કેજરીવાલની ધરપકડના વિરોધ સુરતમાં દેખાવો

Share this story

લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘાં જોવા મળ્યા હતાં. વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત ન કરવા દેવા માગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી.આ ધરણા પ્રદર્શનના કારણે પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ચુંટણીનો માહોલ શરુ થયો હોય તેવી ગણતરી થઈ રહી છે.

ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા ૨૦થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ –કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા મૂકી અને ઘર્ષણ સર્જાયું હતું.

આજે સવારે સુરતમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ભાજપ વિરુધ્ધ ધરણા પ્રદર્શન કર્યું હતું. પાટીદાર બહુમતીવાળા વરાછા વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી આપ-કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસ અને આપના કાર્યકરોની અટકાયત કરી હતી. આ અટકાયત દરમિયાન આપ-કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના ગટબંધન દ્વારા પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ધરણા કાર્યક્રમ કરતાં આગામી દિવસોમાં સુરતી વિરુદ્ધ સૌરાષ્ટ્રીયન ઉમેદવાર વિરુધ્ધ માહોલ જામે તોવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો :-