કાનપુર દેહાતમાં એક ભયાનક માર્ગ અકસ્માત, ૬ લોકોના મોત

Share this story

ઉત્તર પ્રદેશના કાનપુરના દેહતમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે. આ અકસ્માતની ઘટના મોડી રાતે જગન્નાથપુર પાસે બે વાગ્યાની આસપાસ બની હતી જેમાં કાર ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કાબુ બહાર જઈને નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ૬ લોકોના મોત થયા હતા, જેઓ તિલક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.

કાનપુર દેહાતમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો તિલક સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રીના બે વાગ્યાની આસપાસ સ્વિફ્ટ કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી. આ અકસ્માત સિકંદરા-સંદલપુર રોડ પર જગન્નાથપુર ગામ પાસે થયો હતો. કારમાં સવાર તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. આ લોકો ઈટાવાના ફુક ગામમાંથી તિલક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે રસ્તો લપસણો બની ગયો હતો. કાર જગન્નાથપુર પહોંચી ત્યારે  ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા  નાળામાં પડી ગઈ હતી. કારમાં સવાર ૬ લોકોના મોત થયા હતા જ્યારે બે બાળકોની હાલત ગંભીર હોવાથી કાનપુર સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનાની સ્થળે જેસીબીને મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ૬ લોકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર લોકો મુર્રા ગામ અને ડેરાપુરના શિવરાજપુર ગામના રહેવાસી હતા.

આ પણ વાંચો :-