CAની પરીક્ષા તારીખોમાં ફેરફાર, ICAI દ્વારા નવી તારીખો જાહેર

Share this story

લોકસભાની ચૂંટણીને પગલે આઈસીએઆઈ દ્વારા સીએની પરીક્ષાઓમાં ફેરફાર કરવામા આવ્યો છે અને કેટલીક પરીક્ષાઓ રિશિડ્યુલ કરી દેવામા આવી છે. જેમાં સીએ ઈન્ટરમીડિએટ અને સીએ ફાઈનલની પરીક્ષાઓ છે. જ્યારે ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેઈઈ મેઈનની સેશન-૨ તથા યુજી મેડિકલ પ્રવેશની નીટ પરીક્ષાની તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

Breaking] CA Foundation and Inter Exams to be held 3 times in a yearઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ CA ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષાઓની નવી તારીખોની ૧૯ માર્ચના જાહેરાત કરી છે. સત્તાવાર માહિતી અનુસાર ઈન્ટરમીડિયેટ કોર્સની પરીક્ષા ગ્રુપ ૧ની પરીક્ષા ૩, ૫ અને ૯ મે ૨૦૨૪ના રોજ લેવામાં આવશે અને  ગ્રુપ ૨ની પરીક્ષા ૧૦, ૧૪ અને ૧૬ મે ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ ટેસ્ટ ૧૪ અને ૧૬ મે, ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને કારણે સીએ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ૧૯મી એપ્રિલ ૨૦૨૪થી શરૂ થશે અને ૧લી જૂન ૨૦૨૪ના રોજ પૂર્ણ થશે. તમામ તબક્કાઓની મતગણતરી ૪ જૂન ૨૦૨૪ના રોજ કરવામાં આવશે.  ICAIએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે કે ઉપરોક્ત પરીક્ષાના સમયપત્રકના કોઈપણ દિવસે કેન્દ્ર સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળ દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે તો પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો :-