વિદેશી વિદ્યાર્થીઓ અંગે સુરતની નર્મદ યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય

Share this story

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં સાદા ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.  દિલ્હી સુધી પડઘા પડ્યા હતા અને વિદેશ મંત્રાલયે પણ ઘટનાની તટસ્થ તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારે રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં પણ વિદેશી છાત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના નમાજના મામલે થયેલા વિવાદ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ હરકતમાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સમાં હાલ ૫૩ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લગભગ ૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તમામ વિદ્યાર્થીઓની સલામતી માટે પોલીસે ખાનગી કપડામાં પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવી છે. જેમની VNSGU દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલમાં રહે છે.  યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ હાથ ધરાશે. વિદેશી છાત્રોને કોઇપણ મુશ્કેલી લાગે તો તાત્કાલીક મેનેજનેન્ટ સુધી પહોચવા જણાવાયુ છે ઉપરાંત વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે.

કુલપતિ ચાવડાએ કહ્યું કે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવતા જતા તમામ લોકો પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાની સાથે સાથે કડકમાં કડક પગલાં લેવાની તૈયારી કરવામાં આવી છે. સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશોએ એક વોટ્સએપ ગ્રુપ બનાવીને કોઈ મુશ્કેલી હોય તેની જાણકારી આપવા માટેની વિદ્યાર્થીઓને જણાવ્યું છે.

આ પણ વાંચો :-