મોરબી કેબલ બ્રિજ કાંડમાં આરોપી ઓરેવા ગ્રુપના માલિક જયુસખ પટેલના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ઓકટોબર ૨૦૨૨ મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાથી ૧૩૫થી વધુ લોકોના જીવ ગયા હતા. સુપ્રિમ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે. પાસપોર્ટ સહિતની શરતો પર આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મેનેજરોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મુદ્દે જયસુખ પટેલ છેલ્લા ૪૦૦ જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહ્યા હતા. જેમાં હવે આજે આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. જયસુખ પટેલ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા.
આ તરફ અગાઉ હતભાગીઓના પરિવારજનોએ જયસુખના જામીનનો વિરોધ પણ કર્યો હતો. આ સાથે ગુજરાત સરકારે પણ હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીનનો વિરોધ કર્યો હતો. આ તરફ હોનારતનો ભોગ બનેલા પરિવારજનોના વકીલે પણ અગાઉ પોલીસ રક્ષણ માગ્યું હતું. આ બધાની વચ્ચે હવે છેક સુપ્રીમ કોર્ટથી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જામીન મળ્યા છે. ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાએ તપાસની સાથે-સાથે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. પોલીસે સિક્યુરિટી ગાર્ડસ, ટિકિટ બુકિંગ કલાર્ક અને મેનેજર સહિત ૯ની ધરપકડ કરી હતી. ત્રણ મહિના બાદ જાન્યુઆરી-૨૦૨૩ના અંતમાં જયસુખ પટેલ અદાલત સમક્ષ હાજર થતાં ધરપકડનો આંક ૧૦ પર પહોંચ્યો હતો. હજાર કરોડના આસામી અને ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ ૧૩ મહિનાથી જેલવાસ ભોગવી રહ્યાં હતા અને આજે જામીન મળ્યા છે.
આ પણ વાંચો :-

ઇન્ડિયા ગઠબંધન અને
આ મામલે જિલ્લા
ISROએ કહ્યું કે, RLV LEX-૦૨ લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં
મેષ
આજે ગુરુવારે સોનાની કિંમતમાં થયેલા વધારાને કારણે MCX પર સોનાની કિંમત ૬૬,૯૪૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. કોમોડિટી માર્કેટ ખુલ્યાની થોડી જ મિનિટોમાં સોનું આ નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયું હતું.
પોલીસને બાતમી મળી હતી કે, ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાર્ડ મેળવી દુબાઈ ખાતે મોકલવાની પ્રવૃતિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં
૩૧ માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાવવાની છે. ધોરણ ૧૨ સાયન્સ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે
કેન્દ્રીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને 