Home Blog Page 825

દિલ્હીમાંથી લશ્કર-એ-તૈયબાનો મૉડ્યૂલ સક્રિય આતંકીની ધરપકડ

0

દિલ્હીમાંથી લશ્કર-એ-તોઈબાના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કાર્યરત લશ્કર-એ-તોઈબા મોડ્યુલના આ સક્રિય આતંકીની નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી છે. આતંકીની ઓળખ રિયાઝ અહેમદ તરીકે થઈ છે.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટેશનની ટીમે જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી તાજેતરમાં કુપવાડામાં પર્દાફાશ કરવામાં આવેલા આતંકી મૉડ્યૂલના મુખ્ય ષડયંત્રકારમાં સામલે એક આતંકવાદીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ રિયાઝ અહેમદના રૂપમાં થઇ છે. દિલ્હી પોલીસની રેલવે પોલીસે માહિતી આપી છે કે આ આરોપી આતંકી એલઓસી પારથી હથિયારો અને દારૂગોળો મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આરોપી નિવૃત સૈનિક અને દિલ્હીમાં કયા હેતુથી આવ્યો હતો તે અંગે તેની પૂછપરછ કરી રહી છે. રિયાઝ પાસેથી એક મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ મળી આવ્યું છે.

આતંકી રિયાઝ અહેમદ કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે અને ખુર્શીદ અહેમદ રાથેર અને ગુલામ સરવર રાથેર સાથે મળીને આતંકવાદીઓ દ્વારા એલઓસી પારથી હથિયારો અને દારૂગોળો મેળવવામાં સામેલ હતો. આતંકી રિયાઝ અહેમદ ને ધરપકડ ૪ ફેબ્રુઆરી કરવામાં આવી હતી. આરોપી આકાઓ દ્વારા LOC પાર કરીને હથિયાર અને દારૂગોળો લેવામાં ખુર્શીદ અહેમદ રાથર અને ગુલામ સરવર રાથર સાથે ષડયંત્ર રચવામાં સામેલ હતો.

આ પણ વાંચો :-

સુરતમાંથી ૩૫ લાખના M.D. ડ્રગ્સ સાથે એકની ધરપકડ

0

સુરત શહેરના ભેસ્તાન આવાસમાંથી પકડાયેલા રૂપિયા ૩૫ લાખનાં M.D. ડ્રગ્સ કેસમાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો છે. સુરતમાં ડ્રગ્સ વિરોધી જન જાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે “નો ડ્રગ્સ ઈન સુરત સિટી” અભિયાન ચાલું કરવામાં આવી રહ્યું છે. મોબિન મહેમુદ શાહને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

સર્વેલન્સના આધારે પોલીસને મળેલી ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ઉપરોક્ત M.D. ડ્રગ્સ કેસમાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી મોબિન મહેમુદ શાહને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે, આજથી ચારેક માસ પહેલા DCB સુરત પોલીસે ભેસ્તાન આવાસમાં રેઇડ કરી રૂપિયા ૩૫ લાખથી વધારે કિંમતનાં M.D. ડ્રગ્સ તથા પિસ્ટલ સહિતના મુદ્દામાલ સાથે જાકીર પટેલ તથા મો. સઈદ અન્સારી ની ધરપકડ કરેલ, ત્યારબાદ ડીંડોલી પોલીસે તપાસ દરમિયાન આ MD ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રીઝવાન મેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતાં ફીરોઝખાન પઠાણને ઝડપી પાડેલ હતાં.

ભેસ્તાન આવાસમાં રહેતાં મોબિન મહેમુદ શાહને વોન્ટેડ જાહેર કરેલ હતો, જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મોબિન મહેમુદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચીન ડીવીઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની ઉપર એ.સી.બી. નો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ, લગ્ન-તલાક અને ઘણા નિયમો બદલાશે

0

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે ​​વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા રજૂ કરી છે. બિલ પર ચર્ચાની માગણીને લઈને વિધાનસભામાં હંગામો થયો છે. દરમિયાન વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ થયા બાદ તે કાયદો બની જશે. આ સાથે, ઉત્તરાખંડ આઝાદી પછી UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. ડ્રાફ્ટમાં ૪૦૦થી વધુ વિભાગોનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય પરંપરાગત રિવાજોથી ઉદ્ભવતી વિસંગતતાઓને દૂર કરવાનો છે.

ઉક્કરાખંડમાં યુસીસી લાગુ થતા કેટલાક અધિકારો બદલાશે તો કેટલાક નવા નિયમો ઉમેરાશે અને આ તમામ નિયમોનું પાલન દરેક વ્યક્તિએ કરવાનું રહેશે પછી તે કોઈ પણ જાતિ કે ધર્મનો હોય. UCC બિલ લાગૂ થયા બાદ તમામ ધર્મોમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ હશે. સ્ત્રી-પુરુષને છૂટાછેડા આપવાનો સમાન અધિકાર, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પહેલા માતા પિતાને જણાવવું પડશે.

UCC બિલ લાગુ થતા ઘણાં નિયમો બદલાશે

  • UCC લાગુ થયા બાદ એકથી વધુ લગ્ન કરવા પર પ્રતિબંધ લાગી જશે.
  • યુવતીઓના લગ્નની ઉંમર ૨૧ વર્ષ નક્કી કરવામાં આવી શકે છે.
  • લિવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકો માટે પોલીસમાં રજિસ્ટ્રેશન જરૂરી બનશે
  • લિવ ઇન રિલેશનશીપમાં રહેતા લોકોએ પોતાની જાણકારી આપવી જરૂરી બનશે અને આવા સંબંધોમાં રહેતા લોકોએ પોતાના માતા-પિતાને પણ જાણ કરવી પડશે.
  • લગ્નનું રજિસ્ટ્રેશન ના કરાવવા પર કોઇ પણ સરકારી સુવિધાથી વંચિત થવું પડશે.
  • મુસ્લિમ મહિલાઓને પણ ખોળે લેવાનો અધિકાર મળશે અને તેની પ્રક્રિયા સરળ હશે.
  • પતિ અને પત્ની બન્ને છૂટાછેડાની પ્રક્રિયા સુધી સમાન પહોંચ મળશે.
  • નોકરી કરતા પુત્રના મૃત્યુની સ્થિતિમાં વૃદ્ધ માતા-પિતાના ભરણ પોષણની જવાબદારી પત્ની પર રહેશે અને તેને વળતર પણ મળશે.
  • પતિના મૃત્યુની સ્થિતિમાં જો પત્ની ફરી લગ્ન કરે છે તો તેને મળેલુ વળતર માતા-પિતા સાથે શેર કરવામાં આવશે.
  • અનાથ બાળકો માટે સંરક્ષણની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.
  • પતિ-પત્ની વચ્ચે વિવાદ મામલે બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને આપવામાં આવી શકે છે.

માર્ચ ૨૦૨૨માં સરકારની રચના બાદ કેબિનેટની પ્રથમ બેઠકમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની મંજૂરી આપી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગોવામાં યુસીસી પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે.

સુરત શહેરમાં શ્વાનનો આતંક, ૪ વર્ષની બાળાને કરડી ખાતા મોત

0

સુરત શહેરમાં કુતરાનો આતંક ખૂબ જ વધી રહ્યો છે, વધુ એક નિર્દોષ બાળાને કુતરાઓએ શિકાર બનાવી હતી ભેસ્તાન કલરટેક્સ કંપનીની બાજુમાં ઝુપડપટ્ટીમાં રહેતી ૪ વર્ષની માસૂમ બાળકીને કુતરાઓએ કરડી ખાધા તેનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. તે દરમ્યાન ૮ થી ૧૦ જેટલા શ્વાનોએ અચાનક બાળકી પર હુમલો કર્યો હતો. માતા-પિતા કામ પરથી પરત આવી રહ્યા હતા.  તે દરમ્યાન બાળકીની શોધખોળ કરતા બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલનાં તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરી હતી.

મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા તેમજ એક દીકરી સુરમિલા (૪ વર્ષ) સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી કંપનીના બોઈલરમાં કોલસા નાખવાનું મજુરી કામ છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈને જતા હતા અને સુરમિલા તેમજ બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતાં હતાં. રાબેતા મુજબ સોમવારે પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે ૫ વાગ્યાનાં સુમારે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા. ઘરની પાસે જાળીઓમાં ગાયને ખાવા માટે ચારા નાખવામાં આવે છે.

ડિંડોલી વિસ્તારમાં શ્રીનાથ નગરમાં ૬ વર્ષીય પૃથ્વીરાજ અમરેશ ચૌહાણ ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક બે શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને શરીરે બચકા ભર્યા હતા. બાળક દ્વારા બુમાબુમ કરતા તેની માતા તેમજ પાડોશીઓએ દોડી આવી શ્વાનની ચૂંગાલમાંથી છોડાવી તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.  સુરત શહેરમાં દિન પ્રતિદિન કૂતરાનો આતંક વધી રહ્યો છે. સુરત સિવિલમાં શ્વાન કરડવાના ૧૩ નવા કેસ નોંધાવા પામ્યા હતા. જ્યારે એન્ટી રેબિસ વિભાગના જણાવ્યા અનુસાર રોજ કૂતરા કરડવાના ૩૫ થી ૪૦ નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, ઘટના સ્થળે ૫ લોકોનાંં મોત

0

મધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેટલાક અહેવાલોમાં ૫ લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે અત્યાર સુધી મૃતકાંકની પુષ્ટી થઇ શકી નથી.

ફટાકડાં ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના લીધે આજુબાજુના ૬૦થી વધુ મકાનો વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ચૂક્યા હતા. ૨૫થી વધુ લોકોને જિલ્લા હોસ્પિટલે ખસેડાયા હોવાની માહિતી છે. ૧૦૦થી વધુ મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને જેમ તેમ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના પછી જ લોકોના રેસ્ક્યૂની કાર્યવાહી શરૂ થઇ શકશે. આગની જ્વાળાઓ પર કાબૂ મેળવવામાં એટલા માટે પણ વિલંબ થઈ રહ્યો છે કેમ કે ત્યાં ફટાકડાંનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં છે. જેના લીધે આગ વધુને વધુ ભડકી રહી છે. સતત વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. આ દરમિયાન તંત્રના ટોચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યાની માહિતી મળી રહી છે. હજુ ફેક્ટરીમાં કેટલાં લોકો ફસાયા છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.

આ પણ વાંચો :-

બ્રિટનના કિંગ ચાર્લ્સ III ૭૫ વર્ષની ઉંમરે કેન્સરથી પીડિત

0

બ્રિટનના કિંગ ચાર્લ્સ III કેન્સરથી પીડિત છે અને તેમની સારવાર શરૂ થઈ ચૂકી છે. બકિંગહામ પેલેસે સોમવારે આ માહિતી આપી હતી. લંડનમાં બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજવી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે. બકિંગહામ પેલેસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ૭૫ વર્ષીય રાજા ચાર્લ્સને તાજેતરમાં પ્રોસ્ટેટની સારવાર દરમિયાન કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ પ્રોસ્ટેટ કેન્સર નથી. નિવેદનમાં એ વાતનો ખુલાસો થયો નથી કે રાજા ચાર્લ્સ III કયા કેન્સરથી પીડિત છે. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ચાર્લ્સ તેમની સારવાર અંગે સંપૂર્ણ રીતે હકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને જાહેર જીવનમાં પાછા ફરશે.

બકિંઘમ પેલેસના એક નિવેદનમાં ૭૫ વર્ષીય ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ચાર્લ્સ તેમની સારવાર અંગે સંપૂર્ણ રીતે સકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને જાહેર જીવનમાં પાછા ફરશે. બકિંઘમ પેલેસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટના વિસ્તરણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તપાસ બાદ કેન્સરના એક સ્વરૂપની ઓળખ કરાઈ હતી. હાલમાં તેમની નિયમિત સારવાર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ડોકટરોએ તેમને જાહેર કાર્યક્રમોથી અંતર જાળવવાની સલાહ આપી હતી.

સાત દાયકાથી વધુ સમયની રાહ જોયા બાદ ચાર્લ્સ બ્રિટનના રાજા બન્યા છે અને તેમના શાસનના ૧૮ મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમને કેન્સર હોવાની જાણકારી મળી છે. બકિંઘમ પેલેસે જાહેરાત કરી હતી કે ૭૫ વર્ષીય કિંગ ચાર્લ્સ સારવારને કારણે અસ્થાયી રૂપે જાહેર કાર્યક્રમોમાં હાજરી નહીં આપી શકે અને તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી શક્ય તેટલી વહેલી તકે જાહેર કાર્યક્રમોમાં પાછા ફરશે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં આપના મોટા ૧૨ નેતાઓના ઘરે EDના દરોડા

0

દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસમાં 12 થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર AAPના રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે EDના દરોડા ચાલુ છે. આ ઉપરાંત સીએમ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમારના સ્થાન પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય દિલ્હી જલ બોર્ડના પૂર્વ સભ્ય શલભના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરોડો દિલ્હી સરકારના મંત્રી આતિષીની પ્રેસ કોન્ફરન્સ પહેલા થયો હતો. આતિશી EDને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા.

૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૪/ આજ મંગળવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધંધામાં પ્રગતિના યોગ રહશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય.કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે.ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ

સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ

નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાકચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ

નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શકય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ

માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ

દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પુરા કરી શકાય.

કુંભઃ

નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ

મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

વિધેયકમાં પેપર લીક કરવા મામલે કડક સજા અને દંડની જોગવાઈ

0

પેપર લીક બિલ આજે ૫ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે બિલ રજૂ કર્યું હતું. વિધેયકમાં પેપર લીક કરવા અને તેની જગ્યાએ બીજા અન્યએ પરીક્ષા આપવા માટે કડક સજા અને દંડની જોગવાઈ છે. જો પેપર લીક કેસમાં દોષી સાબિત થશે તો ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયાનો દંડ થશે. અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા પર પણ આકરી સજા થશે. ચાલો જાણીએ કે પેપર લીક અને કોપીના કયા કેસમાં કેટલી સજા અને દંડની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે.

દેશના વિવિધ રાજ્યોમાં પેપર લીક અને નકલની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ કાયદા પણ બન્યા છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેની વિરુદ્ધ કોઈ કાયદો નથી. ઘણા રાજ્યોમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષાઓ યોજવી પડી હતી. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં પેપર લીક પર પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ ૨૦૨૪ રજૂ કર્યું હતું.

જો પેપર લીક કેસમાં દોષી સાબિત થશે તો ગુનેગારને ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયાનો દંડ થશે. પરીક્ષા આપવાના કિસ્સામાં જો કોઈ અન્ય વ્યક્તિ દોષી સાબિત થશે તો ૩થી ૫ વર્ષની જેલની સજા થશે અને ૧૦ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા પેપર લીક અને નકલના કેસમાં સંડોવાયેલી હોવાનું જણાશે તો પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.

ન માત્ર ગુજરાત પણ રાજસ્થાન, તેલંગાણા, મધ્ય પ્રદેશ, ઝારખંડમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને આ પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકાર પુન: પરીક્ષા માટે નાણાં ખર્ચે છે અને તેને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને પણ વિદ્યાર્થીઓના રોષનો સામનો કરવો પડે છે. UPSC, SSC, રેલ્વે, બેંકિંગ, NEET, મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતની વિવિધ પરીક્ષાઓ તેના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવી છે. રાષ્ટ્રપતિના સંબોધનમાં પેપર લીક પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પેપર લીક થવા કે નકલ થવાને કારણે લાખો ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાન, તેલંગાણા, એમપી, ગુજરાત, ઝારખંડમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને આ પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકાર પુન: પરીક્ષા માટે નાણાં ખર્ચે છે અને તેને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને પણ વિદ્યાર્થીઓના રોષનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો :-

ચિલીમાં જંગલોની ભીષણ આગ ફાટી નીકળી, ૯૦ લોકોના મોત

0

મધ્ય ચિલીના જંગલોમાં લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચિલીના ગીચવસ્તી ધરાવતા વિસ્તારો પણ આગની ઝપટમાં આવી ગયા છે. જેમાં આગમાં સળગી જવાના કારણે ઓછામાં ૯૦ લોકોના મોત થયા હતા. ફાયર વિભાગ આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ આગ એટલી ગંભીર બની ગઈ છે કે તેના પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફેલાયેલી વિશાળ આગને કારણે ઓછામાં ઓછા ૯૦ લોકો મૃત્યુ પામ્યા અને લગભગ ૧,૧૦૦ ઘરો બળીને રાખ થઈ ગયા.

ગૃહ મંત્રી કેરોલિના તોહાએ જણાવ્યું કે, દેશના મધ્ય અને દક્ષિણમાં ૯૨ જગ્યાએ જંગલોમાં આગ ફાટી નીકળી છે. સમગ્ર વિસ્તારમાં આ અઠવાડિયે તાપમાન અસામાન્ય રીતે ઊંચું કહ્યું હતું. સૌથી વધુ ભયંકર આગ વાલ્પારાસો પ્રદેશમાં લાગી હતી, જ્યાં સરકારે હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા વિનંતી કરી હતી.

ક્વિલ્પુ અને વિલા અલેમાના નગરો નજીક લાગેલી આગમાં ૮,૦૦૦ હેક્ટર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. આગને કારણે રિસોર્ટ ટાઉન વિન્યા ડેલ મારને પણ ફટકો પડવાની સંભાવના જોવાઈ રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે ૧૯ હેલિકોપ્ટર અને ૪૫૦ ફાયરબ્રિગ્રેડના વાહનોનો સહારો લેવામાં આવી રહ્યો છે.

અલ નીનોને કારણે આ વર્ષે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ ભાગમાં સામાન્ય કરતા વધારે ગરમ તાપમાન સાથે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગરમીના કારણે જંગલમાં આગ લાગવાનું જોખમ વધી ગયું છે. કોલંબિયામાં જાન્યુઆરી મહિનામાં ૧૭,૦૦૦ હેક્ટરથી વધુ જંગલો આગને કારણે નાશ પામ્યા હતાં.

આ પણ વાંચો :-