બિહારના સુપૌલમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં, એક મજૂરનું મોત, નવ ઘાયલ

Share this story

બિહારના સુપૌલમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કોસી નદી પર બની રહેલા પુલનો સ્લેબ પડી ગયો હતો. આ દુર્ઘટનામાં એક મજૂરનું મોત થયું છે NH ૧૮ પર બની રહેલા પુલની આ દુર્ઘટનામાં એક મજૂરનું મૃત્યુ થયું છે અને તો ઘણા મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એજન્સી મુજબ, સુપૌલ જિલ્લા અધિકારી કૌશલ કુમારે જણાવ્યું હતું કે, ભીજા-બકૌર વચ્ચે મરિચા નજીક એક નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને નવ ઘાયલ થયા હતા.

આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ કુમારે ઘટનાસ્થળની મુલાકાત લઈને આ ઘટનાની જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતાં લોકોની ભીડ ઉમટી પડી હતી. બચાવ ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં સૌથી પહેલાં કાટમાળ નીચે દટાયેલા મજૂરોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમુક મજૂરોને તો હોસ્પિટલ ખસેડાયા છે. તેને ભારતનું સૌથી મોટું બ્રિજ કહેવામાં આવી રહ્યું હતું. તેની પાછળ ૧૨૦૦ કરોડનો ખર્ચ થવાનો હતો.

બિહારના ભાગલપુરમાં નિર્માણાધીન એક પુલ તૂટી પડ્યો હતો. ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે બની રહેલા પુલના તુટી જવાનો વીડિયો સામે આવ્યો, સીએમ નીતિશ કુમારે ૨૦૧૪માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ બ્રિજનો કુલ ખર્ચ ૧૭૧૭ કરોડ રૂપિયા હતો. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે આ નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. ડિસેમ્બર ૨૦૨૨માં પણ બેગુસરાઈમાં ગંડક નદી પરનો પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ આવી જ રીતે તૂટી પડ્યો હતો. ગંડક નદીનો આ પુલ ૧૪ કરોડના ખર્ચે બની રહ્યો હતો.

આ પણ વાંચો :-