મનસુખ માંડવિયા સામે ચૂંટણીપંચમાં આચારસહિતા ભંગની ફરિયાદ

Share this story

જુનાગઢ જિલ્લાના વંથલી મુકામે 20 માર્ચ બુધવારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાનો માર્કેટિંગ યાર્ડમાં પ્રચાર કાર્યક્રમ યોજાતા કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો પર ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે અને ૪ જૂનના રોજ મતગણતરી યોજાશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે. આ વચ્ચે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે.

લોકસભા ૨૦૨૪ની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે અને ૪ જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં  ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે. ગઈકાલે વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. વંથલી માર્કેટ યાર્ડ ખાતે ભાજપની સભા અને જમણવાર યોજવામાં આવતા કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. સરકારી મિલકતનો ઉપયોગ કરવા મુદ્દે ફરિયાદ કોંગ્રેસ મહામંત્રી વી.ટી સીડાએ ચૂંટણી કમિશનરને આચરસંહિતા ભંગની ફરિયાદ કરી છે.

ખરેખર તંત્રએ મંજૂરી આપી હોય તો પણ તેની સામે કાર્યવાહી થવી જોઈએ. ૨૪ કલાક થવા છતાં હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.’ આ મામલે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી ટી સીડા દ્વારા ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ સહિતનાઓને ફરિયાદ.

આ પણ વાંચો :-