ગુજરાત બજેટ ૨૦૨૪ ફળ્યું, નવસારી સહિત સાત શહેરો મહાનગર પાલિકા બનશે

Share this story

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત ૨૦૪૭ ને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત ૨૦૪૭નું નિર્માણ કરવા માટેન રોડમેપ નક્કી કરતું ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું અંદાજપત્ર રૂ કરવામાં આવ્યું હતું.

સીરામીક ઉદ્યોગને કારણે વિશ્વભરમાં નામના ધરાવતા મોરબી શહેરમાં દાયકાઓ જૂની નગરપાલિકા સિસ્ટમનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય છેલ્લા દોઢેક વર્ષથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા ઝુંબેશ શરૂ થઇ હતી જે ઝુંબેશ અંતે રંગ લાવી છે અને આજે ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટ મોરબી, નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા સહિતના સાત શહેરોને મહાનગર પાલિકા બનાવવા સરકારે જાહેરાત કરી છે.

સીરામીક ઉદ્યોગને કારણે દિવસ રાત કુદકેને ભૂસકે વિકસી રહેલા મોરબી શહેરને મોરબી જિલ્લો બન્યા બાદ પણ જોઈએ તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન મળતા નાગરિકોને પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળવાની સાથે સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતા છેલ્લા દોઢેક વર્ષથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માંગ ઉઠી હતી જેને મોરબીના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓએ પણ સ્વીકારી સરકારમાં હકારાત્મક રજુઆત કરી હતી. દરમિયાન આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા રાજ્યના વર્ષ ૨૦૨૪-૨૫ના બેજેટમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરતા મોરબીને મહત્વની ભેટ મળી છે.

આ પણ વાંચો :-