Home Blog Page 809

મનસુખ માંડવિયા સામે ચૂંટણીપંચમાં આચારસહિતા ભંગની ફરિયાદ

0

જુનાગઢ જિલ્લાના વંથલી મુકામે 20 માર્ચ બુધવારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાનો માર્કેટિંગ યાર્ડમાં પ્રચાર કાર્યક્રમ યોજાતા કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો પર ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે અને ૪ જૂનના રોજ મતગણતરી યોજાશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે. આ વચ્ચે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે.

લોકસભા ૨૦૨૪ની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે અને ૪ જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં  ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે. ગઈકાલે વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. વંથલી માર્કેટ યાર્ડ ખાતે ભાજપની સભા અને જમણવાર યોજવામાં આવતા કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. સરકારી મિલકતનો ઉપયોગ કરવા મુદ્દે ફરિયાદ કોંગ્રેસ મહામંત્રી વી.ટી સીડાએ ચૂંટણી કમિશનરને આચરસંહિતા ભંગની ફરિયાદ કરી છે.

ખરેખર તંત્રએ મંજૂરી આપી હોય તો પણ તેની સામે કાર્યવાહી થવી જોઈએ. ૨૪ કલાક થવા છતાં હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.’ આ મામલે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી ટી સીડા દ્વારા ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ સહિતનાઓને ફરિયાદ.

આ પણ વાંચો :-

સુરતમાં મુકેશ દલાલની સામે કોંગ્રેસના નિલેષ કુંભાણી લોકસભાની ચૂંટણી લડશે

સુરત લોકસભા બેઠક પર આખરે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હોય તેવું જાણવા મળ્યું છે. હાઇકમાન્ડે સુરત બેઠક પર પોતાને ટિકિટ આપી હોવાનો દાવો નિલેશ કુંભાણીએ કર્યો છે. ત્યારે ભાજપે અગાઉ જ મુકેશ દલાલને ટિકિટ આપી દીધી છે. જ્યારે કોંગ્રેસના બળતાં ઘરની ટિકિટ લેવા માટે ભરૂચથી પણ દાવેદારી નોંધાવાઈ હતી. ત્યારે આ વખતે કોંગ્રેસે સુરત લોકસભાની ટિકિટ નિલેશ કુંભાણીને આપી છે. નિલેશ કુંભાણી બે વાર કોર્પોરેશન અને એકવાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યાં છે.

સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે એકતરફી જંગ થવાનો છે. નિલેશ કુંભાણી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે. ખેડૂત પુત્ર અને પાટીદાર સમાજથી આવનાર નિલેશ કુંભાણી રિયલ એસ્ટેટ વેપાર સાથે સંકળાયેલા છે. ત્યારે આ વખતે તેઓ ભાજપના ગઢમાં ગાબડા પાડવા કરતાં કેટલા મતોની ભાજપની જીતની લીડ ઘટાડે છે તે જોવું રસપ્રદ રહેશે.

CECમાં કોંગ્રેસના 10 ઉમેદવાર પર લાગી મહોર

  • છોટા ઉદેપુરથી સુખરામભાઈ રાઠવા
  • સાબરકાંઠાથી તુષાર ચૌધરી
  • રાજકોટથી પરેશ ધાનાણી
  • આણંદથી અમિત ચાવડા
  • પાટણથી ચંદનજી ઠાકોર
  • અમરેલીથી જેનીબહેન ઠુમ્મર
  • ખેડાથી કાળુસિંહ ડાભી
  • સુરતથી નિલેશ કુંભાણી
  • પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ
  • દાહોદથી પ્રભાબેન તાવીયાડ

લોકસભા ચૂંટણી માટે ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ૪ જૂને મતગણતરી થશે. ગુજરાતમાં ૭મેના રોજ મતદાન થશે. તમને જણાવી દઈએ કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ૧૧ એપ્રિલથી ૧૯ મે વચ્ચે ૭ તબક્કામાં યોજાઈ હતી. જ્યારે પરિણામ ૨૩ મેના રોજ આવ્યું હતું. જ્યારે ૨૦૧૪માં લોકસભા ચૂંટણીની તારીખો ૫ માર્ચે જાહેર કરવામાં આવી હતી. ૭ એપ્રિલથી ૧૨ મે સુધી ૯ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

આ પણ વાંચો :-

સુરતમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું

સુરત શહેરમાં ઘી ખાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શંકાસ્પદ પનીર બાદ નકલી બનાવતી ઘીનો જથ્થો ઝડપાયો છે. રાંદેરના ગોગા ચોક વિસ્તારમાંથી ૨૨૫ કિલો નકલી ઘીનું કારખાનું ઝડપાયું છે. ડાલડા ઘીમાં સોયાબીનનું તેલ, હળદળ, કેમિકલ નાખી ઘી બનાવતા હતા. આ ઘી અલગ-અલગ ડેરીમાં વેચવામાં આવતું હતું. તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીનો લોગો હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરાઇ છે.

રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી. આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા રાગ વનસ્પતિ ઘી તથા જેમીની સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધી ફ્લેવર્ડનું ભેળસેળ કરી શુદ્ધ ઘી ના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું. આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા.

સુરત પાલિકાના દરોડા દરમિયાન બનાવટી ઘી બનાવવાની સામગ્રી સાથે સાથે રાજેશ પટેલ નામના વ્યક્તિ મળી આવ્યો હતો. પાલિકાએ જાણવા જોગ કરેલી ફરિયાદ બાદ આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતા. જ્યાં આરોપીએ બનાવટી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો આપીને ગણતરીની મિનિટોમાં બનાવટી ઘી બનાવીને બતાવી દીધું હતું.

ભેળસેળ ઘી બનાવવાની સાધનસામગ્રી તથા જેમીની વનસ્પતિ ૧૫ કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ નંગ-૦૨ જેની કીં રૂ.૩૪૦૦/-ની મત્તાની તથા જેમીની રીફાઇન્ડ સોયાબીન તેલ ૧૫ કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ નંગ-૦૫ જેની કુલ્લે કીં.રૂ.૮૨૫૦/-ની મત્તાની તથા રાગ વનસ્પતિ ૧૫ કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ નંગ-૦૩ છે જેની કુલ્લે કીં રૂ.૫૧૦૦/-ની મત્તાની તથા ભેળસેળ યુક્ત પતરાના ૧૫ કીલોગ્રામના ખુલ્લા ઢાંકણવાળા ડબ્બાઓ નંગ-૦૫ છે જેની કુલ્લે કીં રૂ.૧૨,૦૦૦/- ની મત્તાની તથા ભેળસેળ યુક્ત છુટક ૫.૫ કીલોગ્રામ ઘી જેની કુલ્લે કીં રૂ.૮૮૦/- ના મતાની ગણી જે તમામની કુલ્લે કીં રૂ.૨૯,૬૩૦/- ના મતાનો મુદ્દામાલ પોલીસે કબ્જો કર્યો છે.

સુરતમાં બે સગા ભાઈઓએ એકસાથે કર્યો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ

સુરતના અમરોલી વિસ્તારમાં બે સગાભાઈઓએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. અમરોલીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બંને સગા ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પી લેતા બંન્નેનાં મોત નિપજ્યા છે. તેઓએ ઘરમાં આપઘાતનું પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. બન્ને ભાઈઓના આપઘાત અંગે એક સંબંધીએ જણાવ્યું છેકે, મન નથી માનતું કે આ બન્ને આવું પગલું ભરી શકે.

મૃતકોના સંબંધી મનીષ સુતરીયાએ જણાવ્યું હતું કે, હિરેન અને પરીક્ષિત્તે અમને કંઈ પણ જણાવ્યું ન હતું. તેઓ કયા કારણસર આ પગલું ભર્યું છે તે પણ અમને ખબર નથી. પોતાના ઘરે જ બંનેએ આપઘાત કરી લીધો છે. તેમની પત્ની અને માતા સાથે જ રહે છે. જ્યારે આ અંગે અમને જાણ થઈ ત્યારે અમને પણ વિશ્વાસ નહોતો થયો. તેઓએ હોમ લોન લીધી હતી. બંને અલગ અલગ હીરાના કારખાનામાં રત્ન કલાકારની નોકરી કરતા હતા.

ડાયમંડ ઉદ્યોગમાં જે રીતે મંદી હતી તેના કારણે તેમને કામ મળતુ ન હતુ. જેના કારણે તેઓ સતત માનસિક તાણમાં રહેતા હતા. જેને લઈને પોતાના ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધા બાદ પોતાના પરિવારના સભ્યોને જાણ કરી હતી. જેને લઈને પરિવારના સભ્ય બંને ભાઈઓને સારવાર નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને ભાઈઓનું મોત થયું હતું. જોકે બંને યુવકોના મોત થવાની સાથે જ સુતરીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મહારાષ્ટ્રમાં ભૂકંપના બે મોટા આંચક

0

મહરાષ્ટ્રના હિંગોલીમાં સવારે ૬.૦૮ કલાકે ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ નોંધાઈ હતી. ત્યાર બાદ ભૂકંપનો બીજો આંચકો સવારે ૬.૧૯ કલાકે નોંધાયો હતો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૬ નોંધાઈ હતી. મહારાષ્ટ્રમાં આવેલા ભૂકંપના આંચકા હળવી તીવ્રતાના હતા, છતાં ભૂકંપનાં આંચકાનો અંદાજ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપને કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.

ભૂકંપ રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ એ ભૂકંપના તરંગોની તીવ્રતા માપવા માટેનું ગાણિતિક સ્કેલ છે, તેને રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર, ધરતીકંપ તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી ૧થી ૯ સુધી માપવામાં આવે છે. આ સ્કેલ ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી મુક્ત થતી ઊર્જાના આધારે તીવ્રતાને માપે છે.

આ પહેલા દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. અફઘાનિસ્તાનમાં હિન્દુ કુશ રીજનમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવતાં દિલ્હી અને એની આસપાસના વિસ્તારો તેમ જ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં, ખાસ કરીને હિન્દુ કુશ પર્વતમાળા વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. નૅશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીના ડિરેક્ટર જેએલ ગૌતમે જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા.

બે કલાક બાદ અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકો અનુભવાયો હતો. રાજ્યમાં સવારે ૩:૪૦ કલાકે ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા ૩.૪ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ કામેંગ હતું. આ ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ ૫ કિમી હતી. હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

જયપુરના જેસલ્યા ગામમાં ગેસનો બાટલો ફાટતાં પાંચ લોકોના મોત

0

જયપુરના વિશ્વકર્મામાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં એક મકાનમાં ગેસનો બાટલો ફાટતાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકો દાઝી ગયા હતા. વિશ્વકર્માના જેસલ્યા ગામમાં લાગેલી આગમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. જૈસલ્યા ગામમાં મધુબની બિહારનો એક પરિવાર ભાડે રહેતો હતો. આજે રાતે જ્યારે પરિવારના લોકો સૂતા હતા તે સમયે જ આગ લાગી હતી. તેમને બહાર નીકળવાની તક પણ ના મળી. આગથી બચવા તેઓ એક ખૂણામાં છુપાઈ ગયા હતા.

Tharad, Banas Kantha : થરાદ: માર્કેટયાર્ડ લાખણી ખાતે મોબાઈલ માં શોટસર્કિટ થતાં ગેસનો બાટલો ફાટતાં ભયનો માહોલ | Public Appરાજસ્થાનના જયપુરમાંથી આગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયપુરના વિશ્વકર્મામાં એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા છે. વિશ્વકર્માના જેસલ્યા ગામમાં લાગેલી આગમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર આગમાં ભુંજાયો. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. તમામ મૃતકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે, પોલીસે FSLની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી.

સમગ્ર ઘટનાને લઈ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, જયપુરમાં ભીષણ આગને કારણે ૫ નાગરિકોના અકાળે મૃત્યુના સમાચાર હૃદયને હચમચાવી નાખે તેવા છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને દુખદ ઘટનાને સહન કરવાની શક્તિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા થાય. ઘાયલોને યોગ્ય સારવારની સુવિધા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં અધિકારીઓની કરાઈ બદલી, DM અને SPની બદલી કરાઈ

0

ભારતીય ચૂંટણી પંચે દેશમાં ચૂંટણી જાહેર કર્યા પછી કડકાઈથી પગલાં ભરી રહી છે. ચૂંટણી પંચે બે IPS અધિકારીની બદલીના આદેશ કર્યા છે. નોન-કેડર અધિકારીઓ માટે ટ્રાન્સફર ઓર્ડર આવ્યા છે. જેમાં ગુજરાત સહિત પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તરીકે મહત્ત્વના હોદ્દા ઉપર રહેલા અધિકારીઓની ટ્રાન્સફર કરી છે. ગુજરાતમાં છોટાઉદેપુર અને અમદાવાદ ગ્રામી જિલ્લાના એસપીની પણ બદલી કરાઈ છે.

પંજાબમાં પઠાણકોટ, ફાઝિલ્કા, જલંધર ગ્રામીણ અને માલેરકોટલા જિલ્લાના એસ.એસ.પી. ઢેંકનાલના ડીએમ અને ઓડિશાના દેવગઢ અને કટક ગ્રામીણના એસપી અને પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, પૂર્વા બર્ધમાન અને બીરભૂમ જિલ્લાના ડીએમ. વધુમાં, પંચે ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ સાથેના તેમના સગપણ અથવા પારિવારિક જોડાણને ધ્યાનમાં રાખીને પંજાબમાં એસએસપી ભટિંડા અને આસામમાં એસપી સોનિતપુરની બદલી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આગાઉ ચૂંટણી પંચે છ રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલના ગૃહ સચિવ અને પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવી દેવાયા હતા. આ ઉપરાતં મિઝોરમ-હિમાચલમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવાયા હતા.

આ ઉપરાંત ચૂંટણી પંચે આસામ અને પંજાબના નેતાઓના સગા સંબંધી આઈપીએસ અધિકારીઓની પણ ટ્રાન્સફર કરી છે. આ મામલે ચૂંટણી પંચે આદેશ જાહેર કર્યો છે.

આ પણ વાંચો :-

૨૧ માર્ચ, ૨૦૨૪/ આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આ રાશિના જાતકોને ગુરુવારના દિવસે સંતાન તરફની ચિંતા રહે. જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ

પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ

દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાનાભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી.જમણી આંખમાં ઇજાથી સાચવવું. સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પુરવાર થાય.

કર્કઃ

અભ્યાસ, ગ્રહણ શક્તિ વધે, બીજાની નકલ કરવાની ઇચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ

રોગ પ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાયએનું ધ્યાન રાખવું. આકસ્મિક ધન હાનિ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા વધે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ

ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ

વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્‍ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિકઃ

આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ

આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકરઃ

આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ

મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીનઃ

આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયત ની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એકસપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

બિહારના વગદાર નેતા પપ્પુ યાદવ શું લાલુપ્રસાદ યાદવ સાથે જોડાશે?

0

બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર એ છે કે પૂર્વ સાંસદ પપ્પુ યાદવ તેમની જન અધિકાર પાર્ટીનું કોંગ્રેસમાં વિલય કરશે. સૂત્રો પાસેથી એવા સમાચાર છે કે પપ્પુ યાદવ પોતાની પાર્ટી કોંગ્રેસમાં સામેલ થવા તૈયાર છે અને તે પૂર્ણિયાથી ગઠબંધનના ઉમેદવાર બની શકે છે. તમને જણાવી દઈએ કે મંગળવારે પપ્પુ યાદવે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પૂર્ણિયા લોકસભા મતવિસ્તારની રાજનીતિ તેમજ સીમાં ચલ અને કોસી ક્ષેત્રની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે ‘જન અધિકાર પાર્ટી’ અને પપ્પુ યાદવને કોઈ પરિચયની જરૂર નથી. પપ્પુ યાદવ એક મજબૂત નેતા છે, આજે તેઓ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ, નીતિઓ અને દિશાઓથી પ્રભાવિત થઈને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. તેઓ કોંગ્રેસ સાથે ‘જન અધિકાર પાર્ટી’નું પણ વિલીનીકરણ કરી રહ્યા છે, આ વિલીનીકરણ સામાન્ય નથી, પરંતુ ઐતિહાસિક છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી પપ્પુ યાદવની કોંગ્રેસ સાથે નિકટતાના અહેવાલો આવી રહ્યા હતા. તેમની પત્ની રંજીત રંજન પણ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. આ પહેલા તે સુપૌલથી આરજેડી સાંસદ હતી. તે જ સમયે, પપ્પુ યાદવને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત ચાલી રહી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે જ્યાં સુધી લાલુ યાદવ તરફથી ગ્રીન સિગ્નલ નહીં મળે ત્યાં સુધી પપ્પુ યાદવની મહાગઠબંધનમાં એન્ટ્રી શક્ય નથી. પરંતુ સોમવારે પપ્પુ યાદવ લાલુ યાદવને મળ્યા જેના પછી આ સમાચાર આવી રહ્યા છે.

મંગળવારે લાલુ યાદવને મળ્યા બાદ પપ્પુ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું બિહારમાં ભાજપને શૂન્ય પર આઉટ કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બિહારમાં ભારત ગઠબંધનની મજબૂતી, સીમાંચલ, કોસી, મિથિલાંચલમાં 100% સફળતા એ લક્ષ્ય છે.

આ પણ વાંચો :-