ઉલ્લાસનગર ફાયરિંગ કેસમાં ભાજપના MLA સહિત ત્રણ લોકોની ધરપકડ

Share this story

મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના કેસની તપાસ થાણે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કરવા બદલ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો કુલ છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિવસેનાના નેતા મહેશ ગાયકવાડના શરીરમાંથી ૬ ગોળીઓ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, પરસ્પર વિવાદ બાદ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કર્યું હતું, જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ACP નિલેશ સોનાવણેના નેતૃત્વમાં થાણે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ધરપકડ કરાયેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડને મેડિકલ તપાસ માટે પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવી રહ્યા છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનાના સંદર્ભમાં ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી સુધાકર પઠારે કહે છે, ‘છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. એફઆઈઆરમાં આઈપીસી અને આર્મ્સ એક્ટની કલમો લગાવવામાં આવી છે.

હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના આ કેસમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, કુલ ૬ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ફાયરિંગના કેસમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. હિલ લાઇન પોલીસે કુલ ૬ લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાંથી ૩ની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના ૩ આરોપીઓને શોધી રહી છે. પોલીસે IPC IO કલમ ૩૦૭, ૧૨૦ B, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૦૯, ૩૨૩, ૫૦૪ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈને બંને પક્ષો ઉલ્લાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યએ શિવસેનાના નેતા મહેશને છ ગોળી મારી હતી. મહેશ ઉપરાંત અન્ય એક નેતા રાહુલ પાટીલ પણ ફાયરિંગમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા. આ પછી બંને નેતાઓને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :-