, તેથી જો આપણે આ ત્રણ મંદિરો (અયોધ્યા, કાશી, મથુરા) સમજણ અને પ્રેમથી મેળવીશું, પછી અમે તમામ અન્ય બાબતોને ભૂલી જઈશું.

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, ૧૦ પોલીસકર્મીઓ શહીદ

0

પાકિસ્તાનમાં ૮મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં ૧૦ પોલીસકર્મીઓના મોત થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૦ પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે, જેમને DHQ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો. સરકારી એજન્સીએ કહ્યું કે પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, વિસ્ફોટક સામગ્રી એક શોપિંગ બેગમાં રાખવામાં આવી હતી. ચૂંટણી પંચે આ મામલે જિલ્લા મોનિટરિંગ ઓફિસર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) દક્ષિણ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

ડેરા ઈસ્માઈલ ખાને જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે હુમલો કર્યો હતો. જેમાં ૧૦ પોલીસકર્મીઓ માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને ડેરા ઈસ્માઈલ ખાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનામાં પોલીસ સ્ટેશન પર સવારે ૩ના સુમારે ઘણા હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આતંકીઓ તેમના કેટલાક સાથીઓને છોડાવવામાં પણ સફળ રહ્યા હતા.તેમજ પરત જતી વખતે તેઓએ પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયારો પણ લૂંટી લીધા હતા. આ હુમલા બાદ હવે એ પ્રશ્ર્ન થાય છે કે જ્યાં પોલીસ સુરક્ષિત નથી ત્યાં સામાન્ય પ્રજા કેવી રીતે સુરક્ષિત રહી શકે છે.

હુમલા બાદ તરત જ દક્ષિણ વઝીરિસ્તાન ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ ટેન્ક અને ડેરા ગાઝી ખાન તરફ જતા રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસની ઘણી ટીમો મોટા પાયે આતંકવાદીઓને શોધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલા પાછળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જૂથનો હાથ હોઈ શકે છે, જો કે હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે તેની જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આવા આતંકવાદી હુમલાઓએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લી પાડી દીધી છે. પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત આતંકવાદીઓનું પ્રિય સ્થળ છે.

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને કોર્ટનો ઝટકો, કસ્ટડી લંબાવાઇ

0

આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ કેબિનેટ સહયોગી અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે તેમને હાલ રાહત આપી નથી. તેમની ન્યાયિક કસ્ટડી ૨૨ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. ગેરરીતિઓનો પર્દાફાશ થયા બાદ દિલ્હી એક્સાઈઝ પોલિસીને રદ્દ કરવામાં આવી હતી. કેજરીવાલ કેબિનેટના ઘણા નેતાઓ આ મામલે તપાસ હેઠળ છે.

દિલ્હીની રદ કરાયેલી દારૂની નીતિ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં કોર્ટે તપાસ એજન્સીને મુખ્ય નિર્દેશો આપ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈને તપાસનો વિગતવાર સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં દાખલ કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં ૨૨ ફેબ્રુઆરીએ થશે. સીબીઆઈએ કહ્યું કે, “આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. તપાસ હજુ મહત્વના તબક્કામાં છે. આ કેસમાં કેટલાક શંકાસ્પદ લોકો સામે તપાસ ચાલી રહી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વારંવાર સમન્સ મોકલવા અને તેને અવગણવાથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે EDએ મોટું પગલું ભર્યું છે. EDએ શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને પાંચ વખત સમન્સ જારી કર્યા છે, પરંતુ તેઓ એક વખત પણ ઈડી સમક્ષ હાજર થયા નથી. તે એક યા બીજા બહાને સમન્સ પર હાજર થવાનું સતત ટાળી રહ્યો છે.

આ પણ વાંચો :-

ગ્રેમી એવોર્ડ્સમાં શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને વગાડ્યો ભારતનો ડંકો

0

લૉસ એન્જલસમાં ગઈકાલે એટલે કે ૬૬મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષના ગ્રેમી એવોર્ડ્સમાં નેશનલથી લઈને ઈન્ટરનેશનલ સિગર્સનો જલવો રહ્યો છે. ગ્રેમી એવોર્ડ્સ ૨૦૨૪માં શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક આલ્બમનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત ૬૬મા ગ્રેમી એવોર્ડ્સમાં સિંગર ટેલર સ્વિફ્ટ, માઈલી સાયરસ, ઓલિવિયા રોડ્રિગો અને લાના ડેલ રેનો પણ દબદબો રહ્યો છે. શંકર મહાદેવન, ઝાકિર હુસૈન, સેલ્વગણેશ વિનાયકરામ, ગણેશ રાજગોપાલન સંગીતકારોએ ૬૬માં ગ્રેમી એવોર્ડ્સમાં પોતાનો જલવો દેખાડ્યો છે.

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ‘ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું, ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ વિજેતા – ‘ધીસ મોમેન્ટ‘ શક્તિને અભિનંદન.’ ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર તેમના સ્વીકૃતિ ભાષણનો વીડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા હતા.

શંકર મહાદેવને તેમના ભાષણમાં તેમની પત્નીને સતત સાથ આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, ભગવાનનો આભાર, પરિવાર, મિત્રો અને ભારતનો આભાર. અમને તમારા પર ગર્વ છે ભારત. સૌથી છેલ્લે, હું આ એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું, જેને મારા સંગીતનું દરેક સ્વર સમર્પિત છે. આ દરમિયાન માઇલી સાયરસ, ડોજા કેટ, બિલી ઇલિશ, ઓલિવિયા રોડ્રિગો અને ટેલર સ્વિફ્ટને પછાડી તેના હિટ ફ્લાવર્સ માટે બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ માટેનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.

આ પણ વાંચો :-

જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર ગુજરાત (ATS)એ મૌલાનાને મુંબઈથી કરી ધરપકડ

0

ગુજરાત પોલીસે રવિવારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી હતી. મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૫૩ (સી), ૫૦૫ (૨), ૧૮૮ અને ૧૧૪ હેઠળ કેસ નોંધ્યો છે. સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૌલાનાના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમની તાત્કાલિક મુક્તિની માંગણી કરી હતી.

દરમિયાન મૌલાના સલમાન અઝહરીએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેમના સમર્થકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી. મૌલાનાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલી ભીડને માઈક દ્વારા સંબોધિત કરી અને શાંતિ જાળવવાની અપીલ કરી. તેણે કહ્યું, ન તો હું ગુનેગાર છું, ન તો મને અહીં ગુનો કરવા લાવવામાં આવ્યો છે. તેઓ જરૂરી તપાસ કરી રહ્યા છે અને હું પણ તેમને સાથ આપી રહ્યો છું. રવિવારે મોડી રાત્રે ગુજરાત પોલીસે મૌલાના અઝહરીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધા હતા અને મુંબઈથી જૂનાગઢ લાવવામાં આવ્યા હતા.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૌલાના મુફ્તીને હાલ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તેમની વિરુદ્ધ કલમ ૧૫૩A, ૫૦૫, ૧૮૮ અને ૧૧૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૈલાના મુફ્તીને કસ્ટડીમાં લીધા બાદ રેસ્ટોરન્ટની બહાર સેંકડો લોકો એકઠા થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એટીએસ મૌલાના સાથે ગમે ત્યારે મુંબઈ છોડી શકે છે.

આ કેસમાં મલિક અને હબીબની ધરપકડ થઈ ચૂકી છે. અઝહરીએ ધર્મ વિશે વાત કરવા અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવાશે તેમ કહીને પોલીસ પાસેથી કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી લીધી હતી. પોલીસે કહ્યું કે, તેના બદલે તેણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે ગુજરાત ATSએ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મુંબઈથી કસ્ટડીમાં લીધા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આયોજકોએ કાર્યક્રમ માટે પરવાનગી માંગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવાનું હશે. પરંતુ તેમણે પોતાના સંબોધનમાં ભડકાઉ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા મૌલાના અઝહરીના વકીલે કહ્યું કે ઈસ્લામિક ઉપદેશક તપાસમાં સહકાર આપવા તૈયાર છે, પરંતુ આ સંબંધમાં પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

આ પણ વાંચો :-

કાનપુર દેહાતમાં એક ભયાનક માર્ગ અકસ્માત, ૬ લોકોના મોત

0

ઉત્તર પ્રદેશના કાનપુરના દેહતમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે. આ અકસ્માતની ઘટના મોડી રાતે જગન્નાથપુર પાસે બે વાગ્યાની આસપાસ બની હતી જેમાં કાર ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કાબુ બહાર જઈને નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ૬ લોકોના મોત થયા હતા, જેઓ તિલક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.

કાનપુર દેહાતમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો તિલક સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના બે વાગ્યાની આસપાસ સ્વિફ્ટ કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી. આ અકસ્માત સિકંદરા-સંદલપુર રોડ પર જગન્નાથપુર ગામ પાસે થયો હતો. કારમાં સવાર તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. આ લોકો ઈટાવાના ફુક ગામમાંથી તિલક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે રસ્તો લપસણો બની ગયો હતો. કાર જગન્નાથપુર પહોંચી ત્યારે  ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા  નાળામાં પડી ગઈ હતી. કારમાં સવાર ૬ લોકોના મોત થયા હતા જ્યારે બે બાળકોની હાલત ગંભીર હોવાથી કાનપુર સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનાની સ્થળે જેસીબીને મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ૬ લોકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર લોકો મુર્રા ગામ અને ડેરાપુરના શિવરાજપુર ગામના રહેવાસી હતા.

આ પણ વાંચો :-

૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને મંગળવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

0

મેષઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય.કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે.ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ

સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ

નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાકચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ

નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શકય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ

માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ

દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પુરા કરી શકાય.

કુંભઃ

નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ

મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૪/ આજ રવિવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધંધામાં પ્રગતિના યોગ રહશે , જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્યક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ

માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં  વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદવિવાદ ટાળવો.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે આપ્યું રાજીનામું, જાણો કેમ?

0

પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્યું છે, કે તેઓ કેટલાક અંગત કારણોસર અને પ્રતિબદ્ધતાઓને કારણે રાજીનામું આપી રહ્યા છે. રાજ્યપાલે કહ્યું કે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકના પદ પરથી રાજીનામુ આપી રહ્યો છું. તેમણે એક દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

પંજાબની ભગવંત માન સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘણી બાબતો પર મતભેદ ચાલી રહ્યા હતા. માન સરકાર રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી. બે દિવસ પહેલા પણ સીએમ માને રાજ્યપાલ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે રાજ્યપાલ અમને હેરાન કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટાયેલી સરકાર છે. અહીં ઈલેક્ટેડ રાજ કરશે કે, સિલેક્ટેડ રાજ કરશે. લોકતંત્રમાં ઈલેક્ટેડ રાજ ચાલે છે. પરંતુ કેટલાક લોકોને સિલેક્ટેડ રાજ કરવાની આદત પડી ગઈ છે. ભગવંત માન ચંદીગઢમાં મેયર ચૂંટણી મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલ વાતવાતમાં કહી દે છે કે, આ કાયદેસર છે અને આ ગેરકાયદેસર છે. રાજ્યપાલ મમતા દીદીને બંગાળમાં અને અમને પંજાબમાં ખૂબ હેરાન કરે છે.

વિધાનસભામાં બિલ પાસ થવા છતાં રાજ્યપાલની મંજૂરી ન મળવા મામલે માન સરકાર સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી. ત્યારબાદ રાજ્યપાલે પણ ત્રણ બિલને મંજૂરી આપી હતી. અનેક વખત રાજ્યપાલે ભગવંત માન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી. જોકે, બંને તાજેતરમાં ગણતંત્ર દિવસના અવસર પર મળ્યા હતા. મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યપાલની સામે ગીત ગાયું હતું અને રાજ્યપાલે પણ તેમની પ્રશંસા કરી હતી.

૧૬ એપ્રિલ ૧૯૪૦ના રોજ જન્મેલા પુરોહિતે બિશપ કોટન સ્કૂલ, નાગપુર અને રાજસ્થાનમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કોમર્સની ડિગ્રી મેળવી હતી. તેમને સક્રિય રાજકારણમાં ઊંડો રસ હતો અને મહારાષ્ટ્રના પછાત વિસ્તાર વિદર્ભની સતત અવગણના સામે લડવા ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તેમણે ૧૯૭૮માં નાગપુર પૂર્વ મતવિસ્તારમાંથી અને ૧૯૮૦માં નાગપુર દક્ષિણ મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. ૧૯૮૨ માં, તેમણે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ, ઝૂંપડપટ્ટી સુધારણા અને આવાસ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.

આ પણ વાંચો :-