Home Blog Page 829

કચ્છમાં ફરી એક વાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ ૪.૭ની નોંધાઈ તીવ્રતા

0

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા વધુ અનુભવાઈ રહ્યા છે. આજે પણ કચ્છમાં ફરી એકવાર ધરતીકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૭ની નોંધાઈ છે. થોડા દિવસ અગાઉ પણ ધરતી ધ્રુજી હતી. મહત્વનું છે કે, ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ભૂકંપના નાના આંચકાઓને વૈજ્ઞાનિકે સારા ગણ્યાં છે. લખનઉના વૈજ્ઞાનિક મહેશ ઠક્કરના મતે આ નાના નાના ભૂકંપના આંચકાઓમાંથી શક્તિ નીકળી જતી હોવાથી મોટા ભૂકંપથી શક્યતા નહીંવત રહે છે.

ડો.મહેશ ઠક્કરે કહ્યું કે કચ્છમાં જે ૬ ફોલ્ટલાઈન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા નોંધાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઈન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસખલન માં જોવા મળે છે. MCT ફોલ્ટલાઈનમાં દબાણયુક્ત પ્રેસર ઉભું થઈ રહ્યું છે જેથી તે વિસ્તારમાં ભવિષ્યમાં 8થી વધુ તીવ્રતાના મોટા ભૂકંપ આવી શકે છે. આમ ક્ચ્છથી હિમાલય સુધી જ્યાં વધુ કે ઓછા પ્રમાણમાં ભુકંપના આંચકા નોંધાય છે ત્યાં લોકોને ભયભીત નહિ પણ સતર્ક રહેવાની જરૂર છે.

આ પણ વાંચો :-

સુરત પોલીસે AIની ઉપયોગથી કેવી રીતે કરશે લોકોની મદદ

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો

૨૯ જાન્યુઆરી, ૨૦૨૪/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો સોમવાર જશે કષ્ટદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ

સ્વભાવમાં લાગણીશીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધ.ે પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ

આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ

માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ

મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે આથી સાવધાની જરૂરી.

કન્યાઃ

આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યનાં નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ

વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ

નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ

ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકર-

નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી-કફની સમસ્યા રહે.

કુંભઃ

દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યનાં કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં વિશેષ લાભ.

આ પણ વાંચો :-

સુરત પોલીસે AIની ઉપયોગથી કેવી રીતે કરશે લોકોની મદદ

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો

૨૮ જાન્યુઆરી, ૨૦૨૪/ આજ રવિવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

નાણાંકીય બાબતો માટે અનુકૂળતા જળવાય. આવકનું પાસુ મજબૂત બને. કુટુંબમાં પરસ્પરના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી જરૂરી. આરોગ્ય સારું રહેશે.

વૃષભઃ

લાગણીશીલતાનું પ્રમાણ વધતું જણાય. સંબંધના ખેંચાણને કારણે ખોટું કામ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં સ્નેહ વધે. ભાગ્યનો સાથ મળે છે. ધંધાકીય ક્ષેત્રે નવીન ઊર્જાનો અનુભવ થાય.

મિથુનઃ

ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પ્રમાણ ઘટે. ગળાના રોગથી સાચવવું. જમણી આંખની કાળજી રાખવી. ફાયનાન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હોટલના ધંધામાં લાભ. ધંધામાં ઓચિંતિ સારી તક આવે.

કર્કઃ

વિચારવાયુંનું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

સિંહઃ

આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના બળવત્તર બને. ધારેલા કાર્ય પાર પાડી શકાય. નાણાંકીય રોકાણઓનું યોગ્ય આયોજન શક્ય બને. આરોગ્ય જળવાય. થોડો શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

આવકનું પાસુ મજબૂત બને છે. ગણત્રીપૂર્વકના આર્થિક રોકાણો યોગ્ય રીતે કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા અને યશના સહભાગી બનશો. માતાની તબિયત સાચવવાની સલાહ છે. સંતાનની પ્રગતિથી આનંદ જળવાય.

તુલાઃ

આળસનો અનુભવ થાય. કામકાજ કરવાની ઈચ્છા ન થાય. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં માનસિક તણાવ રહે. અગત્યના કાર્યો, રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને.

વૃશ્ચિકઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં તણાવ રહે. સ્થાવર-જગમ મિલકત ક્ષેત્રે ફાયદો અનુભવી શકાય. ગળાના રોગોથી સાવચેતી જરૂરી. વૈવાહિક જીવનમાં પ્રેમ વધે.

ધનઃ

મન અશાંત રહે. નકારાત્મક વિચારો વધે. ડિપ્રેશનના દર્દી માટે વિશેષ સાવધાની જરૂરી. નાણાંકીય આવક અટકતી જણાય. સ્થાવર-જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાય. માતાની તબિયત સાચવવી. દામ્પત્ય જીવનમાં ગુસ્સો ટાળવો.

મકરઃ

માનસિક સ્થિરતા જળવાય. સામાજીક કાર્યોમાં સમય પાસર થાય. માન-સન્માન વધતા જણાય. ખોટા ખર્ચ ટાળવા. મિલકત તથા વાહન અંગે શુભ સમય છે. સંતાન સુખમાં વધારો સંભવે. આરોગ્ય જળવાય. માથામાં ઈજા થાય તો સાવધાની જરૂરી.

કુંભઃ

માનસિક તણાવ વધતો જણાય. આવકનું પ્રમાણ ધાર્યા કરતાં ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. ધંધામાં નાણાં ફસાઈ જવાના યોગ બને છે. માતૃસુખ જળવાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. પાણીના રોગોથી સાચવવું.

મીનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પરસ્પર પ્રેમમાં વધારો થાય. સંતાનની તબિયતની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

આ પણ વાંચો :-

સુરત પોલીસે AIની ઉપયોગથી કેવી રીતે કરશે લોકોની મદદ

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો

કેરળના રાજ્યપાલ અને રાજભવનને Z+ સિક્યોરિટી આપવામાં આવી

0

કેરળના કોલ્લમ જિલ્લામાં રાજ્યપાલ અને સત્તારૂઢ માર્કસવાદી કામ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI(M))ની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓળ ઇન્ડિયાના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રસ્તાની બાજુમાં આવેલી દુકાનની સામે ધરણા પર બેસી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે SFIના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. હવે તેમણે Z+ સિક્યોરિટી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘર્ષણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેરળ રાજભવનને જાણ કરી કે રાજ્યપાલને CRPFની Z+ સુરક્ષા આપવામાં આવશે.

કોલ્લમના નીલામેલ ખાતે રાજ્યપાલ એક કલાકથી વધુ સમય માટે ધરણા પર બેસી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન રાજ્યમાં અરાજકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી ગેરરીતિને સ્વીકારવામાં નહીં આવે. મુખ્ય પ્રધાન જ આવા લોકોને સુરક્ષા આપી રહ્યા છે. આ લોકો માત્ર મુખ્ય પ્રધાનના દાળિયા છે. આ ઘટના માટે મુખ્યપ્રધાન જવાબદાર છે.

રાજ્યપાલે આરોપ લગાવ્યો છે કે પોલીસે એસએફઆઈ કાર્યકર્તાઓને કાળા ઝંડા લઈને પ્રદર્શન કરવાથી રોકવા માટે કાર્યવાહી ન કરી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં પોતાના સહયોગીને કહી રહ્યા છે, મોહન અમિત શાહ સાહેબ સાથે વાત કરાવો, કે કોઈ પણ હોય તેમને ત્યાં, નહીંતર પછી પ્રાઈમ મિનિસ્ટરને ત્યાં વાત કરાવો. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન એક આઈપીએસ અધિકારીને ત્યાં જ અંગ્રેજીમાં ફટકાર લગાવી રહ્યા છે, નહીં હું અહીંથી પરત કેમ જઉં, તમે (પોલીસે) તેમને અહીં સુરક્ષા આપી છે, તેમને (SFI) પોલીસની સુરક્ષા આપવામા આવી છે. હું અહીંથી નહીં જાઉ, જો પોલીસ ખુદ કાયદાને તોડશે તો કાયદાનું પાલન કોણ કરાવશે.

રાજ્યપાલના કાફલાની રાહ જોઈ રહેલા કેટલાક ઝંડા લઈને તેમની કારની સામે કૂદી પડ્યા. રાજ્યપાલે તરત જ કાર રોકી હતી. રાજ્યપાલે મીડિયાને કહ્યું, જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે કેટલાક લોકોએ મારી કારને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો. મેં પહેલેથી જ કહ્યું હતું કે જો દૂરથી કાળા ઝંડા બતાવવામાં આવે તો મને કોઈ વાંધો નથી. પણ જો કોઈ મારી કાર પાસે આવશે તો હું નીચે ઉતરી જઈશ. પોલીસનું કહેવું છે કે ત્યાં ૧૭ લોકો હતા અને તમે આ ક્ષણે અહીં હાજર પોલીસકર્મીઓની સંખ્યા ગણી શકો છો. મારો એક જ સવાલ છે કે જો મુખ્ય પ્રધાન આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય તો શું પોલીસ પ્રદર્શનકારીઓને કારને ટક્કર મારવા દેશે?

રાજ્યપાલે કહ્યું કે વિરોધમાં ૫૦ થી વધુ લોકો સામેલ હતા પરંતુ એફઆઈઆર ફક્ત ૧૭ લોકો સામે જ નોંધવામાં આવી હતી. ગયા મહિને, જ્યારે SFI ના કાર્યકર્તાઓએ તિરુવનંતપુરમમાં કાળા ધ્વજ બતાવ્યા હતા, ત્યારે રાજ્યપાલ તેમની કારમાંથી બહાર આવી ગયા હતા અને વિરોધીઓ તરફ જઈને અને કહ્યું હતું કે, ગુનેગારો, હિમ્મત હોય તો અહિયાં આવો!.

આ પણ વાંચો :-

સુરત પોલીસે AIની ઉપયોગથી કેવી રીતે કરશે લોકોની મદદ

0

સુરતમાં વધતા જતા સાયબર ગુનાઓને ઉકેલવા માટે પોલીસે મહત્ત્વનું પગલું ભર્યું છે. સુરત પોલીસે દેશનું પહેલું આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સથી સજ્જ ચેટબોટ બનાવ્યું છે. શહેરના કોઈ પણ નાગરિક સાયબર ફ્રોડના શિકાર બને તો તેઓ એક ક્લિક પર સાયબર મિત્રને ફરિયાદ કરી શકશે. સાયબર મિત્ર ફરિયાદીને યોગ્ય માર્ગદર્શન આપી ગુના ઝડપથી ઉકેલવામાં મદદરૂપ થશે.

સુરત શહેર પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે એક મહત્ત્વની શરૂઆત કરવામાં આવી છે. AIનો ઉપયોગ કરી દેશમાં પહેલીવાર સુરત સાયબર મિત્ર ચેટબોટ શરૂ કરાયું છે. સુરતના નાગરિકો હવે એક ક્લીક પર કોઈપણ પ્રકારની સમસ્યાનું સીધું જ નિરાકરણ મેળવી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી સુરત શહેર પોલીસ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફરિયાદ કરવાથી કોઈપણ સમસ્યાનો ઉકેલ મળશે. બીજા છેડેથી AI રોબોટ નાગરિકોને જવાબ આપશે.

સાયબર મિત્ર ચેટબોટ અંગે સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યું કે AIનો ઉપયોગ કરી રોબોટ સાથેનું ચેટબોટ તૈયાર કરનાર સુરત પોલીસ સમગ્ર દેશમાં પ્રથમ છે. દેશના કોઈ પણ રાજ્ય કે શહેરની પોલીસ દ્વારા હજુ સુધી AI રોબોટનો ઉપયોગ કરાયો નથી. નાગરિકો એક ક્લીક પર કોઈ પણ સમસ્યાનું નિરાકરણ મેળવી શકશે.

પોલીસ દ્વારા ૯૩૨૮૫ ૨૩૪૧૭ નંબર પર સુરત સાયબર મિત્ર ચેટબોટ તૈયાર કરાયું છે. ફરિયાદી મનપસંદ ભાષા સિલેક્ટ કરી તે ભાષામાં ફરિયાદ કરી શકસે. ગણતરીની સેકન્ડોમાં ફરિયાદીને સચોટ માહિતી આપતો જવાબ મળી જશે. આ ચેટબોટ થકી સુરતના નાગરિકો ૨૪ કલાક ગમે તે સમયે તેનો ઉપયોગ કરી સાયબર ફ્રોડથી લઈને કાયદાકીય તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે.

આ પણ વાંચો :-

અરૂણ યોગીરાજ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ બદલાઈ ગઈ છે રામ લલ્લાની મૂર્તિ જાણો કેમ ?

0

અયોધ્યા ખાતે રામ લલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન વિનાવિઘ્ને પાર પડ્યો હતો. ભવ્ય અને એકદમ દિવ્ય કહી શકાય એવા મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થઇ ગયા છે. ૨૨મી જાન્યુઆરીનો દિવસ ભારતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાઈ ચૂક્યો છે.

આ સમગ્ર સમારોહ દરમિયાન દેશભરમાંથી લોકો દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ હવે રામ લલ્લાની મૂર્તિને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. મૂર્તિકાર અરુણ યોગી દ્વારા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એવો દાવો કર્યો છે કે મંદિરમાં સ્થાપિત કર્યા બાદ મૂર્તિ બદલાઈ ગઈ છે, અને આ તેમણે બનાવેલી મૂર્તિ નથી. કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી છે.જો કે તાજેતરમાં જ અરુણ યોગીરાજે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આપેલા નિવેદનથી લોકો ચોંકી ઉઠ્યા છે. યોગીરાજે જણાવ્યુ હતું કે ‘આ મેં બનાવેલી પ્રતિમા નથી.

મૂર્તિકારના આ નિવેદન બાદ દેશભરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. પણ આજે અમે અહીંયા તમને આ દાવા પાછળની હકીકત જણાવવા જઈ રહ્યા છીએ. અરુણ યોગીરાજે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે મેં આ વાત ગર્ભગૃહમાં મારી સાથે હાજર લોકોને પણ જણાવી હતી કે આ દૈવી ચમત્કાર છે કે બીજું કંઈક, પરંતુ મૂર્તિમાં ફેરફાર થયો છે, કારણ કે આવી મૂર્તિ તો ૫મેં બનાવી જ નથી. વાત જાણે એમ છે કે મૂર્તિકાર અરુણ યોગીરાજના નિવેદનનો અર્થ થોડો અલગ હતો. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ગર્ભગૃહની બહાર મારી મૂર્તિ એકદમ અલગ જ લાગી રહી હતી પણ ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે જ મૂર્તિની આભામાં ખુબ જ ફેરફાર જોવા મળ્યા હતા અને મૂર્તિમાં જાણે ખરા અર્થમાં પ્રાણ પુરાઇ ગયા છે એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

મુંબઈથી લખનૌ જતી ફ્લાઈટમાં હંગામો, જાણો પેસેન્જરે કહ્યું?

0

મુંબઈથી લખનૌ જતી ઇન્ડિગોની ફ્લાઈટમાં હોબાળો મચી ગયો હતો જ્યારે ૨૭ વર્ષીય પેસેન્જરે કહ્યું કે, તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે. પેસેન્જરે આ વાત કરતા જ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ અને ફ્લાઈટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ ફ્લાઈટની તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ તે જાણવા મળ્યું હતું કે, ફ્લાઇટમાં કોઈ બોમ્બ છે જ નહીં. જેથી મુંબઈ પોલીસ આ પેસેન્જરની અટકાયત કરી કેસ નોંધ્યો છે.

આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ફ્લાઈટનો ફ્લાઈંગ ટાઈમ બદલાઈ ગયો હતો અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મુંબઈથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર ૬E ૫૨૬૪માં બેઠેલા એક મુસાફરે આ વાત કહી હતી.

એરપોર્ટ પોલીસે મુસાફર અયુબની અટકાયત કરી અને તેની સામે IPCની કલમ ૫૦૬(૨) અને ૫૦૫(૧)(B) હેઠળ કેસ નોંધ્યો. પોલીસે કહ્યું કે તેઓ આ એંગલથી તપાસ કરી રહ્યા છે કે મુસાફરે આવું કેમ કર્યું.

આ પણ વાંચો :-

નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી આજે રાજીનામું આપશે?

0

બિહારમાં રાજકીય ઉથલપાથલને લઈને ચાલી રહેલી અટકળો પર આજે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. બપોરે ૧ વાગ્યે આરજેડી ધારાસભ્ય દળની બેઠક છે અને ભાજપે ૪ વાગ્યે બેઠક બોલાવી છે. આ સિવાય રવિવારે સવારે ૧૦ વાગ્યે JDUની બેઠક યોજાશે. આ તમામ સંકેતો દર્શાવે છે કે આરજેડી અને જેડીયુ અલગ થઈ ગયા છે. જેડીયુના સાંસદોએ મોદી-નીતિશ ગઠબંધનને મહત્વપૂર્ણ ગણાવવાનું શરૂ કર્યું છે. જેડીયુ નેતાઓનું વલણ આરજેડી પ્રત્યે કઠોર જણાય છે. આ દરમિયાન, બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે તેજસ્વી યાદવે કહ્યું કે તેઓ બળવાને આસાનીથી નહીં થવા દે. હવે તમામની નજર નીતિશ કુમારના આગામી પગલા પર ટકેલી છે.

બિહારથી મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે જ રાજીનામું આપી શકે છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો નીતીશની સાથે હોઈ શકે છે. એવા સમાચાર છે કે નીતિશે તેમના તમામ સરકારી કાર્યક્રમો આજ માટે સ્થગિત કરી દીધા છે. નીતિશ આજે બક્સર જવાના હતા, પરંતુ નીતિશ હવે બક્સર નથી જઈ રહ્યા. દરમિયાન, કોંગ્રેસના નેતા પ્રેમચંદ મિશ્રાએ કહ્યું છે કે તેમની પાર્ટીના ધારાસભ્યોના બ્રેકઅપના સમાચાર અફવા છે. અને તેમના તમામ ધારાસભ્યો એક થઈ ગયા છે. પ્રેમચંદ મિશ્રાએ કહ્યું કે તેઓ માનતા નથી કે નીતીશ કુમાર આવું કરશે.

બિહારની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર, આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું, …બધું બરાબર છે. શંકા અને મૂંઝવણની સ્થિતિ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે… અમારી પાર્ટી ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

જેડીયુ સાંસદ સુનીલ કુમાર પિન્ટુએ કહ્યું કે બિહારના વિકાસ માટે પીએમ મોદી અને સીએમ નીતીશની જોડી જરૂરી છે. તેમણે કહ્યું કે નીતીશ કુમારને આરજેડી સાથે કામ કરવાની સ્વતંત્રતા નથી, તેથી તેઓ ભાજપ સાથે આવી રહ્યા છે અને આ વખતે ગઠબંધન કાયમ રહેશે.

આ પણ વાંચો :-

ભાજપે દિલ્હીના ૭ MLAને ૨૫-૨૫ કરોડની ઓફર, અરવિંદ કેજરીવાલના ગંભીર આરોપ

0

દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમની પાર્ટીના ૭ ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને અફવા ફેલાવી રહી છે કે એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વાર ભાજપ પર આમ આદમી પાર્ટીના વિધાન સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ૨૧ વિધાન સભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. બીજા સાથે પણ વાત ચાલુ છે. ત્યારપછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી શકો છો. ૨૫- ૨૫ કરોડ રૂપિયા અપાશે અને ભાજપમાંથીની ટિકિટ પણ મળશે.

કેજરીવાલે વધુમાં લખ્યું કે, ‘જો કે તેમનો દાવો છે કે તેમણે ૨૧ વિધાનસભ્યોનો સંપર્ક કર્યો છે, પરંતુ અમારી માહિતી અનુસાર તેમણે અત્યાર સુધી માત્ર ૭ વિધાનસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ આ ઓફરને ફગાવી દીધી છે. આનો અર્થ કથિત લિકર પોલિસી કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરી શકતા નથી, એટલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે. છેલ્લા નવ વર્ષમાં તેઓએ અમારી સરકારને તોડી પાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા. પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી. ભગવાન અને લોકોએ હંમેશા અમને ટેકો આપ્યો. અમારા તમામ વિધાનસભ્યો પણ મજબૂત રીતે અમારી સાથે છે. આ વખતે પણ આ લોકોના નાપાક ઈરાદામાં નિષ્ફળ જશે. દારૂ કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરવામાં આવી રહી નથી, પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

બિહારમાં રાજકારણ ગરમાયું, દિલ્હીમાં અમિત શાહ સહિત મોટા નેતાઓની બેઠકક

0

બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA ૨૦૨૦ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસે આજે તેમના પક્ષોની બેઠક બોલાવી છે. આરજેડીની બેઠકમાં તમામ ધારાસભ્યો, વિધાન પરિષદ અને અન્ય મોટા નેતાઓ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે પણ બેઠક બોલાવી છે. આ ઉપરાંત કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે બેઠક બાદ ભાજપ ધારાસભ્યોની સહીવાળું સમર્થન મુખ્યમંત્રી નીતીશ કુમારને સોંપી શકે છે.

દિલ્હી BJP મુખ્ય કાર્યાલયમાં આ મુદ્દે પાર્ટીના વડા જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના અન્ય નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. બિહાર મુદ્દે ચાલી રહેલી બેઠકમાં નડ્ડા અને શાહ ઉપરાંત બીએલ સંતોષ, વિનોદ તાવડે પણ હાજર છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ શરૂ થવામાં હવે ૨ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર કઈ દિશામાં જાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ સાથે જ સમાચાર બહાર આવ્યા છે કે ઘણા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. પટના ડીએમ ડૉ.ચંદ્રશેખર સિંહને જીવિકાના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવવામાં આવ્યા છે. ચંદ્રશેખર સિંહને મુખ્યમંત્રીના વિશેષ સચિવનો હવાલો આપવામાં આવ્યો છે. આ સાથે ચંદ્રશેખરને અન્ય ઘણા વિભાગોનો હવાલો પણ આપવામાં આવ્યો છે. હવે પૂર્વ જેલ આઈજી ડૉ. ચંદ્રશેખર સિંહની જગ્યાએ કપિલ અશોકને પટનાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા છે. સીએમ નીતિશ કુમારે તેમના નિવાસસ્થાને તમામ વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે, જેમાં ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો. તે જ સમયે, જો આપણે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીની વાત કરીએ તો ત્યાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

બિહારમાં હાલમાં JDU પાસે 45 ધારાસભ્યો છે, BJP પાસે ૭૬ અને HAM પાસે ૪ ધારાસભ્યો છે, જે કુલ મળીને ૧૨૫ ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી ૧૨૨ના જાદુઈ આંકડા કરતાં ત્રણ વધુ છે. જો કેટલાક ધારાસભ્યો આજની બેઠકમાં ન આવે તો રસપ્રદ રહેશે, કારણ કે તો સરકાર બનાવવી નીતીશ કુમાર તેમજ એનડીએ માટે મુશ્કેલ બની શકે છે. જેડીયુ ઉપરાંત ભાજપ અને આરજેડીએ પણ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

બિહારમાં હાલમાં JDU પાસે ૪૫ ધારાસભ્યો છે, BJP પાસે ૭૬ અને HAM પાસે ૪ ધારાસભ્યો છે, જે કુલ મળીને ૧૨૫ ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી ૧૨૨ના જાદુઈ આંકડા કરતાં ત્રણ વધુ છે. જો કેટલાક ધારાસભ્યો આજની બેઠકમાં ન આવે તો રસપ્રદ રહેશે, કારણ કે તો સરકાર બનાવવી નીતીશ કુમાર તેમજ એનડીએ માટે મુશ્કેલ બની શકે છે. જેડીયુ ઉપરાંત ભાજપ અને આરજેડીએ પણ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો :-