ફટાકડા ફોડી કચરો કરવા જતાં પાંચ હજારનો દંડ

Share this story

સુરત શહેર દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ સ્થાન જાળવી રાખવા માટે હવે મનપા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં હવે લગ્નનો વરઘોડો કે અન્ય પ્રસમગ દરમિયાન સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી પડે તેવી ઘટના સુરતમાં બની છે. સુરતના વરાછા વિસ્તારના વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે સાથે નીકળેલા લોકો દ્વારા રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો. તે બદલ આયોજકો પાસે પાલિકાના આરોગ્ય વિભાગે ૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ઈન્દોર સાથે સુરત પણ ભારતનું સૌથી સ્વચ્છ શહેર સાબિત થયું છે. ત્યારબાદ નંબર ૧ યથાવત રાખવા માટે સુરત પાલિકા આયોજન કરી રહી છે. તેમાં સુરતીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટેના પ્રયાસ શરુ થઈ રહ્યું છે. જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂંકનારા પાસે પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિર પાસે વૈશાલી રોડ પરથી એક વરઘોડો પસાર થયો હતો. જેમાં ડીજેના તાલે કાગળ ઉડાવવામાં આવ્યાં હતાં. જેથી રસ્તા પર કચરો થયો હતો. આ કચરાને લઈને પાલિકા દ્વારા અશ્વિનભાઈ નટવરલાલ પંડ્યાને પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે. જેની રસિદ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

ગત બીજી ફેબ્રુઆરીના રોજ આ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની પાવતી હોલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેથી લોકો કહી રહ્યા છે કે, કચરો કરવા વાળાએ ચેતવાની જરૂર છે. પાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. પહેલી વાર પાલિકા દ્વારા અનોખો દંડ ફટકરવામાં આવ્યો છે. વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા દંડ ફરકાર્યો છે. રોડ પર લોકો ગમેતેમ કચરો કરતા હોય છે તેમણે હવે આમાંથી ધડો લેવાની જરૂર હોવાનું પણ લોકો કહી રહ્યાં છે.

આ પણ વાંચો :-