Home Blog Page 810

ચીનમાં એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, ૧૪લોકોનાં મોત, ૩૭ ઘાયલ

ચીનમાં એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં એક પેસેન્જર બસ ટનલની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૧૪ લોકોના મોત થયા છે અને ૩૭ લોકો ઘાયલ થયા છે. ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના હુબેઈ એક્સપ્રેસ વે પર બુધવારે આ અકસ્માત થયો હતો. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા કે , હુબેઈ એક્સપ્રેસવે પર બપોરે ૨:૩૭ વાગ્યે (૦૬૩૭) GMT અકસ્માત થયો હતો. આ ઉપરાંત પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં સ્થિત તાઈઝોઉમાં એક વ્યાવસાયિક શાળામાં એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી.

આ પણ વાંચો :-

રેલવેનો સામાન ચોરનાર પતિનો પત્નીએ કર્યો પર્દાફાશ!

0

મધ્યપ્રદેશના ભોપાલમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી એક યુવતીએ એટલું જ નહીં તેના એન્જિનિયર પતિની ચોરીની ઘટનાને બધાની સામે જાહેર કરી, પરંતુ તેણીએ તેના પતિ સામાન ચોરી કરતો હોય તેવો વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો છે. તે રેલવેમાંથી ધાબળા, ચાદર અને ગાદલા ચોરીને પોતાના ઘરે લઈ આવતો હતો. જેના કારણે તેની પત્ની નારાજ થઈ ગઈ અને તેણે પતિ સામે રેલવેમાં ફરિયાદ કરી દીધી. જે બાદ રેલવે અધિકારીઓ આવ્યા અને તમામ સામાન ઉપાડીને પોતાની સાથે લઈ ગયા.

અફસાનાએ એક અહેવાલ કહ્યું હતું કે હું રાજસ્થાનના કોટાની રહેવાસી છું. મારા લગ્ન કાનપુરના રહેવાસી મોહમ્મદ અરશદ સાથે આ વર્ષે ૧૨ જાન્યુઆરીએ થયા હતા. અરશદ એક ખાનગી કંપનીમાં આઈટી એન્જિનિયર છે અને હાલમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના એરપોર્ટ રોડ પર દત્તા કોલોનીમાં એક મકાનમાં ભાડેથી રહે છે અને ઘરેથી કામ કરે છે. લગ્ન પછી હું મારા પતિ સાથે ભોપાલના ઘરમાં રહેતી હતી. દરમિયાન, રમઝાન મહિનાની શરૂઆત અને ઈદના તહેવાર પહેલા, મેં ઘરની સફાઈ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, જ્યારે મેં રૂમમાં રાખેલ એક બોક્સ ખોલ્યું તો હું ચોંકી ગઈ, કારણ કે બોક્સમાં લગભગ ૩૦ ટુવાલ અને ભારતીય રેલવેના ૬ બ્લેન્કેટ અને ઘણી બેડશીટ રાખવામાં આવી હતી. આ સાથે દિલ્હીની એક મોટી હોટલનો સામાન પણ હતો. મારા પતિએ આ બધી વસ્તુઓ ચોરી કરીને છુપાવી રાખી હતી.

સિનિયર ડિવિઝન સિક્યુરિટી કમિશનર ભોપાલ પ્રશાંત યાદવે કહ્યું કે મહિલાની ફરિયાદ બાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જે પણ હકીકતો બહાર આવશે તે મુજબ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય રેલવેના સામાનની ચોરી કરતા પકડાય છે તો રેલવે પ્રોપર્ટી એક્ટ-૧૯૬૬ હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. રેલવેની મિલકતની ચોરી કે નુકસાન કરવા બદલ દંડ અને જેલ બંનેની જોગવાઈ છે. આ માટે એકથી પાંચ વર્ષની જેલ થઈ શકે છે. તે જ સમયે, લઘુત્તમ દંડ એક હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે. મહત્તમ દંડ રેલવે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી ચાર લોકોના મોત

0

પંજાબના સંગરુરમાંથી એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. ઝેરી દારૂ પીતા ચાર લોકોના મોત થયા છે. ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાયેલો છે. સાથે જ પોલીસ પ્રશાસન સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઝેરી શરાબ પીવાથી થયેલા મૃત્યુ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી ચાર લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સંગરુર જિલ્લાના દિરબા પોલીસ સ્ટેશન હેઠળના ગુર્જરન ગામમાં બની હતી. તાજેતરમાં હરિયાણામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના રાજ્યના નાણામંત્રી હરપાલ ચીમાના વિધાનસભા મત વિસ્તાર ડિડબામાં બની હતી. ડીડબા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુજર ગામમાં કેટલાક લોકો અચાનક બીમાર પડ્યા હતા. પરિવારના સભ્યો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. એક પછી એક ચાર લોકોના મોતના સમાચારથી ગામમાં લોકો ઉશ્કેરાયા હતા. રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. ઝેરી દારૂ પીવાથી તેનું મોત થયું હોવાનું પરિવારજનોનું કહેવું છે. રાજ્યના યમુનાનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે પડોશી જિલ્લા અંબાલામાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યા છે.

ગામમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ભોલા સિંહ, નિર્મલ સિંહ, પરત સિંહ અને જગજીત સિંહ તરીકે થઈ છે. ચારના મોતથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ડીડબા પોલીસ સ્ટેશનની પોલીસે ગામમાં પહોંચીને કેસની તપાસ શરૂ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો મધ્યમ વર્ગના પરિવારના છે.

આ પણ વાંચો :-

ONGC બ્રિજ ચઢતા ગમખ્વાર અકસ્માત, એક શ્રમિકનું મોત, મહિલા સહિત બે ગંભીર

સુરતના હજીરામાં ગમખ્વાર આકસ્માતની ઘટના સામે આવી છે. ONGC બ્રિજ પર કાર ચાલકે સફાઇ કામદારના ટેમ્પાને ટક્કર મારી ફરાર થઈ ગયો છે. સફાઇ કામદારોનો આ ટેમ્પો સીધો જ ટ્રકની સાથે અથડાયો હતો. આજરોજ સુરતના ઈચ્છાપોર સ્થિત ONGC બ્રિજ પરથી પૂરપાટ ઝડપે આવતી કારની મહિલા ચાલકે શ્રમિકોથી ભરેલ ટેમ્પોને અડફેટ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં નવસારી ખાતે રહેતો પંકજ રાઠોડ (૨૦) મજૂરી કામ કરીને પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થતો હતો, આજે પ્રતિક તેની માતા સહિત અન્ય સફાઈ કામદારો સાથે હજીરા સ્થિત ONGC બ્રિજ નજીક કામ કરી રહ્યો હતો આ દરમિયાન બ્રિજ એક બાજુ સફાઈ કર્યા હાદ તે રોડ ક્રોસ કરી રહ્યો હતો આ સમય પ્રતિકની માતા સહિત ચાર લોકો છોટા હાથી ટેમ્પો બેઠા હતા આ દરમિયાન મહિલા કાર ચાલકે પોતાનું પુરપાટ હંકારીને છોટા હાથી ટેમ્પો સાથે ધડાકાભેર તકરાયો હતો.

આ અંગે ડ્રાઈવર ધનસુખભાઇ રાઠોડે જણાવ્યું કે તાપી નદી નજીક રોડ પર સાફ-સફાઈનું કામ કરીએ છીએ. આજે ત્રણ મજૂર ને લઈને છોટા હાથી ટેમ્પોમાં જતા હતા. આ સમકે મહિલા કાર ચાલકે પુરપાટ આવીને ટક્કર મારી હતી. જેથી ટેમ્પો પલટી મારી જતાં તેમાં સવાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે લોક ટોળું એકઠું થયું હતું. ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત બે લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા ડુમ્મસ પોલીસ સહિત સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

 

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણીને કારણે સ્થગિત થઇ UPSC પરીક્ષા, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ને કારણે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસસની પ્રિલિમિનરી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.  લોકસભા ચૂંટણી ૨૦૨૪નું શેડ્યૂલ જાહેર થયા પછી, UPSC એ સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કમિશન (UPSC) એ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર નોટિસ જારી કરી છે અને તેની માહિતી આપી છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ મંગળવારે લોકસભા ચૂંટણીને કારણે ૨૬ મેથી ૧૬ જૂનના રોજ યોજાનારી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાને મુલતવી રાખી છે. ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા અને અન્ય અધિકારીઓ માટે અધિકારીઓની પસંદગી કરવા માટે UPSC દર વર્ષે ત્રણ તબક્કામાં પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ એમ સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે.

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪ દ્વારા કુલ ૧૦૫૬ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. સિવિલ સર્વિસ પરીક્ષાના ત્રણ તબક્કા છે – પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. પ્રિલિમ પરીક્ષામાં દરેક ૨૦૦ ગુણના બે પેપર છે – પેપર-૧ એટલે કે GS અને CSAT. GS પેપરમાં ૧૦૦ પ્રશ્નો અને CSATમાં ૮૦ પ્રશ્નો છે. દરેક પેપર બે કલાકનું છે. ખોટા જવાબો પર નેગેટિવ માર્કિંગ પણ છે. CSAT પાસ કરવા માટે ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવા જરૂરી છે. જ્યારે મેન્સ પરીક્ષા માટે શોર્ટલિસ્ટિંગ GS એટલે કે પેપર-૧માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવે છે.

વિદેશી વિદ્યાર્થીઓ અંગે સુરતની નર્મદ યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં સાદા ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.  દિલ્હી સુધી પડઘા પડ્યા હતા અને વિદેશ મંત્રાલયે પણ ઘટનાની તટસ્થ તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારે રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં પણ વિદેશી છાત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના નમાજના મામલે થયેલા વિવાદ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ હરકતમાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સમાં હાલ ૫૩ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લગભગ ૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તમામ વિદ્યાર્થીઓની સલામતી માટે પોલીસે ખાનગી કપડામાં પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવી છે. જેમની VNSGU દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલમાં રહે છે.  યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ હાથ ધરાશે. વિદેશી છાત્રોને કોઇપણ મુશ્કેલી લાગે તો તાત્કાલીક મેનેજનેન્ટ સુધી પહોચવા જણાવાયુ છે ઉપરાંત વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે.

કુલપતિ ચાવડાએ કહ્યું કે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવતા જતા તમામ લોકો પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાની સાથે સાથે કડકમાં કડક પગલાં લેવાની તૈયારી કરવામાં આવી છે. સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશોએ એક વોટ્સએપ ગ્રુપ બનાવીને કોઈ મુશ્કેલી હોય તેની જાણકારી આપવા માટેની વિદ્યાર્થીઓને જણાવ્યું છે.

આ પણ વાંચો :-

એલ્વિશ યાદવ કેસમાં નોઇડા પોલીસે કરી કડક કાર્યવાહી, વધુ બે લોકોની ધરપકડ

0

એલ્વિશ યાદવની સાપના ઝેરનો ઉપયોગના આરોપમાં અટકાયત કરાઈ છે. આ વાતની તેણે ખુદ કબૂલાત કરી હતી. નોઈડા પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે સામે આવેલા વીડિયોમાં એલ્વિશ યાદવ સાથે સિંગર ફાઝિલપુરિયા જોવા મળી રહ્યો છે. એલ્વિશના સીડીઆરમાં વારંવાર સંબંધિત વ્યક્તિની સંડોવણી મળી આવી હતી. એવી આશંકા છે કે પૂરતા પુરાવાના આધારે નોઇડા પોલીસ તેની ધરપકડ કરી શકે છે.

એલ્વિશ યાદવ પર ગુરુગ્રામના એક મોલની એક દુકાનમાં કન્ટેન્ટ ક્રિએટર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્ન પર હુમલો કરવાનો આરોપ છે. ગુરુગ્રામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુંસાર આ કેસમાં તે આરોપી છે, જેથી પોલીસ ટૂંક સમયમાં ગાઝિયાબાદ કોર્ટમાં પ્રોડક્શન વોરંટ પર તેની ધરપકડ કરવા અરજી દાખલ કરશે. આ માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

એલ્વિશે કબૂલ્યું છે કે, તે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને અલગ-અલગ રેવ પાર્ટીમાં મળ્યો હતો. નોઇડા પોલીસે એલ્વિશ યાદવ પર ૨૯ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મહત્ત્વનું છે કે,  જો કોઈ ડ્રગ સંબંધિત ષડયંત્રમાં સામેલ હોય ત્યારે ૨૯ NDPS એક્ટ લાગુ થાય છે. આ કાયદા હેઠળ નોંધાયેલા આરોપીઓને સરળતાથી જામીન મળતા નથી. ગયા વર્ષે, પીપલ ફૉર એનિમલ્સ (PFA) સંગઠનની ફરિયાદના આધારે નોઇડા પોલીસે સેક્ટર ૫૧ સ્થિત બેન્ક્વેટ હોલમાં દરોડો પાડીને પાંચની ધરપકડ કરી હતી. મહત્ત્વનું છે કે, કોર્ટે એલ્વિશને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જેલ સત્તાવાળોએ તરફથી જાણવા મળ્યું છે કે, એલ્વિશ યાદવની જેલમાં પહેલી રાત બેચેની અને નિરાશામાં પસાર થઈ હતી.

આ પણ વાંચો :-

યુપીના બદાયુંમાં બે બાળકોની કુહાડીવડે કાપી નાખ્યા, આરોપીનું એન્કાઉન્ટર

0

ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે બાળકોની રેઝરથી કાપીને હત્યા કરવામાં આવી હતી. જેમાં એક બાળકને પણ ઈજા થઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે મુખ્ય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.

સાજિદે વિનોદના ત્રણ બાળકો ૧૨ વર્ષના આયુષ, ૮ વર્ષના અહાન ઉર્ફે હની અને યુવરાજ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ત્યારે આરોપીએ વિનોદના ત્રણ બાળકો પર જીવલેણ હુમલો  કર્યો હતો. તેણે કુહાડી ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો જેમાં બે જણાના મોત નીપજ્યા છે  જ્યારે ત્રીજા ઘાયલ બાળકની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.  ઘટના બાદ આરોપી સાજીદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ચકચારી બનાવથી સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રસર્યો હતો અને ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ કરી હતી.

બરેલીના આઈજી રાકેશ કુમારે જણાવ્યું કે આ ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને જોતાં જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી જવાબી કાર્યવાહીમાં તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપીની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની વચ્ચે છે.

આ પણ વાંચો :-

CAની પરીક્ષા તારીખોમાં ફેરફાર, ICAI દ્વારા નવી તારીખો જાહેર

0

લોકસભાની ચૂંટણીને પગલે આઈસીએઆઈ દ્વારા સીએની પરીક્ષાઓમાં ફેરફાર કરવામા આવ્યો છે અને કેટલીક પરીક્ષાઓ રિશિડ્યુલ કરી દેવામા આવી છે. જેમાં સીએ ઈન્ટરમીડિએટ અને સીએ ફાઈનલની પરીક્ષાઓ છે. જ્યારે ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેઈઈ મેઈનની સેશન-૨ તથા યુજી મેડિકલ પ્રવેશની નીટ પરીક્ષાની તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

Breaking] CA Foundation and Inter Exams to be held 3 times in a yearઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ CA ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષાઓની નવી તારીખોની ૧૯ માર્ચના જાહેરાત કરી છે. સત્તાવાર માહિતી અનુસાર ઈન્ટરમીડિયેટ કોર્સની પરીક્ષા ગ્રુપ ૧ની પરીક્ષા ૩, ૫ અને ૯ મે ૨૦૨૪ના રોજ લેવામાં આવશે અને  ગ્રુપ ૨ની પરીક્ષા ૧૦, ૧૪ અને ૧૬ મે ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ ટેસ્ટ ૧૪ અને ૧૬ મે, ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને કારણે સીએ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ૧૯મી એપ્રિલ ૨૦૨૪થી શરૂ થશે અને ૧લી જૂન ૨૦૨૪ના રોજ પૂર્ણ થશે. તમામ તબક્કાઓની મતગણતરી ૪ જૂન ૨૦૨૪ના રોજ કરવામાં આવશે.  ICAIએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે કે ઉપરોક્ત પરીક્ષાના સમયપત્રકના કોઈપણ દિવસે કેન્દ્ર સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળ દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે તો પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેર નામો બહાર પડ્યું

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ તબક્કામાં ૧૭ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સાથે આ તમામ ૧૦૨ બેઠકો પર ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા ૧૬ માર્ચે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત સમગ્ર દેશમાં ૭ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે.

ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, સ્વતંત્ર અને સુરક્ષિત લોકસભા ચૂંટણી આયોજીત કરવા માટે પ્રતિબદ્ધ છે. પહેલા ચરણ માટે ૨૭ માર્ચ સુધી નોમિનેશન દાખલ કરવામાં આવી શકે છે. નોમિનેશનની તપાસ ૨૮ માર્ચે કરવામાં આવશે અને ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ છે.

પહેલા ચરણમાં તમિલનાડુની ૨૯, રાજસ્થનાની ૧૨, ઉત્તર પ્રદેશની ૮, મધ્ય પ્રદેશની ૬, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રની ૫-૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની ૩, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની ૨-૨ અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મૂ-કાશ્મીર, લક્ષદ્વીપ અને પુદુચેરીમાં ૧-૧ સીટો પર મતદાન થશે.

ચૂંટણી માટે દેશભરમાં ૧૦.૫ લાખ મતદાન મથકો બનાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ મતદાન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, ચૂંટણી પંચ એવી રીતે લોકસભાની ચૂંટણી કરાવવાનું વચન આપે છે કે જેથી વૈશ્વિક મંચ પર ભારતની વિશ્વસનીયતા વધુ વધારી શકાય. ચૂંટણી પંચે મૂલ્યાંકન બાદ તમામ રાજ્યોમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો :-