HomeNationalBJP નેતાને ફાર્મ હાઉસમાં બંધકબનાવી માર માર્યા, હાથ-પગ બાંધીને બદમાશોએ લૂંટી લીધા...

BJP નેતાને ફાર્મ હાઉસમાં બંધકબનાવી માર માર્યા, હાથ-પગ બાંધીને બદમાશોએ લૂંટી લીધા આટલા લાખ !

Date:

Related stories

14 ઓક્ટોબરનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ!

​મેષ (Aries): બુધવાર અને વિનાયક ચતુર્થીના શુભ સંયોગથી તમારી...

બિહારના વૈશાલીમાં ગંગા નદીમાં હોડી ડૂબી, 13નાં મોત: મૃતકોમાં એક જ પરિવારની 7 બાળકીઓનો સમાવેશ

બિહારના વૈશાલી જિલ્લામાં મંગળવારે ગંગા નદીમાં હોડી પલટી જતાં...
spot_img

કાનપુરમાં ભાજપના પછાત વર્ગ મોરચાના પ્રદેશ મંત્રી રમેશ યાદવને બંધક બનાવી આશરે ₹50 લાખની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. સોમવારે મધરાતે નકાબપોશ બદમાશો તેમના ફાર્મહાઉસમાં ઘૂસી ગયા હતા. બદમાશોએ રમેશ યાદવના હાથ-પગ બાંધીને લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના કાનપુર શહેરથી આશરે 15 કિલોમીટર દૂર પશ્ચિમપારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસ

ઘટનાની જાણ થતાં જ જોઈન્ટ પોલીસ કમિશનર ડૉ. વિપિન તાડા અને DCP દીપેન્દ્રનાથ ચૌધરી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી હતી. ફાર્મહાઉસમાં લગાવેલા CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી લૂંટારુઓની ઓળખ થઈ શકે. આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો પણ કામે લાગી છે.

કાનપુરના પોલીસ કમિશનર રઘુવીર લાલે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહી તપાસ કરી રહ્યા છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ મામલે તમામ પાસાંઓની તપાસ કરી રહી છે.

1 ઓક્ટોબરે બનાવાયા હતા BJP પછાત વર્ગ મોરચાના પ્રદેશ મંત્રી

ઉલ્લેખનીય છે કે રમેશ યાદવને 1 ઓક્ટોબરે ભાજપના પછાત વર્ગ મોરચાના પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સોમવારે તેમણે લખનઉમાં પોતાના પદનો કાર્યભાર સંભાળ્યો હતો અને મોડી સાંજે કાનપુર પરત ફર્યા હતા.

રમેશ યાદવ બે વખત બ્લોક પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે તેમની પત્ની શશિ યાદવ પણ બ્લોક પ્રમુખ રહી ચૂક્યાં છે. વર્ષ 2022માં રમેશ યાદવે બહુજન સમાજ પાર્ટી (BSP)ની ટિકિટ પર બિઠૂર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી.

હાલમાં પોલીસ લૂંટારુઓની શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

Subscribe

Latest stories