ONGC બ્રિજ ચઢતા ગમખ્વાર અકસ્માત, એક શ્રમિકનું મોત, મહિલા સહિત બે ગંભીર

Share this story

સુરતના હજીરામાં ગમખ્વાર આકસ્માતની ઘટના સામે આવી છે. ONGC બ્રિજ પર કાર ચાલકે સફાઇ કામદારના ટેમ્પાને ટક્કર મારી ફરાર થઈ ગયો છે. સફાઇ કામદારોનો આ ટેમ્પો સીધો જ ટ્રકની સાથે અથડાયો હતો. આજરોજ સુરતના ઈચ્છાપોર સ્થિત ONGC બ્રિજ પરથી પૂરપાટ ઝડપે આવતી કારની મહિલા ચાલકે શ્રમિકોથી ભરેલ ટેમ્પોને અડફેટ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં નવસારી ખાતે રહેતો પંકજ રાઠોડ (૨૦) મજૂરી કામ કરીને પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થતો હતો, આજે પ્રતિક તેની માતા સહિત અન્ય સફાઈ કામદારો સાથે હજીરા સ્થિત ONGC બ્રિજ નજીક કામ કરી રહ્યો હતો આ દરમિયાન બ્રિજ એક બાજુ સફાઈ કર્યા હાદ તે રોડ ક્રોસ કરી રહ્યો હતો આ સમય પ્રતિકની માતા સહિત ચાર લોકો છોટા હાથી ટેમ્પો બેઠા હતા આ દરમિયાન મહિલા કાર ચાલકે પોતાનું પુરપાટ હંકારીને છોટા હાથી ટેમ્પો સાથે ધડાકાભેર તકરાયો હતો.

આ અંગે ડ્રાઈવર ધનસુખભાઇ રાઠોડે જણાવ્યું કે તાપી નદી નજીક રોડ પર સાફ-સફાઈનું કામ કરીએ છીએ. આજે ત્રણ મજૂર ને લઈને છોટા હાથી ટેમ્પોમાં જતા હતા. આ સમકે મહિલા કાર ચાલકે પુરપાટ આવીને ટક્કર મારી હતી. જેથી ટેમ્પો પલટી મારી જતાં તેમાં સવાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે લોક ટોળું એકઠું થયું હતું. ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત બે લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની મદદથી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા ડુમ્મસ પોલીસ સહિત સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

 

આ પણ વાંચો :-