૩,૩૨,૪૬૫ કરોડના ઐતિહાસિક ગુજરાત બજેટની મહત્ત્વની જાહેરાતો

Share this story

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે તેના પછી આજે ગુજરાત રાજ્યનું બજેટ આવી ગયું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત ૨૦૨૪-૨૫ વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આજે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ વખતનું બજેટ ઐતિહાસિક છે, આ વખતે ૩,૩૨,૪૬૫ કરોડનું બજેટ રજૂ કરાયું છે.

  • ૫ જી ગુજરાત બને. ફાઈવજી ગુજરાતની કલ્પના, ગરવી ગુજરાત, ગ્રીન, ગ્લોબલ અને ગતિશિલ ગુજરાતની સીએમની ખેવના.
  • વિવિધ વિભાગોની પોષણ લક્ષી યોજનામાં નોંધપાત્ર વધારો, ૩૨૦૦ કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજના માટે આગામી વર્ષે ૫૫૦૦ કરોડની જોગવાઈ
  • આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત. લાભાર્થીઓનો વ્યાપ વધારાશે નવી યોજનાઓ શરુ કરાશે.
  • કિશોરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત
  • 10 લાખ વિદ્યાર્થીઓ માટે ૯-૧૦ માટે ૧૦ હજાર, ૧૧-૧૨ માટે ૧૫ હજાર સહાય
  • સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે નમો શ્રી યોજના, ૧૨ હજારની સહાય, ૭૫૦ કરોડની જોગવાઈ
  • દૂધસંજીવની યોજના, ફેટનુ પ્રમાણ ૪.૫ ટકા કરાશે
  • આંગણવાડીઓ માટે ૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી ૨૦૧ યોજનાની જાહેરાત

ગુજરાત બજેટમાં NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા ૧૬૦ કરોડની જોગવાઈ કરાઈ છે. નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે ૨૫ કરોડની ફાળવણી કરાઈ. ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન કરાશે. મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા ૧૩૦૯ કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ૭૫૧ કરોડની જોગવાઈ. વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના માટે ૨૫૫ કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ૫ હજાર કરોડની જોગવાઈ તથા જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે ૨૭૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

  • ૩ વર્ષમાં ૮ હજાર નવી આંગણવાડીનું નિર્માણ
  • ૨૦ હજાર આંણવાડીઓને આઈટી કનેક્ટિવીટી પૂરી પડાશે
  • પીએમ જનઆરોગ્ય યોજના હેઠળ રાજ્યમાં ૩૧૦૦ કરોડની જોગવાઈ
  • કેન્સરના દર્દીઓને સારવાર માટે ૬૦૦ કરોડના ખર્ચે કેન્સર ઈનસ્ટિ. ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ માટે સરકારના નિર્ણયની જાહેરાત
  •  વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત, ધો-૧૧માં ૧૦- હજાર- ધો.૧૨માં મળી કુલ ૨૫ હજારની સહાય
  • સ્માર્ટ ક્લાસરુમથી સજ્જ કરવા ૨ હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ ૨૦૧ અમલી કરાશે
  • નિર્મળ ગુજરાત ૨૦૧ની જાહેરાત- ૨૫૦૦ કરોડની જોગવાઈ
  • હાઈડ્રોજન ગ્રીન ૩૦ સુધીમાં ૫ મિલીયન મેટ્રિક ટન લક્ષ્યાંક
  • પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દ્વારા ૧ કરોડ ઘરોનો સૂર્ય ઉર્જાથી પ્રકાશિત કરવાનું લક્ષ્યાંક, ૮૨ ટકા ઘરોમાં રૂફટોપ,, ૬ ટકા લક્ષ્યાંક સિદ્ધ કર્યો યોજનાના જાહેરાત પહેલા
  • સુરત ડાયમંડ બુર્સ પન્ટાગોનથી મોટું
  • અયોધ્યામાં ગુજરાતી પ્રવાસીઓના રોકાવા માટે ધામ બનાવવા જમીન મેળવવામાં આવી.

બજેટમાં નવી બસો ખરીદવા માટે ૭૬૮ કરોડની જોગવાઈ કરાઈ છે. ઈ-વ્હિકલ સબસીડી આપવા ૨૧૮ કરોડ, બસ સ્ટેશનના આધુનિકરણ માટે ૧૧૮ કરોડ, જળસંપત્તિ પ્રભાગ માટે ૧૧૫૩૫ કરોડ, ચેકડેમ, તળાવો ઉંડા કરવા ૨૩૬ કરોડ તથા રાજકોટ જિલ્લાના વિંછીયા, ધરઈ જળાશયને જોડવા ૧૬૦ કરોડની જોગવાઈ કરાઈ.

આ પણ વાંચો :-