સુરતમાંથી ૩૫ લાખના M.D. ડ્રગ્સ સાથે એકની ધરપકડ

Share this story

સુરત શહેરના ભેસ્તાન આવાસમાંથી પકડાયેલા રૂપિયા ૩૫ લાખનાં M.D. ડ્રગ્સ કેસમાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો છે. સુરતમાં ડ્રગ્સ વિરોધી જન જાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે “નો ડ્રગ્સ ઈન સુરત સિટી” અભિયાન ચાલું કરવામાં આવી રહ્યું છે. મોબિન મહેમુદ શાહને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

સર્વેલન્સના આધારે પોલીસને મળેલી ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ઉપરોક્ત M.D. ડ્રગ્સ કેસમાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી મોબિન મહેમુદ શાહને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે, આજથી ચારેક માસ પહેલા DCB સુરત પોલીસે ભેસ્તાન આવાસમાં રેઇડ કરી રૂપિયા ૩૫ લાખથી વધારે કિંમતનાં M.D. ડ્રગ્સ તથા પિસ્ટલ સહિતના મુદ્દામાલ સાથે જાકીર પટેલ તથા મો. સઈદ અન્સારી ની ધરપકડ કરેલ, ત્યારબાદ ડીંડોલી પોલીસે તપાસ દરમિયાન આ MD ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રીઝવાન મેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતાં ફીરોઝખાન પઠાણને ઝડપી પાડેલ હતાં.

ભેસ્તાન આવાસમાં રહેતાં મોબિન મહેમુદ શાહને વોન્ટેડ જાહેર કરેલ હતો, જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મોબિન મહેમુદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચીન ડીવીઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેની ઉપર એ.સી.બી. નો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.

આ પણ વાંચો :-