ઉત્તરપ્રદેશમાં મહિલા જજે સરકારી આવાસમાં કરી આત્મહત્યા

Share this story

ઉત્તર પ્રદેશના બદાયુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આજે સવારે મહિલા જજ જ્યોત્સના રાયનો મૃતદેહ સરકારી આવાસમાં લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. ડીએમ-એસએસપી સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સિવિલ જજ જુનિયર ડિવિઝન કોર્ટના જજ જ્યોત્સના રાય શનિવારે સવારે તેમની કોર્ટમાં પહોંચ્યા ન હતા. અન્ય સાથી જજોએ તેમના નંબર પર ફોન કર્યો, પરંતુ કોલ રિસિવ ના થયો. કર્મચારીઓના જણાવ્યા અનુસાર જજના નિવાસનો દરવાજો અંદરથી બંધ હતો. ફોન કરવા છતાં દરવાજો ન ખૂલતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેમના ઘરનો દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ પોલીસ ઘરમાં પ્રવેશી હતી. તેમની લાશ રૂમની અંદર પંખા સાથે લટકતી હતી.

આજે સવારે નિવાસસ્થાનના કર્મચારીઓએ જજ જ્યોત્સના રાયની લાશ લટકતી જોઈ હતી. પછી તેઓએ પોલીસ અને અન્ય જજોને જાણ કરી. આ પછી જિલ્લા ન્યાયાધીશ, ડીએમ, એસએસપી, સિટી એસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની સુચના મળતા જ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યોત્સના મૂળરૂપે મઉ જીલ્લાની રહેવાસી હતી. તે બદાયુમાં સિવિલ જજ જુનિયર ડિવિઝનની મુન્સિફ મેજિસ્ટ્રેટ હતી.

આ પણ વાંચો :-