સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો, ૧૦ ગ્રામનો ભાવ ૭૦૦૦૦ની નજીક, ભાવમાં રૂ. ૫૦૦૦નો ઉછાળો

Share this story

સોનાની બજારમાં આજે ભારે તેજી જોવા મળી છે અને રેકોર્ડબ્રેક ઉછાળો થતા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે.આ સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા થોડા સમયથી સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે એવામાં માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂ. ૫૦૦૦નો વધારો છે. આજના ભાવ પર નજર કરવામાં આવે તો સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ૨૨૦૦ ડોલર પ્રતિ ઔંસના આંકને પાર કરી ગયો છે.

Rs 70,000 Per 10 Grams! Gold Prices Likely To Surge In 2024: Industry Body - News18આજે ગુરુવારે સોનાની કિંમતમાં થયેલા વધારાને કારણે MCX પર સોનાની કિંમત ૬૬,૯૪૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. કોમોડિટી માર્કેટ ખુલ્યાની થોડી જ મિનિટોમાં સોનું આ નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયું હતું. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ (IBJ)ની વેબસાઈટ અનુસાર, ૯૯૯ શુદ્ધતાના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામની રાષ્ટ્રીય કિંમત છેલ્લા ટ્રેડિંગ દિવસે ૬૫૭૯૫ રૂપિયા હતી. એક રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ઔંસ દીઠ $૨૨૦૩.૩૫ આસપાસ હતી. નોંધનીય છે કે ફેબ્રુઆરીના મધ્યભાગથી સોનાના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ૨૦૨૪માં એક્સપાયરી માટેના સોનાના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ રૂપિયા ૬૬,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ખૂલ્યો હતો અને કોમોડિટી માર્કેટ ખુલ્યાની મિનિટોમાં જ ભાવ રૂપિયા ૬૬,૭૭૮ પ્રતિ ૧૦ ગ્રામની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો. આ ઇન્ટ્રા-ડે હાઈને સ્પર્શતા, MCX સોનાના દર આજે સ્થાનિક બજારમાં ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની તાજેતરની કિંમત ૨૨૦૦ ડોલરની ઉપર છે. હાલમાં સ્પોટ માર્કેટમાં સોનું ૨૨૦૨ ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે.