સુરત શહેરમાં શ્વાનનો આતંક, ૪ વર્ષની બાળાને કરડી ખાતા મોત

Share this story

સુરત શહેરમાં કુતરાનો આતંક ખૂબ જ વધી રહ્યો છે, વધુ એક નિર્દોષ બાળાને કુતરાઓએ શિકાર બનાવી હતી ભેસ્તાન કલરટેક્સ કંપનીની બાજુમાં ઝુપડપટ્ટીમાં રહેતી ૪ વર્ષની માસૂમ બાળકીને કુતરાઓએ કરડી ખાધા તેનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. તે દરમ્યાન ૮ થી ૧૦ જેટલા શ્વાનોએ અચાનક બાળકી પર હુમલો કર્યો હતો. માતા-પિતા કામ પરથી પરત આવી રહ્યા હતા.  તે દરમ્યાન બાળકીની શોધખોળ કરતા બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલનાં તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરી હતી.

મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા તેમજ એક દીકરી સુરમિલા (૪ વર્ષ) સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી કંપનીના બોઈલરમાં કોલસા નાખવાનું મજુરી કામ છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈને જતા હતા અને સુરમિલા તેમજ બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતાં હતાં. રાબેતા મુજબ સોમવારે પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે ૫ વાગ્યાનાં સુમારે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા. ઘરની પાસે જાળીઓમાં ગાયને ખાવા માટે ચારા નાખવામાં આવે છે.

ડિંડોલી વિસ્તારમાં શ્રીનાથ નગરમાં ૬ વર્ષીય પૃથ્વીરાજ અમરેશ ચૌહાણ ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક બે શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને શરીરે બચકા ભર્યા હતા. બાળક દ્વારા બુમાબુમ કરતા તેની માતા તેમજ પાડોશીઓએ દોડી આવી શ્વાનની ચૂંગાલમાંથી છોડાવી તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.  સુરત શહેરમાં દિન પ્રતિદિન કૂતરાનો આતંક વધી રહ્યો છે. સુરત સિવિલમાં શ્વાન કરડવાના ૧૩ નવા કેસ નોંધાવા પામ્યા હતા. જ્યારે એન્ટી રેબિસ વિભાગના જણાવ્યા અનુસાર રોજ કૂતરા કરડવાના ૩૫ થી ૪૦ નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો :-