મહારાષ્ટ્રમાં ભૂકંપના બે મોટા આંચક

Share this story

મહરાષ્ટ્રના હિંગોલીમાં સવારે ૬.૦૮ કલાકે ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ નોંધાઈ હતી. ત્યાર બાદ ભૂકંપનો બીજો આંચકો સવારે ૬.૧૯ કલાકે નોંધાયો હતો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૬ નોંધાઈ હતી. મહારાષ્ટ્રમાં આવેલા ભૂકંપના આંચકા હળવી તીવ્રતાના હતા, છતાં ભૂકંપનાં આંચકાનો અંદાજ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપને કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.

ભૂકંપ રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ એ ભૂકંપના તરંગોની તીવ્રતા માપવા માટેનું ગાણિતિક સ્કેલ છે, તેને રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર, ધરતીકંપ તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી ૧થી ૯ સુધી માપવામાં આવે છે. આ સ્કેલ ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી મુક્ત થતી ઊર્જાના આધારે તીવ્રતાને માપે છે.

આ પહેલા દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. અફઘાનિસ્તાનમાં હિન્દુ કુશ રીજનમાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ આવતાં દિલ્હી અને એની આસપાસના વિસ્તારો તેમ જ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં, ખાસ કરીને હિન્દુ કુશ પર્વતમાળા વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. નૅશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીના ડિરેક્ટર જેએલ ગૌતમે જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા.

બે કલાક બાદ અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકો અનુભવાયો હતો. રાજ્યમાં સવારે ૩:૪૦ કલાકે ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા ૩.૪ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ કામેંગ હતું. આ ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ ૫ કિમી હતી. હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.