કચ્છમાં ફરી એક વાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ ૪.૭ની નોંધાઈ તીવ્રતા

Share this story

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા વધુ અનુભવાઈ રહ્યા છે. આજે પણ કચ્છમાં ફરી એકવાર ધરતીકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૭ની નોંધાઈ છે. થોડા દિવસ અગાઉ પણ ધરતી ધ્રુજી હતી. મહત્વનું છે કે, ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ભૂકંપના નાના આંચકાઓને વૈજ્ઞાનિકે સારા ગણ્યાં છે. લખનઉના વૈજ્ઞાનિક મહેશ ઠક્કરના મતે આ નાના નાના ભૂકંપના આંચકાઓમાંથી શક્તિ નીકળી જતી હોવાથી મોટા ભૂકંપથી શક્યતા નહીંવત રહે છે.

ડો.મહેશ ઠક્કરે કહ્યું કે કચ્છમાં જે ૬ ફોલ્ટલાઈન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા નોંધાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઈન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસખલન માં જોવા મળે છે. MCT ફોલ્ટલાઈનમાં દબાણયુક્ત પ્રેસર ઉભું થઈ રહ્યું છે જેથી તે વિસ્તારમાં ભવિષ્યમાં 8થી વધુ તીવ્રતાના મોટા ભૂકંપ આવી શકે છે. આમ ક્ચ્છથી હિમાલય સુધી જ્યાં વધુ કે ઓછા પ્રમાણમાં ભુકંપના આંચકા નોંધાય છે ત્યાં લોકોને ભયભીત નહિ પણ સતર્ક રહેવાની જરૂર છે.

આ પણ વાંચો :-

સુરત પોલીસે AIની ઉપયોગથી કેવી રીતે કરશે લોકોની મદદ

ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો