કેરળના રાજ્યપાલ અને રાજભવનને Z+ સિક્યોરિટી આપવામાં આવી

Share this story

કેરળના કોલ્લમ જિલ્લામાં રાજ્યપાલ અને સત્તારૂઢ માર્કસવાદી કામ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI(M))ની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓળ ઇન્ડિયાના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રસ્તાની બાજુમાં આવેલી દુકાનની સામે ધરણા પર બેસી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે SFIના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. હવે તેમણે Z+ સિક્યોરિટી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘર્ષણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેરળ રાજભવનને જાણ કરી કે રાજ્યપાલને CRPFની Z+ સુરક્ષા આપવામાં આવશે.

કોલ્લમના નીલામેલ ખાતે રાજ્યપાલ એક કલાકથી વધુ સમય માટે ધરણા પર બેસી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન રાજ્યમાં અરાજકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી ગેરરીતિને સ્વીકારવામાં નહીં આવે. મુખ્ય પ્રધાન જ આવા લોકોને સુરક્ષા આપી રહ્યા છે. આ લોકો માત્ર મુખ્ય પ્રધાનના દાળિયા છે. આ ઘટના માટે મુખ્યપ્રધાન જવાબદાર છે.

રાજ્યપાલે આરોપ લગાવ્યો છે કે પોલીસે એસએફઆઈ કાર્યકર્તાઓને કાળા ઝંડા લઈને પ્રદર્શન કરવાથી રોકવા માટે કાર્યવાહી ન કરી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં પોતાના સહયોગીને કહી રહ્યા છે, મોહન અમિત શાહ સાહેબ સાથે વાત કરાવો, કે કોઈ પણ હોય તેમને ત્યાં, નહીંતર પછી પ્રાઈમ મિનિસ્ટરને ત્યાં વાત કરાવો. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન એક આઈપીએસ અધિકારીને ત્યાં જ અંગ્રેજીમાં ફટકાર લગાવી રહ્યા છે, નહીં હું અહીંથી પરત કેમ જઉં, તમે (પોલીસે) તેમને અહીં સુરક્ષા આપી છે, તેમને (SFI) પોલીસની સુરક્ષા આપવામા આવી છે. હું અહીંથી નહીં જાઉ, જો પોલીસ ખુદ કાયદાને તોડશે તો કાયદાનું પાલન કોણ કરાવશે.

રાજ્યપાલના કાફલાની રાહ જોઈ રહેલા કેટલાક ઝંડા લઈને તેમની કારની સામે કૂદી પડ્યા. રાજ્યપાલે તરત જ કાર રોકી હતી. રાજ્યપાલે મીડિયાને કહ્યું, જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે કેટલાક લોકોએ મારી કારને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો. મેં પહેલેથી જ કહ્યું હતું કે જો દૂરથી કાળા ઝંડા બતાવવામાં આવે તો મને કોઈ વાંધો નથી. પણ જો કોઈ મારી કાર પાસે આવશે તો હું નીચે ઉતરી જઈશ. પોલીસનું કહેવું છે કે ત્યાં ૧૭ લોકો હતા અને તમે આ ક્ષણે અહીં હાજર પોલીસકર્મીઓની સંખ્યા ગણી શકો છો. મારો એક જ સવાલ છે કે જો મુખ્ય પ્રધાન આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય તો શું પોલીસ પ્રદર્શનકારીઓને કારને ટક્કર મારવા દેશે?

રાજ્યપાલે કહ્યું કે વિરોધમાં ૫૦ થી વધુ લોકો સામેલ હતા પરંતુ એફઆઈઆર ફક્ત ૧૭ લોકો સામે જ નોંધવામાં આવી હતી. ગયા મહિને, જ્યારે SFI ના કાર્યકર્તાઓએ તિરુવનંતપુરમમાં કાળા ધ્વજ બતાવ્યા હતા, ત્યારે રાજ્યપાલ તેમની કારમાંથી બહાર આવી ગયા હતા અને વિરોધીઓ તરફ જઈને અને કહ્યું હતું કે, ગુનેગારો, હિમ્મત હોય તો અહિયાં આવો!.

આ પણ વાંચો :-