Home Blog Page 827

અમેરિકામાં કાર્યક્રમ દરમિયાન બે ખાલિસ્તાની જૂથો મારામારી પર ઉતરી આવ્યા

0

ભારત સાથે દોસ્તીનો દાવો કરતા અમેરિકામાં ભારત વિરોધી અને ભારત સામે ઝેર ઓકનારા ખાલિસ્તાનીઓને વાણી સ્વાતંત્ર્યના નામે ગમે તે કરવાની છૂટ આપવામાં આવતી હોય છે. જેના કારણે ખાલિસ્તાનીઓ વારંવાર ભારત વિરોધી દેખાવો કરતા હોય છે. જોકે સાન ફ્રાન્સિસ્કો શહેરમાં યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાં ખાલિસ્તાનીઓ અંદરો અંદર મારામારી પર ઉતરી આવ્યા હતા.

સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ૨૮ જાન્યુઆરીએ ખાલિસ્તાન માટે કથિત જનમત સંગ્રહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવાયા હતા પણ આ કાર્યક્રમ દરમિયાન બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો અને જોત જોતામાં મારામારી શરુ થઈ ગઈ હતી. આ પૈકીનું એક જૂથ મેજર સિંહ નિજ્જર તેમજ બીજુ જૂથ સરબજીત સિંહ સબીનુ હોવાનું કહેવાઈ રહ્યું છે.

એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નૂ દ્વારા મેજર સિંહ નિજ્જરના ગ્રુપને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યુ છે. આ જનમત સંગ્રહમાં પન્નૂ પણ હાજર હતો. જોકે પન્નૂની હરકતોથી મેજર સિંહનુ જૂથ રોષે ભરાયેલુ હતુ અને જનમત સંગ્રહના નામે થયેલા તમાશમાં ખાલિસ્તાનીઓ જ અંદરો અંદર બાખડી પડયા હતા.

આ પણ વાંચો :-

ઉત્તરપ્રદેશમાં મહિલા જજે સરકારી આવાસમાં કરી આત્મહત્યા

0

ઉત્તર પ્રદેશના બદાયુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આજે સવારે મહિલા જજ જ્યોત્સના રાયનો મૃતદેહ સરકારી આવાસમાં લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. ડીએમ-એસએસપી સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સિવિલ જજ જુનિયર ડિવિઝન કોર્ટના જજ જ્યોત્સના રાય શનિવારે સવારે તેમની કોર્ટમાં પહોંચ્યા ન હતા. અન્ય સાથી જજોએ તેમના નંબર પર ફોન કર્યો, પરંતુ કોલ રિસિવ ના થયો. કર્મચારીઓના જણાવ્યા અનુસાર જજના નિવાસનો દરવાજો અંદરથી બંધ હતો. ફોન કરવા છતાં દરવાજો ન ખૂલતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેમના ઘરનો દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ પોલીસ ઘરમાં પ્રવેશી હતી. તેમની લાશ રૂમની અંદર પંખા સાથે લટકતી હતી.

આજે સવારે નિવાસસ્થાનના કર્મચારીઓએ જજ જ્યોત્સના રાયની લાશ લટકતી જોઈ હતી. પછી તેઓએ પોલીસ અને અન્ય જજોને જાણ કરી. આ પછી જિલ્લા ન્યાયાધીશ, ડીએમ, એસએસપી, સિટી એસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની સુચના મળતા જ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યોત્સના મૂળરૂપે મઉ જીલ્લાની રહેવાસી હતી. તે બદાયુમાં સિવિલ જજ જુનિયર ડિવિઝનની મુન્સિફ મેજિસ્ટ્રેટ હતી.

આ પણ વાંચો :-

શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલે કર્યાં ચોંકાવનારા ખુલાસો

0

આર.ટી.આઈના નામે શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી લાખો રૃપિયાનો તોડ કરનાર મહેન્દ્ર પટેલ સીઆઇડી ક્રાઇમના સકંજામાં છે ત્યારે ભોગ બનનાર શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીઓની હિંમત ખુલી છે અને તેની સામે લાખો રૃપિયાનો તોડ કરવાની વધુ બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આરોપી રિમાન્ડ ઉપર છે ત્યારે આ તોડકાંડનો આંકડો વધવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.

મહેન્દ્ર પટેલે તેના ગુનાની કબૂલાતમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ રૂપિયા ૪ થી ૫ કરોડનો તોડ કર્યાનું કબૂલ્યું છે. ૫ દિવસના રિમાન્ડ દરમિયાન મહેન્દ્ર પટેલે મૌન તોડતા કેટલાક ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. એક બે નહીં પરંતુ ૫૦ જેટલી શાળામાં તોડ કર્યો હોવાની કબૂલાત કરી છે. તોડબાજ મહેન્દ્ર પટેલ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

રાજ્યમાં શિક્ષણ જગતમાં સૌથી મોટા તોડકાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં મહેન્દ્ર પટેલનું નામ સામે આવ્યું હતું. રાજ્યમાં શાળાની મંજૂરી લેવા માટે આ તોડબાઝ મહેન્દ્ર સિંહ અનેક શાળાઓમાં તોડ કરવીને મંજૂરીના નામે પૈસા પડાવ્યા હતા. આ મામલો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘર અને ઓફિસે દરોડા પડ્યા હતા.

પોલીસ તપાસમાં રોકડ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તપાસમાં મહેન્દ્ર પટેલ ૫૦ જેટલી શાળાઓ સાથે સેટિંગ કરી ગેરકાયદેસર રીતે વસૂલાત કર્યાનો ભાંડો ફાટ્યો છે. ૨૮ જાન્યુઆરીએ આ તોડકાંડમાં RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેમની સઘન પુછપરછ ચાલી રહી છે પૂછપરછમાં તેમણે ૫ કરોડ જેટલી રકમ વસૂલી હોવાનો સામે આવી રહ્યું છે.

ક્રાઈમ બ્રાંચની ટીમ બીજા દિવસે નોટિસ લઈને કેજરીવાલના ઘરે પહોંચી

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ શનિવારે સતત બીજા દિવસે નોટિસ લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. આમ આદમી પાર્ટીના કન્વીનરે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ આરોપોની તપાસ કરવા દિલ્હી પોલીસ પહોંચી છે.કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ‘મોદીજીનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે અને આમ કરીને તેઓ દિલ્હી સરકારને પછાડવા માગે છે. અમે આવું ક્યારેય નહીં થવા દઈએ.

અગાઉ, EDએ ૧૭ જાન્યુઆરી, ૩ જાન્યુઆરી, ૨૧ ડિસેમ્બર અને ૨ નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ED દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેને પૂછપરછના બહાને બોલાવીને તેની ધરપકડ કરવા માંગે છે. AAPનું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને મોકલી શકે છે.

કેજરીવાલ અને આમ આદમી પાર્ટી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીમાં ઓપરેશન લોટસ ૨.૦ ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં AAPના ૭ ધારાસભ્યોને ૨૫ કરોડ રૂપિયાની લાલચ આપીને દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે આ આરોપોની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. જે બાદ આ કેસની તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી હતી.

દિલ્હી પોલીસ અરવિંદ કેજરીવાલને નોટિસ આપી ચૂકી છે. શુક્રવારે ક્રાઈમ બ્રાંચની ટીમ નોટિસ આપવા માટે સીએમ કેજરીવાલ અને મંત્રી આતિશીના ઘરે પણ ગઈ હતી. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ધારાસભ્યોને ૨૫ કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. ભાજપે આમ આદમી પાર્ટીના આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા કે લોકસભા ચૂંટણી પહેલા જ તેમને શા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. તપાસ તો બે વર્ષથી ચાલી રહી છે તો લોકસભા ચૂંટણી પહેલા જ કેમ બોલાવવામાં આવી રહ્યા છે? CBIએ ૮ મહિના પહેલા મને બોલાવ્યો હતો. હું પણ ગયો હતો અને જવાબો પણ આપ્યા હતા. હવે જ્યારે મને લોકસભાની ચૂંટણી પહેલા બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે તેનો ઉદ્દેશ્ય મારી પૂછપરછ કરવાનો નથી. તે લોકો મને બોલાવીને મારી ધરપકડ કરવા માંગે છે. જેથી હું પ્રચાર ન કરી શકું. નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે ભાજપ ED અને CBIનો ઉપયોગ કરી રહી છે.

આ પણ વાંચો :-

 

જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ફટકારી બેવડી સદી

0

ભારતના વિશાખાપટ્ટનમમાં આવેલા ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. આ બીજી ટેસ્ટ મેચમાં ૨૨ વર્ષીય ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલની ઈંગ્લેન્ડ સામેની શાનદાર બેવડી સદીએ ઘણાને પ્રભાવિત કર્યા છે. જયસ્વાલના ૨૯૦ બોલમાં ૨૦૯ રનએ પ્રથમ સત્રનું ઉત્કૃષ્ટ પ્રદર્શન છે અને ભારતને આ શ્રેણીમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે અત્યંત જરૂરી હિસ્સેદારી છે. યશસ્વી જયસ્વાલના ક્રિકેટમાં આવા શાનદાર દેખાવથી દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર તેમજ શિખર ધવનને ખૂબ જ પ્રભાવિત કર્યા છે.

જયસ્વાલ અને એન્ડરસન વચ્ચેની રોમાંચક સ્પર્ધાનો અંત આવ્યો છે કારણ કે યુવા ભારતીય ઓપનરે પીઢ ઇંગ્લેન્ડના ઝડપી બોલર સામે મોટી હિટ મારી હતી પરંતુ વધારાના કવર શૉટમાં જોની બેરસ્ટોને કેચ આપી બેઠો હતો. જયસ્વાલ ૨૯૦ બોલમાં ૨૦૯ રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે ૨૯૦ બોલમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે ૨૦૯ રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેને ૧૯ ફોર અને ૭ સિક્સર ફટકારી હતી.

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, ‘શાબાશ યશસ્વી. સુપર પ્રયાસ. જ્યારે સ્ટાર ભારતીય બેટર શિખર ધવને જયસ્વાલના દાવની પ્રશંસા કરી અને ઓપનરના બેટને “જાદુઈ છડી” ગણાવી. શિખર ધવને લખ્યું કે, યશસ્વી જયસ્વાલ, તારી રમત સુંદર છે, તારું બેટ જાદુઈ છડી બની ગયું છે. શાનદાર ૨૦૦ રન માટે અભિનંદન!

આ પણ વાંચો :-

ફ્રાંસમાં ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI લોન્ચ, જાણો મોદીએ શું કહ્યું?

0

ફ્રાંસની ઈન્ડિયન એમ્બેસીના કહેવા પ્રમાણે ભારતની નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તેમજ ફ્રાંસના ઓનલાઈન પેમેન્ટ કલેકશન લાયરા દ્વારા સંયુક્ત રીતે UPIનુ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે હવે ભારતીય પર્યટકોને UPIથી પેમેન્ટ કરવાની સુવિધા મળશે. ભારતીય પર્યટકો રૂપિયામાં પણ પેમેન્ટ કરી શકશે.

ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે ૨ ફેબ્રુઆરીએ પેરિસમાં એફિલ ટાવર ખાતે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ઔપચારિક રીતે લોન્ચ કર્યું હતું. હવે લોકો UPI દ્વારા એફિલ ટાવર માટે ટિકિટ બુક કરી શકશે. વડાપ્રધાને આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું- આ જોઈને ખૂબ જ આનંદ થયો. UPIને વૈશ્વિક બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે.

આ લોન્ચ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત બાદ કરવામાં આવ્યું છે. મેક્રોન ૨૫ જાન્યુઆરીએ જયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને UPI પેમેન્ટ ડિજિટલ સિસ્ટમ વિશે જાણકારી આપી હતી. તેમને પેમેન્ટ કેવી રીતે કરવું તે શીખવ્યું. આ સિવાય બંને નેતાઓએ ચા પીધી હતી. તેની ચુકવણી રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા કરવામાં આવી હતી.

ભારતમાં RTGS અને NEFT ચુકવણી સિસ્ટમ RBI દ્વારા સંચાલિત છે. IMPS, RuPay, UPI જેવી સિસ્ટમ્સ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત થાય છે. સરકારે ૧ જાન્યુઆરી, ૨૦૨૦ થી UPI વ્યવહારો માટે શૂન્ય-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું હતું.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ UPI પેમેન્ટના ચાહક બની ગયા હતા. ૨૬ જાન્યુઆરીએ સ્ટેટ ડિનર દરમિયાન મેક્રોને કહ્યું- જયપુરમાં પીએમ મોદી સાથે મેં જે ચા પીધી હતી તેને હું ક્યારેય ભૂલી શકતો નથી કારણ કે તેના માટે પેમેન્ટ UPI દ્વારા કરવામાં આવ્યું હતું. તે મારા માટે ખૂબ જ ખાસ હતું. તે ચા અમારી મિત્રતા, હૂંફ, પરંપરા અને નવીનતાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.

આ પણ વાંચો :-

ઉલ્લાસનગર ફાયરિંગ કેસમાં ભાજપના MLA સહિત ત્રણ લોકોની ધરપકડ

0

મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના કેસની તપાસ થાણે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કરવા બદલ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો કુલ છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિવસેનાના નેતા મહેશ ગાયકવાડના શરીરમાંથી ૬ ગોળીઓ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, પરસ્પર વિવાદ બાદ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કર્યું હતું, જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ACP નિલેશ સોનાવણેના નેતૃત્વમાં થાણે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ધરપકડ કરાયેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડને મેડિકલ તપાસ માટે પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવી રહ્યા છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાના સંદર્ભમાં ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી સુધાકર પઠારે કહે છે, ‘છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. એફઆઈઆરમાં આઈપીસી અને આર્મ્સ એક્ટની કલમો લગાવવામાં આવી છે.

હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના આ કેસમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, કુલ ૬ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ફાયરિંગના કેસમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. હિલ લાઇન પોલીસે કુલ ૬ લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાંથી ૩ની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના ૩ આરોપીઓને શોધી રહી છે. પોલીસે IPC IO કલમ ૩૦૭, ૧૨૦ B, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૦૯, ૩૨૩, ૫૦૪ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈને બંને પક્ષો ઉલ્લાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યએ શિવસેનાના નેતા મહેશને છ ગોળી મારી હતી. મહેશ ઉપરાંત અન્ય એક નેતા રાહુલ પાટીલ પણ ફાયરિંગમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા. આ પછી બંને નેતાઓને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :-

ગઈ કાલે મૃત્યુ થયાની ચર્ચાથી પૂનમ પાંડે આજે કહ્યું કે ‘હું જીવતી છું.

0

ગઇકાલે એક સમાચાર આવ્યા હતા કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના મેનેજરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે એ બાદ પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર વિશે કોઈ સમાચાર સામે આવ્યા નહતા અને ઘણા લોકો કહી રહ્યા હતા કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે.

૩૨ વર્ષની ઉંમરે પૂનમ પાંડે ઈન્ડસ્ટ્રીની ચમકતી સ્ટાર બની ગઈ હતી. તે અવારનવાર કોઈને કોઈ વિવાદને કારણે હેડલાઈન્સમાં રહેતી હતી. હવે તેમના મૃત્યુના સમાચાર પણ વિવાદ બની ગયા છે. જો કે ગઇકાલે એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે ડ્રગ ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું છે પણ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તેના મેનેજરે અત્યાર સુધી માત્ર પૂનમના નિધનની પુષ્ટિ કરી છે.

પૂનમ પાંડેએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેમાં તેને પોતે કહ્યું કે ‘હું જીવતી છું.સર્વાઇકલ કેન્સરને કારણે મારુ મૃત્યુ નથી થયું. દુર્ભાગ્યપૂર્ણ હું આ વાત એ મહિલાઓ માટે નથી કહી શકતી જેમને કેન્સરને કારણે એમનો જીવ ગુમાવ્યો છે. આ એટલા માટે નહોતું કારણ કે તે મહિલાઓ કંઈ કરી શકતી ન હતી પરંતુ એટલા માટે હતું કારણ કે એમને શું કરવું તેની કોઈ જાણ નહોતી.

ઉમૈર સંધુએ પોતાના ટ્વીટમાં લખ્યું, પૂનમ પાંડેના કઝિન સાથે હમણાં જ વાત કરી, તે જીવિત છે અને તેના મૃત્યુના સમાચારનો આનંદ માણી રહી છે. પૂનમે પબ્લિસિટી સ્ટંટ કર્યો છે.’ ઉમૈર સંધુના આ ટ્વિટથી લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે.

અમેરિકાની સીરિયા-ઇરાકમાં ૮૫ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક, ૧૮ લોકોનાં મોત

0

અમેરિકાએ જોર્ડન હુમલાના જવાબમાં સીરિયા અને ઇરાકમાં ૮૫ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકન સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાક અને સીરિયામાં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ અને તેમના સમર્થિત મિલિશિયાના ૮૫થી વધુ ઠેકાણા પર જવાબી હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં અમેરિકન સેનાએ ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી છે.

હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઇન સુવિધાઓ સહિતના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સીરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ સહિત સાત સ્થળોએ ૮૫થી વધુ ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સીરિયાના રણ વિસ્તારોમાં અને ઇરાકની સરહદ નજીક સ્થિત ઠેકાણા પર અમેરિકન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોના ઠેકાણાઓ પર થયેલા હુમલા બાદ અમેરિકન પ્રમુખજો બાયડેને એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા મધ્ય પૂર્વમાં સંઘર્ષ નથી ઈચ્છતું, પરંતુ જો કોઈ અમેરિકનને નુકસાન થશે તો અમે તેનો યોગ્ય જવાબ આપીશું. તેમણે વધુમાં કહ્યું કે ગયા રવિવારે જોર્ડનમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવારે, મેં આ બહાદુર સૈનિકોના શ્રદ્ધાંજલિ સમારોહમાં હાજરી આપી હતી અને તેમના પરિવારો સાથે વાત કરી હતી.

આ પણ વાંચો :-

રામ મંદિરને ફક્ત ૧૦ દિવસમાં મળ્યું અધધધ દાન

0

અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી અયોધ્યાના માર્ગો પર રામ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ભક્તો ભગવાન રામ પર પોતાની તમામ ખુશીઓ ન્યૌછાવર કરી દેવા માંગતા હોય તેમ છૂટા હાથે દાન કરી રહ્યા છે. ભક્તો ફક્ત ભગવાન રામના મંદિરમાં મૂકેલી દાનપેટીમાં જ દાન કરે છે એટલું જ નહિ પરંતુ ઓનલાઈન પણ ઘણું દાન આપી રહ્યા છે.

૨૨ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ૨૩ જાન્યુઆરીના રોજથી મંદિર સામાન્ય ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહેત્સવના દિવસે જ રામ મંદિરને ૩.૧૭ કરોડનું દાન મળ્યું હતું જ્યારે ૨૨ જાન્યુઆરીથી લઈને ૨ ફેબ્રુઆરી સુધીમાં અધધધ કહી શકાય તેટલું દાન મળ્યું છે. રામ મંદિરમાં ૧૦ દિવસમાં જ ભક્તોએ રામમંદિરને ૧૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ૧૦ દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિર સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું તે દિવસે જ ફક્ત ૫ લાખ ભક્તોએ ભગવાન રામના દર્શન કર્યા હતા.

વહેલી સવારે ૭ વાગ્યાથી લઈને રાતે ૧૦ વાગ્યા સુધી ભગવાન રામના દર્શન કરવા માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવે છે. મળતી માહિતી મુજબ રામ મંદિરમાં ૧૪ ફેબ્રુઆરીએ મંદિરના ઉદ્ધાટન બાદ વસંત પંચમીનો પહેલો તહેવાર ઉજવવામાં આવશે. જેમાં માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રામ મંદિરમાં આખા વર્ષ દરમિયાન ૧૨ મુખ્ય તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવશે.

આ પણ વાંચો :-