સુરતમાં મુકેશ દલાલની સામે કોંગ્રેસના નિલેષ કુંભાણી લોકસભાની ચૂંટણી લડશે

Share this story

સુરત લોકસભા બેઠક પર આખરે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હોય તેવું જાણવા મળ્યું છે. હાઇકમાન્ડે સુરત બેઠક પર પોતાને ટિકિટ આપી હોવાનો દાવો નિલેશ કુંભાણીએ કર્યો છે. ત્યારે ભાજપે અગાઉ જ મુકેશ દલાલને ટિકિટ આપી દીધી છે. જ્યારે કોંગ્રેસના બળતાં ઘરની ટિકિટ લેવા માટે ભરૂચથી પણ દાવેદારી નોંધાવાઈ હતી. ત્યારે આ વખતે કોંગ્રેસે સુરત લોકસભાની ટિકિટ નિલેશ કુંભાણીને આપી છે. નિલેશ કુંભાણી બે વાર કોર્પોરેશન અને એકવાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યાં છે.

સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે એકતરફી જંગ થવાનો છે. નિલેશ કુંભાણી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે. ખેડૂત પુત્ર અને પાટીદાર સમાજથી આવનાર નિલેશ કુંભાણી રિયલ એસ્ટેટ વેપાર સાથે સંકળાયેલા છે. ત્યારે આ વખતે તેઓ ભાજપના ગઢમાં ગાબડા પાડવા કરતાં કેટલા મતોની ભાજપની જીતની લીડ ઘટાડે છે તે જોવું રસપ્રદ રહેશે.

CECમાં કોંગ્રેસના 10 ઉમેદવાર પર લાગી મહોર

  • છોટા ઉદેપુરથી સુખરામભાઈ રાઠવા
  • સાબરકાંઠાથી તુષાર ચૌધરી
  • રાજકોટથી પરેશ ધાનાણી
  • આણંદથી અમિત ચાવડા
  • પાટણથી ચંદનજી ઠાકોર
  • અમરેલીથી જેનીબહેન ઠુમ્મર
  • ખેડાથી કાળુસિંહ ડાભી
  • સુરતથી નિલેશ કુંભાણી
  • પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ
  • દાહોદથી પ્રભાબેન તાવીયાડ

લોકસભા ચૂંટણી માટે ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ૪ જૂને મતગણતરી થશે. ગુજરાતમાં ૭મેના રોજ મતદાન થશે. તમને જણાવી દઈએ કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ૧૧ એપ્રિલથી ૧૯ મે વચ્ચે ૭ તબક્કામાં યોજાઈ હતી. જ્યારે પરિણામ ૨૩ મેના રોજ આવ્યું હતું. જ્યારે ૨૦૧૪માં લોકસભા ચૂંટણીની તારીખો ૫ માર્ચે જાહેર કરવામાં આવી હતી. ૭ એપ્રિલથી ૧૨ મે સુધી ૯ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

આ પણ વાંચો :-