Home Blog Page 828

અડવાણી બનશે હવે ભારતરત્ન

0

લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી PM પદ ઉમેદવાર હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘મને એ વાત જણાવતાં ખુશી થઈ રહી છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની જોડે વાત કરી છે અને આ સન્માનથી સન્માનિત કરવા અંગે તેમને શુભેચ્છા પાઠવી હતી. અમારા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક, ભારતના વિકાસમાં લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન અવિસ્મરણીય છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. આની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.

આ પણ વાંચો :-

૦૩ ફેબ્રુઆરી, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને શનિવાર થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

0

મેષઃ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ

આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેકટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આર્થિક પાસુ મજબુત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનુ વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતા નું વાતાવરણ રહે. આરોગ્ય  જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

જ્ઞાનવાપી પરિસરમાં બંધ નહીં થાય પૂજાપાઠ, હાઈ કોર્ટે મુસ્લિમ પક્ષને રાહત આપી નહીં

0

જ્ઞાનવાપી પરિસરના ભોંયરામાં હિન્દુઓને પૂજા-પાઠ કરવાના વારાણસી કોર્ટના ચુકાદાને જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. વિવાદિત ઢાંચા જ્ઞાનવાપી પરિસરમાં આવેલા ભોંયરા ‘વ્યાસજી કા તહેખાના’માં વારાણસી કોર્ટના આદેશથી પૂજાપાઠ શરૂ થયા બાદ મસ્જિદનું સંચાલન કરતી અંજુમન એ ઇંતેજામિયા મસ્જિદ સમિતિ અલાહાબાદ હાઈકોર્ટ પહોંચી હતી અને તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે ઈનકાર કરી દીધો છે. જેથી હાલ પૂજાપાઠ ઉપર કોઇ પણ પ્રકારની રોક લાગશે નહીં. હાઈકોર્ટે સ્થાનિક તંત્રને સ્થળની સુરક્ષા કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આદેશ આપ્યા છે.

કોર્ટે મસ્જિદ સમિતિને પોતાની અપીલમાં સંશોધન કરવા માટે કહ્યું છે અને આ મામલે હવે આગામી સુનાવણી આગામી ૬ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. દરમ્યાન, પૂજાપાઠ ચાલુ રહેશે. કોર્ટે તંત્રને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અને કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે જણાવ્યું છે.

મુસ્લિમ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું કે હિંદુ પક્ષની અરજીને ૧૭ જાન્યુઆરીએ રિસીવર (વારાણસી ડીએમ)ની નિમણૂક કરીને મંજૂરી આપવામાં આવી હતી અને ૩૧ જાન્યુઆરીએ પૂજાની મંજૂરી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે જ્ઞાનવાપી પરિસરમાં ૪ ભોંયરાઓ છે, પરંતુ હિન્દુ પક્ષ કયા ભોંયરામાં પ્રાર્થના કરવા માંગે છે તે અંગે કોઈ દાવો નથી. તેના પર મુસ્લિમ પક્ષે કોર્ટને કહ્યું કે હિન્દુ પક્ષ ચાર ભોંયરાઓમાંથી એક વ્યાસ ભોંયરાની માંગ કરી રહી છે. હાઇ કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે તમે ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કરવાના ૧૭ જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી. ૩૧ જાન્યુઆરીનો આદેશ પરિણામલક્ષી આદેશ છે, જ્યાં સુધી તે આદેશને પડકારવામાં ન આવે તો આ અપીલ કેવી રીતે જાળવી શકાય? આ પછી કોર્ટે મુસ્લિમ પક્ષને તેની અપીલમાં સુધારો કરવા કહ્યું.

બીજી તરફ, હિંદુ પક્ષ તરફે એડવોકેટ વિષ્ણુશંકર જૈને દલીલ કરી હતી કે આ અપીલ સાંભળવાયોગ્ય જ નથી અને ૩૧ જાન્યુઆરીનો આદેશ ૧૭ જાન્યુઆરીના આદેશ પર જ આધારિત હતો. મસ્જિદ સમિતિએ આજ સુધી ૧૭ જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી. તેમણે કોર્ટને એમ પણ જણાવ્યું કે, વ્યાસ પરિવાર પાસે ભોંયરાની ચાવી પણ હતી અને ASIના રિપોર્ટમાં સામે આવ્યું કે ભોંયરામાં કોઇ દરવાજો નથી અને તેનો કબજો લઇ લેવાયો હતો, જેના આધારે કોર્ટે DMને નિયંત્રણ સોંપ્યું હતું.

આ પણ વાંચો :-

ગુજરાત બજેટ ૨૦૨૪ના શિક્ષણ વિભાગ માટે કુલ ૫૫,૧૧૪ કરોડની જોગવાઈ

0

ગુજરાતમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે ૧૫ હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. ૬૫ હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે જયારે બીજા ૪૫ હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે. ૬ હજાર શાળાઓમાં ૧ લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે.

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ૩૦ કરોડની જોગવાઇ.માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત ૩૦ કરોડની જોગવાઇ.સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા ૧૯૮ કરોડની જોગવાઈ.

ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ ૨૦૨૩-૨૪ની બજેટ જોગવાઇમાં ૧૧,૪૬૩ કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે ૫૫,૧૧૪ કરોડ કરવામાં આવી છે. સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા ૧૨૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે. ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે ૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ૪૦૦ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી ૪૫૦૦ વિદ્યાર્થીનીઓને સહાય આપવા ૧૬૦ કરોડની જોગવાઇ.બિન આદિજાતિ વિસ્તારની ૦૮ અને આદિજાતિ વિસ્તારની ૦૨ એમ કુલ ૧૦ નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે ૧૩૪ કરોડની જોગવાઇ. રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ૧૦૧ કરોડની જોગવાઇ.શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે ૨૦૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ૪૦ કરોડની જોગવાઇ.

આ પણ વાંચો :-

ઝારખંડના નવા CM તરીકે ચંપઈ સોરેને આજે શપથ લીધા

0

ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્ય પ્રધાન તરીકે ચંપઈ સોરેને આજે શપથ લીધા છે. આ ઉપરાંત કોંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીમાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જો કે નવી સરકારે ૧૦ દિવસમાં બહુમત સાબિત કરવો પડશે. ચંપઈ સોરેન ઝારખંડના ૧૨મા સીએમ તરીકે શપથ લીધા હતા. તેમજ શાસક ગઠબંધનના ધારાસભ્યોને બે દિવસ માટે ચાર્ટર્ડ પ્લેન દ્વારા હૈદરાહાદ મોકલી દેવામાં આવ્યા છે.

અગાઉ ચંપઈ અને ગઠબંધન નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ બુધવારે રાત્રે ૯ વાગ્યે રાજ્યપાલને મળવા ગયા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ રાજ્યપાલ શપથ ગ્રહણ માટે સમય આપી રહ્યા નહોતા. ઝારખંડમાં નવા સીએમની પસંદગીની પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે ED એ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની ધરપકડ કરી હતી.

હેમંત સોરેનના રાજીનામા બાદ લગભગ ૩૦ કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ રાજ્યપાલે ગુરુવારે રાજભવન બોલાવ્યા અને સીએમ તરીકે તેમની નિમણૂક વિશે માહિતી આપી અને નામાંકન પત્ર સોંપ્યું હતું. ઝારખંડ સરકારમાં સત્તાધારી ગઠબંધનના ૩૫ ધારાસભ્યો હૈદરાબાદ રવાના થઇ ગયા છે. જોકે કેટલાક ધારાસભ્યોએ જવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય આજે ઝારખંડમાં પ્રવેશી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના કેટલાક ધારાસભ્યો આ યાત્રામાં ભાગ લેશે. ચંપઈ સોરેને નવી સરકારની રચના અંગે રાજ્યપાલને ૪૩ ધારાસભ્યો તરફથી સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો.

આ પણ વાંચો :-

ગુજરાત બજેટ ૨૦૨૪ ફળ્યું, નવસારી સહિત સાત શહેરો મહાનગર પાલિકા બનશે

0

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત ૨૦૪૭ ને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત ૨૦૪૭નું નિર્માણ કરવા માટેન રોડમેપ નક્કી કરતું ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું અંદાજપત્ર રૂ કરવામાં આવ્યું હતું.

સીરામીક ઉદ્યોગને કારણે વિશ્વભરમાં નામના ધરાવતા મોરબી શહેરમાં દાયકાઓ જૂની નગરપાલિકા સિસ્ટમનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય છેલ્લા દોઢેક વર્ષથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા ઝુંબેશ શરૂ થઇ હતી જે ઝુંબેશ અંતે રંગ લાવી છે અને આજે ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટ મોરબી, નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા સહિતના સાત શહેરોને મહાનગર પાલિકા બનાવવા સરકારે જાહેરાત કરી છે.

સીરામીક ઉદ્યોગને કારણે દિવસ રાત કુદકેને ભૂસકે વિકસી રહેલા મોરબી શહેરને મોરબી જિલ્લો બન્યા બાદ પણ જોઈએ તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન મળતા નાગરિકોને પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળવાની સાથે સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતા છેલ્લા દોઢેક વર્ષથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માંગ ઉઠી હતી જેને મોરબીના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓએ પણ સ્વીકારી સરકારમાં હકારાત્મક રજુઆત કરી હતી. દરમિયાન આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા રાજ્યના વર્ષ ૨૦૨૪-૨૫ના બેજેટમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરતા મોરબીને મહત્વની ભેટ મળી છે.

આ પણ વાંચો :-

૩,૩૨,૪૬૫ કરોડના ઐતિહાસિક ગુજરાત બજેટની મહત્ત્વની જાહેરાતો

0

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે તેના પછી આજે ગુજરાત રાજ્યનું બજેટ આવી ગયું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત ૨૦૨૪-૨૫ વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આજે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ વખતનું બજેટ ઐતિહાસિક છે, આ વખતે ૩,૩૨,૪૬૫ કરોડનું બજેટ રજૂ કરાયું છે.

  • ૫ જી ગુજરાત બને. ફાઈવજી ગુજરાતની કલ્પના, ગરવી ગુજરાત, ગ્રીન, ગ્લોબલ અને ગતિશિલ ગુજરાતની સીએમની ખેવના.
  • વિવિધ વિભાગોની પોષણ લક્ષી યોજનામાં નોંધપાત્ર વધારો, ૩૨૦૦ કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજના માટે આગામી વર્ષે ૫૫૦૦ કરોડની જોગવાઈ
  • આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત. લાભાર્થીઓનો વ્યાપ વધારાશે નવી યોજનાઓ શરુ કરાશે.
  • કિશોરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત
  • 10 લાખ વિદ્યાર્થીઓ માટે ૯-૧૦ માટે ૧૦ હજાર, ૧૧-૧૨ માટે ૧૫ હજાર સહાય
  • સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે નમો શ્રી યોજના, ૧૨ હજારની સહાય, ૭૫૦ કરોડની જોગવાઈ
  • દૂધસંજીવની યોજના, ફેટનુ પ્રમાણ ૪.૫ ટકા કરાશે
  • આંગણવાડીઓ માટે ૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી ૨૦૧ યોજનાની જાહેરાત

ગુજરાત બજેટમાં NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા ૧૬૦ કરોડની જોગવાઈ કરાઈ છે. નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે ૨૫ કરોડની ફાળવણી કરાઈ. ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન કરાશે. મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા ૧૩૦૯ કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ૭૫૧ કરોડની જોગવાઈ. વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના માટે ૨૫૫ કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ૫ હજાર કરોડની જોગવાઈ તથા જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે ૨૭૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

  • ૩ વર્ષમાં ૮ હજાર નવી આંગણવાડીનું નિર્માણ
  • ૨૦ હજાર આંણવાડીઓને આઈટી કનેક્ટિવીટી પૂરી પડાશે
  • પીએમ જનઆરોગ્ય યોજના હેઠળ રાજ્યમાં ૩૧૦૦ કરોડની જોગવાઈ
  • કેન્સરના દર્દીઓને સારવાર માટે ૬૦૦ કરોડના ખર્ચે કેન્સર ઈનસ્ટિ. ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ માટે સરકારના નિર્ણયની જાહેરાત
  •  વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત, ધો-૧૧માં ૧૦- હજાર- ધો.૧૨માં મળી કુલ ૨૫ હજારની સહાય
  • સ્માર્ટ ક્લાસરુમથી સજ્જ કરવા ૨ હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ ૨૦૧ અમલી કરાશે
  • નિર્મળ ગુજરાત ૨૦૧ની જાહેરાત- ૨૫૦૦ કરોડની જોગવાઈ
  • હાઈડ્રોજન ગ્રીન ૩૦ સુધીમાં ૫ મિલીયન મેટ્રિક ટન લક્ષ્યાંક
  • પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દ્વારા ૧ કરોડ ઘરોનો સૂર્ય ઉર્જાથી પ્રકાશિત કરવાનું લક્ષ્યાંક, ૮૨ ટકા ઘરોમાં રૂફટોપ,, ૬ ટકા લક્ષ્યાંક સિદ્ધ કર્યો યોજનાના જાહેરાત પહેલા
  • સુરત ડાયમંડ બુર્સ પન્ટાગોનથી મોટું
  • અયોધ્યામાં ગુજરાતી પ્રવાસીઓના રોકાવા માટે ધામ બનાવવા જમીન મેળવવામાં આવી.

બજેટમાં નવી બસો ખરીદવા માટે ૭૬૮ કરોડની જોગવાઈ કરાઈ છે. ઈ-વ્હિકલ સબસીડી આપવા ૨૧૮ કરોડ, બસ સ્ટેશનના આધુનિકરણ માટે ૧૧૮ કરોડ, જળસંપત્તિ પ્રભાગ માટે ૧૧૫૩૫ કરોડ, ચેકડેમ, તળાવો ઉંડા કરવા ૨૩૬ કરોડ તથા રાજકોટ જિલ્લાના વિંછીયા, ધરઈ જળાશયને જોડવા ૧૬૦ કરોડની જોગવાઈ કરાઈ.

આ પણ વાંચો :-

અભિનેત્રી પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી નિધન

0

પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું અચાનક નિધન થયું છે. તેના મેનેજરે આ સમાચારની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક લોકો આઘાતમાં છે. ૩૨ વર્ષની પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સરનો સામનો કરી રહી હતી. અભિનેત્રીની ટીમે પોતાના નિવેદનમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

પૂનમ પાંડેની ટીમે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જારી કર્યું છે. તેમાં લખ્યું છે કે, ‘આજની ​​સવાર આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ છે. અમે જાહેર કરતાં દુઃખી છીએ કે અમે અમારી પ્રિય પૂનમને સર્વાઇકલ કેન્સરથી ગુમાવી છે. તેમણે તેમના સંપર્કમાં આવનાર દરેક જીવને સંપૂર્ણ પ્રેમ અને દયા આપી. આ દુઃખદ સમયમાં, અમે ચાહકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ જેથી કરીને અમે તેમને પ્રેમથી યાદ રાખી શકીએ.

પૂનમે પણ થોડા સમય માટે સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. તેણીનાં લગ્ન દરેક માટે આશ્ચર્યજનક હતા, તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અને ફોટો શેર કરતા હતા. જોકે, લગ્ન ટક્યા ન હતા. તેણીએ ૨૦૨૦માં તેમના લગ્ન પછી તરત જ તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. પૂનમ છેલ્લે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા હોસ્ટ કરાયેલ લોક અપની પ્રથમ સીઝનમાં જોવા મળી હતી. જોકે તેણી શો જીતી શકી ન હતી, તેણીએ તેના ફેનબેઝ પણ ઘણો વિસ્તાર્યો હતો. કંગના રનૌતની લોક અપની પ્રથમ સિઝન સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકીએ જીતી હતી.

જૂનાગઢ તોડકાંડ મામલે ફરાર CPI તરલ ભટ્ટની ATSએ ધરપકડ કરી

0

જૂનાગઢનો બહુચર્ચિત તોડકાંડનો ફરાર આરોપી અને ગુજરાત પોલીસ ઉપર કાળી ટીલી લગાવનાર તરલ ભટ્ટ આખરે ઝડપાઈ ગયો છે. ATSએ સસ્પેન્ડેડ PIની ધરપકડ કરી છે. ગઈકાલે અમદાવાદમાં એક રહેણાંકમાં રેડ કરવામાં આવી હતી. નાસતા ફરતા આરોપી તરલ ભટ્ટને પોલીસે ટ્રેક કર્યો હતો અને ATSએ તેની ધરપકડ કરી હતી.

આ મામલે ATS દ્વારા હજુ પણ બે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટને સકંજામાં લેવામાં આવ્યો હતો. જુનાગઢના ચકચારી તોડકાંડ મામલે તપાસ એંજસીઓ હાઇ એલર્ટ મોડ પર એક્ટિવ જણાઈ રહી છે. ATS જુદી જુદી ટીમો બનાવીને આ મામલે હજુ પણ બે આરોપીઓની શોધખોળ કરી રહી છે.

અમદાવાદના માધુપુરામાં ૨૫૦૦ કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટાબાજી માટે ૧૦૦૦થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલાની તપાસમાં તરલ ભટ્ટે બેંક ખાતાની તમામ માહિતી મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે. પીસીબી દ્વારા SMCને માત્ર ૫૩૫ બેંક ખાતાઓની વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જૂનાગઢ ટ્રાન્સફર થયા બાદ તરલ ભટ્ટે ૧૦૦૦ સટ્ટાબાજીના બેંક ખાતાની માહિતી પેન ડ્રાઈવમાં રાખી હતી.

આ પણ વાંચો :-

૩૦ જાન્યુઆરી, ૨૦૨૪/ મંગળવાર દિવસે આ રાશિમાં કારણ વગર તણાવમાં રહેશો, ખોટા ખર્ચા દેવું કરાવશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ

મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ.

મિથુનઃ

વાહન સુખમાં વૃદ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા. આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

પરિવારમાં સુખ-શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતનાં ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી-ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાનાં દુઃખાવા, માઈગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ

કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ

મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધુરા કાર્યો પુરા થતા જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂં છે. જ્ઞાનતંતુનાં રોગોથી સાચવવું.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ, મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ

ભાગ્યનાં જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભઃ

નકારાત્મક વિચારો રહે. માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યનાં નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્ટિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ

આત્મ વિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

સુરત પોલીસે AIની ઉપયોગથી કેવી રીતે કરશે લોકોની મદદ